Whiskers, તમારા ભાઇને આ ગ્રૂમિંગ પ્રોડક્ટ ભેટ આપી બનાવો કૂલ ‘બ્રો’

28 July, 2020 11:01 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Whiskers, તમારા ભાઇને આ ગ્રૂમિંગ પ્રોડક્ટ ભેટ આપી બનાવો કૂલ ‘બ્રો’

તમારા ભાઇને પણ બનાવો કૂલ ડ્યુડ, આપો વ્હિસ્કર્સની ભેટ.

રક્ષાબંધન નજીક છે ત્યારે પોતાના સ્ટાઇલિશ ભાઇઓને કંઇ અવનવી ભેટ આપવાનું તો બહેનો વિચારતી જ હોય ત્યારે વ્હિસ્કર્સ એક સારો વિકલ્પ બની રહેશે. વ્હિસ્કર્સ એ મેન્સ ગ્રૂમિંગ અને ટેટ્ટુ આર્ટકેર પ્રોલક્ઝરી પ્રોડક્ટ છે. વ્હિસ્કર્સનાં કો-ફાઉન્ડર્સ છે આકાશ ગોસ્વામી, હાર્દિક વરિયા અને જાણીતી ટેલિવિઝન પર્સનાલિટી રણવિજય.

રણવિજય જે પોતે એક સેલિબ્રેટેડ પર્સનાલિટી છે તેના મતે ગ્રૂમિંગ અને સ્ટાઇલિંગ એ દરેક માટે અગત્યનાં છે જે પોતે સારા દેખાવા માગતા હોય અને ‘ફિલ ગુડ’ ફેક્ટરને મહત્વ આપતા હોય. તે ઉમેરે છે કે,“સૌથી અગત્યની ચીજ છે કૉન્ફીડન્સ. તમે ગમે એટલી સ્ટાઇલ કરો, કે ગ્રૂમિંગ કરી લો પણ જો તમારામાં આત્મવિશ્વાસ ન હોય તો તમે ધાર્યો પ્રભાવ નહીં પાડી શકો.”

આ અંગે વાત કરતા આકાશ ગોસ્વામીએ જણાવ્યું કે, “ફેલાઇન ફેમિલીમાં વ્હિસ્કર્સ અગત્યનું ફિચર હોય છે, વ્હિસ્કર્સ એટલે કે પ્રાણીની મૂછ પણ આમ તો તેનો મૂળ અર્થ છે મ્હોંની આસપાસ ઉગતી દાઢી અને અમારી પ્રોડક્ટ સિંહ જે ફેલાઇન પ્રજાતીનો રાજા છે તેની છટા સાથે મેળ ખાય છે. ભારતમાં પુરુષો ગ્રૂમિંગ કરતા થયા છે પણ છતાં ય આ ઇન્ડસ્ટ્રીમાં બહુ વિકલ્પો નથી અને માટે જ અમે આ પ્રોડક્ટ્સ લોન્ચ કરી.”  

પુરુષો અને ગ્રૂમિંગ અંગે વાત કરતા હાર્દિક વરિયા કહે છે, “પુરુષો હંમેશાથી દેખાવ પ્રત્યે સભાન તો હતા પણ તેમને એ માટે યોગ્ય પ્રોડક્ટ્સ અને વિકલ્પ નહોતા મળતા. આજે પણ પુરુષો થોડું હેરજેલ કે જરૂર પડ્યે સહેજ મેકઅપ કરી જ લે છે. સોશ્યલ મીડિયાનો રોલ પણ બહુ મોટો છે જેને કારણે જેન્ડરની જે ફિક્સ માન્યતાઓ છે તેમાંથી આપણે બહાર નીકળ્યા છીએ. પુરુષોના ગ્રૂમિંગમાં અમે મદદ કરી શકીએ એથી રૂડું શું હોય વળી.”

ત્રણે જણાએ રક્ષાબંધન સાથે જોડાયેલી લાગણીઓ પણ વ્યક્ત કરી. આકાશ ગોસ્વામીએ કહ્યું કે, “ભાઇ બહેનનો એવો સંબંધ જે માણસની હાર્ડડિસ્કમાં સૌથી વધુ ડેટા લે છે. યાદોની પોટલી તો ક્યારેય ખાલી નથી થતી અને લડાઇ કે રકઝક પણ એટલાં જ અગત્યનાં હોય છે. અને રક્ષાબંધન આ લાગણીઓ જ ઉજવે છે.” હાર્દિકે વરિયાએ કહ્યું કે રક્ષાબંધનની સૌથી યાદગાર ભેટ તેમણે તેમની બહેનને આપેલી કસ્ટમાઇઝ્ડ રીંગ હતી જેમાં ડિજીટલ વૉચ હતી કારણકે તેને માટેએ મોટી સરપ્રાઇઝ હતી.

રણવિજયનાં ઢગલો વિમન ફોલોઅર્સ છે પણ તે પોતે બહુ કૂલ ભાઇ પણ છે. તે કહે છે, “હું અને મારો ભાઇ મારી બહેનનાં બેસ્ટ ફ્રેન્ડ્ઝ છીએ અને એ જ કદાચ સૌથી કૂલ બાબત છે. જે ભાઇ પોતાની બહેનની રક્ષા કરે અને જે પાર્ટનરી ઇન ક્રાઇમ હોય તેનાથી વધારે તો શું જોઇએ એક બહેનને. હું મારી બહેનનો એવો ભાઇ છું જે તેનો બેસ્ટ ફ્રેન્ડ છે, સિક્રેટ્સ શેર કરવા માટે હાજર છે તથા તેને પ્રોત્સાહન આપી જરૂરી હોય ત્યાં તેને સૂચન પણ કરે છે.”આ વ્હિસ્કર્સના ફાઉન્ડર્સનો વિચાર છે અને તે જ તેમને કૂલ બનાવે છે, તો પછી આ પ્રોડક્ટ પણ એટલી જ કૂલ ગિફ્ટ રહેશે. તમારા ભાઇને પણ બનાવો કૂલ ડ્યુડ અને આપો વ્હિસ્કર્સની ભેટ.

life and style