World Rose day:કેન્સર પીડિતોને રોઝ આપી ઉજવાય છે આ દિવસ, જાણો ઈતિહાસ  

22 September, 2021 05:08 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દરેક વ્યક્તિએ ફેબ્રુઆરીમાં આવનારા `રોઝ ડે` વિશે સાંભળ્યું જ હશે, પરંતુ શું તે સપ્ટેમ્બરમાં પણ ઉજવાય છે. જાણો અહીં શા માટે કેવી રીતે ઉજવાય છે આ દિવસ

પ્રતીકાત્મક તસવીર

દરેક વ્યક્તિએ ફેબ્રુઆરીમાં આવનારા `રોઝ ડે` વિશે સાંભળ્યું જ હશે, પરંતુ શું તે સપ્ટેમ્બરમાં પણ ઉજવાય છે, તમારો જવાબ ના હશે કારણ કે આપણામાંના ઘણાને ખબર નહીં હોય કે આ મહિનામાં પણ 22 મી તારીખે વર્લ્ડ રોઝ ડે ઉજવવામાં આવે છે અને તે કેન્સરના દર્દીઓને સમર્પિત છે, તેમને ગુલાબ આપીને તેમને ખુશ રાખવાનો આ એક નાનકડો પ્રયાસ છે, જેના દ્વારા આપણે તેમના દુ: ખને થોડું હળવું કરી શકીએ છીએ.

22 સપ્ટેમ્બરે રોઝ ડે મનાવવામાં આવે છે, જ્યારે 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે કેન્સર ડે પર `હું છું અને હું કરીશ` રાખવામાં આવી હતી.

 શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ રોઝ ડે

કેનેડાની મેલિન્ડા રોઝની યાદમાં દર વર્ષે 22 સપ્ટેમ્બરના રોજ રોઝ ડે ઉજવવામાં આવે છે.  મેલિન્ડા રોઝની બ્લડ કેન્સરની સારવાર કરવામાં આવી હતી, સારવાર બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે મેલિન્ડા રોઝ એક  અઠવાડિયાં કરતાં વધુ સમય સુધી જીવી શકશે નહીં પરંતુ તે પોતાની હિંમત અને જોમનાં જોરે લગભગ 6 મહિના સુધી જીવિત રહ્યાં હતાં. ખાસ વાત એ છે કે મેલિન્ડા રોઝે આ 6 મહિનામાં ક્યારેય કેન્સરને હરાવવાની આશા છોડી નથી.

આ સમય દરમિયાન મેલિન્ડાએ કેન્સરના દર્દીઓ સાથે સમય પસાર કર્યો, તેમના જીવનમાં થોડી ખુશીઓ લાવવા માટે કવિતાઓ અને ઈ-મેલ લખ્યા હતાં. 22 સપ્ટેમ્બરના રોજ તેમના મૃત્યુની યાદમાં વર્લ્ડ રોઝ ડે ઉજવવામાં આવે છે.

 કેન્સરના દર્દીઓને ગુલાબ આપવામાં આવે છે

આ દિવસ કેન્સર સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવા માટે સમર્પિત છે, કારણ કે લગભગ તમામ કેન્સરની સારવારમાં ઘણી બધી શારીરિક પીડા હોય છે, તેથી કેન્સરના દર્દીઓને ખુશ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ કેન્સર સામે લડતા લોકોને જીવવા અને તેમના જીવનમાં ખુશીઓ લાવવા માટે પ્રેરિત કરવાનો છે, આ દિવસ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. `વર્લ્ડ રોઝ ડે` ના દિવસે કેન્સરના દર્દીને કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવાની તાકાત આપવા માટે ગુલાબ આપવામાં આવે છે.

ગુલાબના ફૂલ આપીને સંદેશ આપવામાં આવે છે કે જીવન હજી પૂરું થયું નથી તે હિંમત કેળવવાનો એક પ્રયાસ છે, જેના માટે `વિશ્વ ગુલાબ દિવસ` ઉજવવામાં આવે છે.

culture news cancer