નવરાત્રિમાં ટેટુ બનાવતા પહેલા આ વાંચી લેજો, છે એલર્જીનો ખતરો

04 September, 2019 03:35 PM IST  |  મુંબઈ

નવરાત્રિમાં ટેટુ બનાવતા પહેલા આ વાંચી લેજો, છે એલર્જીનો ખતરો

આજકાલ ટેટુ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિ આકર્ષક દેખાવા માટે જાત જાતની ડિઝાઈનના ટેટુ હાથ, પગ, ગરદન કે શરીરના અન્ય હિસ્સા પર પડાવે છે. અને હવે નવરાત્રિ આવી રહી છે, ત્યારે નવરાત્રિ દરમિયાન તો ટેટ્ટુનો ટ્રેન્ડ ખૂબ જ ચાલે છે. પરંતુ તમે ટેટુ બનાવતા પહેલા વિચારી લેજો. કારણ કે ટેટુ બનાવ્યા બાદ તે ફક્ત સ્યાહી જનથી રહેતી, પરંતુ તમારી ત્વચામાં એલર્જી પણ કરી શકે છે.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ચમકીલા રંગના ટેુટ તમારા લિમ્ફ નોડ્સ એટલે કે શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં ધાતુઓનો રિસાવ કરી શકે છે. તમારા શરીરમાં આ શાહી એલર્જી કરી શકે છે. નવા રિસર્ચમાં ખુલાસો થયો છે કે ટેટુ પાડતી સોઈની ધાતુના નાના નાના કણ તમારી ત્વચામાં પ્રવેશે છે, અને લિમ્ફ નોડમાં ફરવા લાગે છે. તેનાથી એલર્જીની સમસ્યા સર્જાય છે.

ફ્રાંસના ગ્રેનોબલમાં યુરોપિયન સિંક્રોટ્રાન રેડિએશન ફેસિલિટીના વૈજ્ઞાનિકોએ ટેટુ પડાવનાર લોકોના લિમ્ફ નોડમાં નિકલ અને ક્રોમિયમ ધાતુ શોધી છે. આ ધાતુઓ તમને શરીરની અંદર એલર્જી કરી શકે છે. જ્યારે ટેટુ બનાવતા માટે રંગીન પદાર્થનો ઉપયોગ થાય છે, ત્યારે ટેટુની સોઈ દ્વારા આ ધાતુઓ નીકળે છે. સફેદર રંગની શાહીના ટાઈટેનિયમ ડાયોક્સાઈડ કહેવાય છે. જેને વાદળી, લીલા અને લાલ રંગમાં મિક્સ કરવામાં આવે છે. અમેરિકામાં ટેટુ બનાવવાનું ચલણ લોકપ્રિય થયું છે. ખાસ કરીને કિશોરો અને યુવાનોમાં તે ખૂબ જ ટ્રેન્ડિંગ છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના એક સર્વેમાં ખુલાસો થયો છે કે 18થી 29 વર્ષના 40 ટકા લોકો ઓછામાં ઓછું એક ટેટુ તો બનાવે જ છે.

ESRFના વૈજ્ઞાનિક ઈનેસ શ્રાઈવરનું કહેવું છે કે આયર્ન, ક્રોમિયમ, નિકલ અને શાહીના રંગ વચ્ચે સંબંધ શોધવા માટે અમે પાછળના રિસર્ચો તપાસી રહ્યા હતા. કેટલાક નમૂનાનો અભ્યાસ કર્યા બાદ અને ધાતુ શોધી કાઢ્યા બાદ અમને લાગ્યું કે અહીં કંઈક તો ગરબડ છે. ત્યાર બાદ અને સોઈની તપાસ કરી તો જાણવા મળ્યું કે ટેટુ બનાવનારી સોઈની ધાતુના નાના નાના કણ ત્વચામાં પ્રવેશ કરે છે. અને લિમ્ફ નોડમાં ફેલાયા બાદ તેનાથી એલર્જી થાય છે. આ અધ્યયન જર્નલ પાર્ટિકલ એન્ડ ફાઈબર ટોક્સિકોલોજીમાં પ્રકાશિત થયા છે.

navratri skin care life and style fashion