થોડા દિવસો પહેલાં જ ઇન્દોરમાં કેટલીક મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાઇરલ થતાં જ પુરુષો દાઢીમાં સારા લાગે કે દાઢી વગર એવી ડિબેટ શરૂ થઈ ગઈ. એક તરફ સેલિબ્રિટીઝમાં બિઅર્ડેડ લુક હૉટ છે ત્યારે ક્લીન શેવ લુક માટે મહિલાઓ અભિયાન ચલાવે એ બન્ને વાત કંઈ વિરોધાભાસી ન લાગે? અમે કેટલાંક કપલને જ પૂછ્યું કે શું પતિની દાઢીને લઈને પત્નીઓ ખુશ છે કે તેમને ત્યાંય બબાલ થાય છે? વાંચી લો યુગલોની હળવીફૂલ નોકઝોંકભરી વાતો
થોડા દિવસ પહેલાં મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મહિલાઓએ એવા મુદ્દે વિરોધ-પ્રદર્શન કર્યું કે એ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું. આ મહિલાઓ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથે રસ્તા પર ઊતરી હતી. આનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. વિવિધ મુદ્દે વિરોધ-પ્રદર્શન થતાં હોય છે, પણ ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડ સાથેનું આ અજીબોગરીબ પ્રદર્શન લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. આમ તો ક્લીન શેવ વર્સસ બિઅર્ડના મુદ્દે અવારનવાર ડિબેટ થતી રહી છે. ઘણી મહિલાઓને પુરુષોની ક્લીન અને સ્મૂધ દાઢી વધુ પસંદ હોય છે. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે દાઢી રાખવાવાળા પુરુષો શારીરિક અને સામાજિક રીતે વધુ પ્રભાવી લાગે છે. એટલે મહિલાઓ તેમનાથી વધુ આકર્ષિત થાય છે. એમાં પણ આજની યંગ જનરેશનમાં બિઅર્ડનો ક્રેઝ વધુ જોવા મળે છે. એવામાં આ મહિલાઓની ક્લીન શેવ બૉયફ્રેન્ડની ડિમાન્ડે ફરી લોકોમાં દાઢી રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ એ મુદ્દે વિવાદનો મધપૂડો છેડ્યો છે. આજે એવાં કેટલાંક કપલ સાથે વાતચીત કરીને જાણીએ કે શું તેમના વચ્ચે પણ દાઢીને લઈને ઘરમાં રકઝક થાય છે? તેમનો શું એક્સ્પીરિયન્સ રહ્યો છે?
13 November, 2024 06:10 IST | Indore | Heena Patel