પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં PM મોદીની જામનગરની પાઘડી વિશે જાણો

26 January, 2021 03:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં PM મોદીની જામનગરની પાઘડી વિશે જાણો

નરેન્દ્ર મોદી - (તસવીર સૌજન્ય - ANI)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના 72 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ખાસ પાઘડીમાં જોવા મળ્યા છે. તેમણે જામનગરની લાલ રંગની એક વિશેષ પાઘડી પહેરીને સાફા બાંધવાની પરંપરાને આગળ વધારી હતી. જામનગરના રાજવી પરિવારે વડા પ્રધાનની આ પાઘડી તેમને ભેટ આપી હતી. લાલ રંગની આ હાલારી પાઘડી પર પીળા રંગના ડોટ્સ નજર આવી રહ્યા છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ પરંપરાગત કુર્તા પાયજામા સાથે જેકેટ અને ખભા પર શાલ રાખી હતી. વડા પ્રધાન સ્ટાઈલ સ્ટેટમેન્ટની ખૂબ કાળજી લે છે, તેમની પાઘડી દર વર્ષે ખૂબ જ વિશેષ હોય છે. ચાલો આપણે જાણીએ કે પાછલા વર્ષોમાં નરેન્દ્ર મોદીએ કઈ-કઈ પાઘડી પહેરી હતી.

PM નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય - ANI)

વડા પ્રધાને ગણતંત્ર દિવસ ઉજવણીમાં બાંધણી પ્રિન્ટનો સાફો પહેર્યો હતો. કેસરિયા રંગના સાફાનો એક ભાગ પાછળની તરફ કમર પર લટકતો રહ્યો હતો. તેમ જ આ કેસરિયા રંગના સાફામાં લીલો રંગ પણ સામેલ હતો. સાથે જ તેમાં બારીક સુંદર રેખાઓ દોરવામાં આવી હતી, જેની સાથે સફેદ કુર્તો અને બ્રાઉન રંગનું જેકેટ પરફેક્ટ મેચિંગ કર્યું હતું.

વર્ષ 2018ના ગણતંત્ર દિવસ દરમિયાન મોદીજીએ ઘણા રંગની પાઘડી પહેરી હતી. તેમનો પોકેટ સ્ક્વેર પણ મલ્ટીકલરનો હતો. મોદીએ તે વર્ષે ક્રીમ રંગનો કુર્તો અને કાળા રંગના જેકેટની પસંદગી કરી હતી.

તેમ જ વર્ષ 2019માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાઘડીની પરંપરા આગળ વધારી હતી. પીળા રંગની પાઘડી જેના પર લાલ અને લીલા રંગના બાંધણીના પ્રિન્ટની ઘણી પટ્ટીઓ લગાવી હતી.

narendra modi fashion news fashion life and style republic day