29 January, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીકૃષ્ણની તસવીર
મનુષ્યનો પરમ ધર્મ એ છે કે જેનું આચરણ કરવાથી તેનામાં પ્રેમ થાય અને એ પ્રેમ ભગવાનમાં થાય એ ભક્તિ અને એ ભક્તિ પણ કેવી હોવી જોઈએ? એવી કે જેમાં એક જ ભાવ હોય કે તું જે કરે એ કબૂલ. હેતુ વગરની, ભયને કારણે કે લોભને કારણે ભજે એમ નહીં. અહેતુક - ગોપીઓએ જેમ નિર્વ્યાજ પ્રેમ આપ્યો એવો પ્રેમ. પ્રેમ કરો તો પ્રેમ કર્યા પછી કારણ પણ બતાવવું નહીં. કારણ બતાવવાથી પ્રેમનો મહિમા ઘટે છે. ‘જો તું મને પ્રેમ કરે તો હું આમ કરું’ આવું કહેનારો, માનનારો કે પછી આવી અપેક્ષા રાખનારો માણસ વેપારી માત્ર છે.
હું કહીશ કે ચોવીસ કલાક પ્રેમથી ભર્યા રહો અને એ શક્ય છે. ચોવીસ કલાક નફરત કરવી અશક્ય છે પણ ચોવીસ કલાક શાંત રહેવું શક્ય છે, પ્રેમ કરવો શક્ય છે. એક યુવાન આચાર્ય રામાનુજાચાર્ય પાસે ગયો અને કહ્યું, ‘મુઝે ભગવાન સે મિલના હૈ મહારાજ!’ રામાનુજાચાર્યે કહ્યું કે ‘પહલે મુઝે યહ બતાઓ, તુમને કભી કિસીસે પ્રેમ કિયા હૈ?’ પેલા માણસે નકારમાં જવાબ આપતાં કહ્યું, ‘નહીં, મૈંને પ્રેમ નહીં કિયા.’
એક વાર, બે વાર પૂછ્યા પછી રામાનુજે એ જ સવાલ ત્રીજી વાર પૂછ્યો કે ‘તુમ યાદ કર લો, ઠીક સે યાદ કર લો તુમને કભી કિસીસે ભી પ્રેમ કિયા હૈ?’
પેલા માણસે વિચારીને હવે જવાબ આપ્યો કે ‘નહીં મહારાજ! મેરા વિશ્વાસ કીજિએ, મૈંને કભી કિસીસે પ્રેમ નહીં કિયા. મૈં ઇતના ગિરા હુઆ નહીં હૂઁ, મૈંને કભી કિસીસે પ્રેમ નહીં કિયા.’
એ સમયે રામાનુજે જે કહ્યું એ જીવનભર યાદ રાખવા જેવું છે. રામાનુજે કહ્યું, ‘યદિ તુમને જીવન મેં કિસીકો પ્રેમ કિયા હોતા તો મૈં જાન લેતા કે તેરે ભીતર મેં કહીં પ્રેમ કા અંગારા પડા હૈ તો મૈં ઉસ અંગારે કો પ્રેમ મેં પરિવર્તિત કર સકતા થા. મૈં યહ પ્રેમ કે અંગારે કી આગ બના સકતા થા. ઇસ પ્રેમ કી આગ મેં તેરા અહં જલ કર ભસ્મ હો જાતા ઔર તેરા ‘મૈં’ મિટ જાતા ઔર તૂ પરમાત્મા કો પા જાતા, લેકિન જબ તક તેરા ‘મૈં’ બના હુઆ હૈ, તબ તક તૂ પ્રભુ કો ઉપલબ્ધ હો નહીં સકતા ક્યોં કિ જબ ‘મૈં’ થા તો પ્રભુ નહીં, અબ પ્રભુ હૈ તો ‘મૈં’ નહીં, પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ના સમાઇ. જબ તૂને કિસીસે પ્રેમ કિયા હી નહીં તો મૈં તુઝે કૈસે મદદ કર સકતા હૂઁ? પ્રેમભક્તિ કા યહ માર્ગ હૈ ઔર જબ ચેતના કા વિકાસ હોતા જાતા હૈ, ધર્માચરણ હમ કરતે હૈં તો ચેતના કા વિકાસ હોતા હૈ તો હમારા પ્રેમ અનંત કી ઓર બહતા ચલા જાતા હૈ.’
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
( પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે )