રાસમણિનો રમણીય રાસ તથા નારીશક્તિને ઉજાગર કરતો ગરબો

27 October, 2020 02:15 PM IST  |  Mumbai | Nandini Trivedi

રાસમણિનો રમણીય રાસ તથા નારીશક્તિને ઉજાગર કરતો ગરબો

ગરબાનાં સ્વરૂપ અનેક છે

'સ્વરગુર્જરી'માં આજે સાવ ભિન્ન પ્રકારના બે ગરબા રજૂ કર્યા છે. એક પારંપરિક અને બીજો ક્રાંતિકારી. પહેલા ગરબામાં આપણી ગરવી ગુજરાતણ ભૂમિ ત્રિવેદીએ એમના હલકદાર કંઠે માતાજીની આરાધના કરી છે તો બીજા ગરબામાં વરિષ્ઠ ગાયિકા બંસરી યોગેન્દ્રએ સરૂપ ધ્રુવના શબ્દો દ્વારા નારીશકિતની ઉપાસના કરી છે.

> "એક બાજુ આપણે શક્તિની પૂજા કરીએ છીએ ને બીજી બાજુ ઘરની લક્ષ્મી, મા-દીકરીઓ પર દમન કરીએ છીએ. સમાજ અને દેશમાં સ્ત્રીઓ સાથે દુર્વ્યવહારની કલંકિત ઘટનાઓ બની રહી છે એ જોતાં સ્ત્રી-પુરુષ બન્નેએ આત્મમંથન કરવાની વધુ જરૂર છે." આવું દ્રઢપણે માનતાં સર્જક સરૂપ ધ્રુવે નારીશકિતને ઉજાગર કરતો સચોટ ગરબો લખ્યો ;
સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું
શેરીમાં સાદ કરી કહીશું રે લોલ
કેટલા જમાનાથી વેઠી છે વેદના
આવડો જુલમ નહીં સહેશું રે લોલ...!
શક્તિસ્વરૂપ માતાજીની આરાધના જરૂર કરીએ પરંતુ, ગૃહલક્ષ્મીનું માન સાચવવાનું ન ચૂકીએ.
રાસમણિનો રમણીય રાસ તથા નારીશક્તિને ઉજાગર કરતો ગરબો બન્ને વાચકોને જરૂર ગમશે.

indian music