Navratriમાં છે 9 રંગોનું ખાસ મહત્વ, જાણો કયા દેવીને પ્રિય છે કયો રંગ

16 September, 2022 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવરાત્રીમાં દુર્ગા માતાના 9 સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. આ પૂજામાં રંગોનું ખાસ મહત્વ હોય છે. તો જાણો મા દુર્ગાના નવ સ્વરૂપોને પ્રિય એવા 9 જુદાં જુદાં રંગ વિશે...

તસવીર સૌજન્ય મિડ-ડે

Navratri 2022 Colours: આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 26 સપ્ટેમ્બર 2022થી થવાની છે. નવરાત્રીમાં દુર્ગા માતાના 9 સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. આ પૂજામાં રંગોનું ખાસ મહત્વ હોય છે. તો જાણો મા દુર્ગાના નવ સ્વરૂપોને પ્રિય એવા 9 જુદાં જુદાં રંગ વિશે...

શારદીય નવરાત્રી (Sharadiya Navratri 2022)ના 9 દિવસો દુર્ગા માતાને સમર્પિત છે. આ વર્ષે શારદીય નવરાત્રીની 26 સપ્ટેમ્બરથી થઈ રહી છે. શારદીય નવરાત્રીનું સમાપન 4 ઑક્ટોબરના થશે. એવામાં શારદીય નવરાત્રીની મહાઅષ્ટમીનો ઉપવાસ 03 ઑક્ટોબરે રાખવામાં આવશે. નવરાત્રીના નવ દિવસ ભક્તો દુર્ગામાતાની પૂજા-અર્ચના કરે છે. નવરાત્રીના નવ દિવસોની પૂજામાં રંગોનું ખાસ મહત્વ હોય છે. એવામાં જાણો નવ દેવીઓના પ્રિય રંગ.

શારદીય નવરાત્રીનો પહેલો દિવસ

નવરાત્રીનો પહેલો દિવસ મા શૈલપુત્રી દેવીને સમર્પિત છે. મા શૈલપુત્રીનો સૌથી ગમતો રંગ લાલ છે. આ સિવાય પણ મા શૈલપુત્રીને સફેદ કલર ખૂબ જ પ્રિય છે. આ રંગ શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે.

શારદીય નવરાત્રીનો બીજો દિવસ

શારદીય નવરાત્રીનો બીજો દિવસ એટલે કે 27 સપ્ટેમ્બરના બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે. આ દિવસે લાલ કલરનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : જવું તો જવું ક્યાં?

શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ

નવરાત્રીનો ત્રીજો દિવસ મા ચંદ્રઘંટા દેવીને સમર્પિત છે. તેમની પૂજા 28 સપ્ટેમ્બરના કરવામાં આવશે. મા ચંદ્રઘંટાની ઉપાસનામાં નારંગી કલરનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

શારદીય નવરાત્રી ચોથા દિવસ

નવરાત્રીનો ચોથો દિવસ 29 સપ્ટેમ્બ, 2022નો છે. આ દિવસ માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. એવામાં આ દિવસે પીળા રંગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

શારદીય નવરાત્રી પાંચમો દિવસ

નવરાત્રીનો પાંચમો દિવસ 30 સપ્ટેમ્બર, શુક્રવારે છે. આ દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજન દરમિયાન લીલા રંગનો ઉપયોગ શુભ હોય છે.

આ પણ વાંચો : નવરા​ત્રિ માટે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે સરકાર?

શારદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ

નવરાત્રીની ષષ્ઠી તિથિ પહેલી ઑક્ટોબરના છે. એવામાં આ દિવસે કાત્યાયની માતાની પૂજા કરાય. કાત્યાયની માતાની પૂજા દરમિયાન ગ્રે (ભૂરો) રંગ શુભ રહેશે.

શારદીય નવરાત્રીનો સાતમો દિવસ

નવરાત્રીનો સાતમો દિવસ 02 ઑક્ટોબરના રોજ થાય છે. શારદીય નવરાત્રીના સાતમાં દિવસે માતા કાળરાત્રીની પૂજા કરવામાં આવે છે. મા કાળરાત્રીના પૂજન દરમિયાન બ્લુ કલરનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Navratri: શણગાર, રોશની અને ગરબાના રણકાર પર ખેલૈયાઓની રમઝટની આ તસવીરો છે અદ્ભૂત

શારદીય નવરાત્રીનો આઠમો દિવસ

નવરાત્રીનો આઠમો દિવસ 03 ઑક્ટોબરના આવે છે. આ દિવસ મહાઅષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રીની અષ્ટમી તિથિના દિવસે મહાગૌરીનું પૂજન કરવામાં આવે છે. આ દેવીને જાંબુળી કલરનું વસ્ત્ર અર્પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે કન્યા પૂજન પણ કરવામાં આવે છે.

શારદીય નવરાત્રીનો નવમો અંતિમ દિવસ

શારદીય નવરાત્રીની નવમી તિથિ 4 ઑક્ટોબરે પડે છે. નવરાત્રીની નવમી તિથિએ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ ગુલાબી રંગ ખૂબ જ પ્રિય છે.

culture news navratri life and style