`રાજાધિરાજ` શો તેની અદ્ભુત ત્રીજી સીઝન સાથે પાછો ફરશે

18 June, 2026 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્રીકૃષ્ણના જીવન, પ્રેમ, અજોડ નેતૃત્વ અને તેમના કાલાતીત જ્ઞાનને વણતી આ અદ્ભુત પ્રસ્તુતિએ તેના ભાવનાત્મક ઊંડાણ, ભવ્ય દ્રશ્યો અને પાવરફુલ સ્ટોરીટેલિંગથી લાખો દિલ જીતી લીધા છે. તેના ઓપનિંગ શોથી જ આ પ્રોડક્શન એક મોટી સાંસ્કૃતિક ઘટના બની ગયું છે.

આ શોની ત્રીજી સીઝનનું આગમન જ એ વાતની સાબિતી છે કે લોકો તેને કેટલો ચાહી રહ્યા

પ્રથમ બે સીઝનની અભૂતપૂર્વ સફળતા અને દર્શકો તરફથી મળેલા અપાર પ્રેમ પછી, `રાજાધિરાજ: લવ. લાઇફ. લીલા.` શો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ના સ્ટેજ પર તેની બહુપ્રતીક્ષિત ત્રીજી સીઝન સાથે ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યો છે. ધનરાજ નથવાણી પ્રસ્તુત અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભૂમિ નથવાણીના નેતૃત્વમાં તૈયાર થયેલો આ ભવ્ય મ્યુઝિકલ શો દર્શકોના ભારે આગ્રહને કારણે ફરી સ્ટેજ પર આવી રહ્યો છે, જે ભારતના સૌથી પ્રતિષ્ઠિત થિયેટર અનુભવોમાં તેનું સ્થાન ફરી એકવાર સાબિત કરે છે.

જીવન, પ્રેમ, અજોડ નેતૃત્વની કૃષ્ણ કથા

શ્રીકૃષ્ણના જીવન, પ્રેમ, અજોડ નેતૃત્વ અને તેમના કાલાતીત જ્ઞાનને વણતી આ અદ્ભુત પ્રસ્તુતિએ તેના ભાવનાત્મક ઊંડાણ, ભવ્ય દ્રશ્યો અને પાવરફુલ સ્ટોરીટેલિંગથી લાખો દિલ જીતી લીધા છે. તેના ઓપનિંગ શોથી જ આ પ્રોડક્શન એક મોટી સાંસ્કૃતિક ઘટના બની ગયું છે. ભક્તિ, ડ્રામા, સંગીત અને ભવ્યતાના અદભૂત સમન્વયથી બનેલો આ અવિસ્મરણીય થિયેટર શો જોવા માટે દેશભરમાંથી દર્શકો ઉમટી પડ્યા છે. આ શોની ત્રીજી સીઝનનું આગમન જ એ વાતની સાબિતી છે કે લોકો તેને કેટલો ચાહી રહ્યા છે અને આજના સમયમાં પણ શ્રીકૃષ્ણના વિચારો કેટલા પ્રાસંગિક છે.

આ શોની વાપસી વિશે વાત કરતાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભૂમિ નથવાણીએ જણાવ્યું કે: "છેલ્લા બે વર્ષમાં `રાજાધિરાજ` ને દેશ અને દુનિયાભરમાંથી જે પ્રેમ અને પ્રતિસાદ મળ્યો છે, તે ખરેખર અદ્ભુત અને હૃદયને સ્પર્શી જનારો છે. શ્રીકૃષ્ણના શાશ્વત ઉપદેશો અને તેમની દિવ્ય સફર દ્વારા દર્શકો સાથે સીધું જોડાણ સાધવાની આ શોની ક્ષમતા ખૂબ જ ખાસ છે. NMACC ખાતે તેની ત્રીજી સીઝન લાવવી એ આ અતુટ પ્રેમ અને શ્રદ્ધાની જ એક ઉજવણી છે. અમે જૂના પ્રશંસકો અને આ શો પહેલીવાર જોનારા નવા દર્શકો—બંનેનું સ્વાગત કરવા અને આ ભવ્ય લાઈફ-સાઈઝ અનુભવ તેમની સાથે શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ."

`રાજાધિરાજ` શો ની ખરી તાકાત મનોરંજન અને પર્ફોર્મિંગ આર્ટ્સ જગતના ભારતના દિગ્ગજ કલાકારોના અસાધારણ સર્જનાત્મક જોડાણમાં રહેલી છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રસુન જોશીએ આ શો માટે પાવરફુલ સ્ક્રિપ્ટ, સંવાદો અને ગીતો લખ્યા છે. તેમનું સચોટ લેખન શ્રીકૃષ્ણની આ પૌરાણિક કથામાં ભાવનાત્મક ઊંડાણ, કાવ્યાત્મક સુંદરતા અને આજના સમય સાથેનું કનેક્શન લાવે છે. જાણીતા ડિરેક્ટર શ્રુતિ શર્માના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ આ આખી વાર્તા સિનેમેટિક સ્કેલ અને થિયેટરની ભવ્યતા સાથે સ્ટેજ પર જીવંત થાય છે.

સંગીત અને લેખનની ખાસિયત

સંગીત જગતની સુપ્રસિદ્ધ જોડી સચિન-જીગરનું હૃદયસ્પર્શી સંગીત આ પ્રોડક્શનની ખરી જાન છે. જ્યારે બર્ટવિન રવિ ડી`સુઝા અને શમ્પા ગોપીકૃષ્ણની ડાયનેમિક કોરિયોગ્રાફી આ શોને એક આગવી ઉર્જા, સ્કેલ અને અદભૂત મૂવમેન્ટ આપે છે. પ્રખ્યાત પ્રોડક્શન ડિઝાઇનર ઓમંગ કુમારે કલ્પના કરેલી વિઝ્યુઅલ દુનિયા આખા સ્ટેજને એક ભવ્ય કેનવાસમાં ફેરવી દે છે, અને ડિઝાઇનર નીતા લુલ્લાના તૈયાર કરેલા આકર્ષક કોસ્ચ્યુમ દરેક સીનને વધુ જીવંત, ભવ્ય અને શાહી લુક આપે છે. આ ક્રિએટિવ વિઝનને ક્રિએટિવ પ્રોડ્યુસર્સ પાર્થિવ ગોહિલ અને વાયરલ રાચ્છે એક નવા સ્તરે પહોંચાડ્યું છે. સાથે જ, જાણીતા લેખક રામ મોરીના ઊંડા વાર્તા સંશોધનને કારણે આ કથા તેની મૌલિકતા અને પ્રમાણભૂતતા જાળવી રાખવાની સાથે આજના આધુનિક દર્શકોના દિલને પણ સીધી સ્પર્શે છે.

અત્યાર સુધીના સૌથી મોટા સ્કેલ પર બનેલો `રાજાધિરાજ` એ ભારતનો સૌથી મહત્વાકાંક્ષી ઓરિજિનલ મ્યુઝિકલ થિયેટર શો છે. લાઇવ પર્ફોર્મ થનારા 20 ઓરિજિનલ ગીતો, 60 થી વધુ ડાન્સર્સની આખી ટીમ અને દમદાર લાઈવ સિંગિંગ સાથે આ શો સંગીત, ડાન્સ, ડ્રામા અને આધુનિક સ્ટેજ ટેકનોલોજીનો એક અજોડ સંગમ છે. શાનદાર કોરિયોગ્રાફી, જકડી રાખનારી સ્ટોરીટેલિંગ, વિશાળ સેટ્સ, બારીક કારીગરી ધરાવતા કોસ્ચ્યુમ અને ભાવનાઓથી સભર પર્ફોર્મન્સ, આ બધું મળીને દર્શકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ અને દિવ્ય અનુભવ તૈયાર કરે છે. આ શોના દરેક પાસાને એટલી ઝીણવટપૂર્વક ઘડવામાં આવ્યો છે કે તે દર્શકોને શ્રીકૃષ્ણની એ મંત્રમુગ્ધ કરી દેનારી દુનિયામાં ખેંચી જાય છે. આ જ બાબત `રાજાધિરાજ` ને ભક્તિ, પ્રેમ, નેતૃત્વ અને કાલાતીત જ્ઞાનની એક અદભૂત ઉજવણી બનાવે છે.

જ્યારે `રાજાધિરાજ: લવ. લાઇફ. લીલા.` તેની ત્રીજી સીઝન સાથે NMACC ના સ્ટેજ પર પરત ફરી રહ્યું છે, ત્યારે તે ફરી એકવાર દર્શકોને પોતાની ભવ્યતા, કલાત્મકતા અને હૃદયસ્પર્શી વાર્તાથી મંત્રમુગ્ધ કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

culture news Raam Mori nita ambani nmacc ojas rawal