દસ ચાવીઓનો ઝૂડો, કટર, ઓપનર ને બ્લુટૂથ બધું જ આ નાનકડા કીચેઇનમાં

28 June, 2021 01:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘર, દુકાન, ઑફિસ, વાહન એમ જાતજાતની ચાવીઓ સાથે રાખવાની હોય એવા પુરુષો માટે આ સ્માર્ટ કી ઑર્ગેનાઇઝર મસ્ટ હૅવ આઇટમ છે

સ્માર્ટ કીચેન

તમે વારંવાર ચાવીઓ ક્યાંક ભૂલી જાઓ છો કે પછી ચાવીઓ ખોઈ નાખવાની તમારી આદત કેમેય જતી જ નથી? તો તમારા માટે કી-ઑર્ગેનાઇઝર ખૂબ મજાનું છે. કી સ્માર્ટ પ્રો નામનું આ ઑર્ગેનાઇઝર લીધા પછી કદી ચાવીઓ ખોવાશે નહીં. ચાવીઓ રાખવાનો એકદમ મૉર્ડન રસ્તો હવે આવી ગયો છે. ગયા વર્ષના અંતમાં લૉન્ચ થયેલી આ પ્રોડક્ટની હમણાં જબરી ડિમાન્ડ નીકળી છે. એનું સૌથી પહેલું કારણ એ કે આ કીચેઇન તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટેડ રહી શકતું હોવાથી તમે એ સ્માર્ટફો દ્વારા એને ટ્રૅક કરી શકશો. ક્યાંક સોફા પાછળ કે કાર્પેટની નીચે ચાવી પડી ગઈ હશે તો સ્માર્ટફોન ટ્રૅકર ઑન કરતાં જ ચાવી ફોનની જેમ રણકવા લાગશે અને તમને એની ભાળ મળી જશે.

દસ ચાવીઓનો સાઇલન્ટ ઝૂડો  |  આ કીચેઇનની બીજી ખાસિયત એ છે કે તમે એમાં એક સાથે દસ ચાવીઓ ભરાવી શકશો. જુદી-જુદી ચાવીઓ અલગ-અલગ રીતે રાખવાને બદલે એક જ ઑર્ગેનાઇઝરમાં રાખવાથી સુગમતા રહે છે. અને હા, દસ ચાવીઓનો ઝુડો એક કેસમાં એવી રીતે ગોઠવી શકાય છે કે એ દૂરથી સહેજ મોટી પેન ડ્રાઇવ જેવી જ લાગે છે અને હા, મૅગ્નેટિક ફીલ્ડને કારણે એ અંદર જ ગોઠવાયેલી રહે છે અને ખિસ્સામાં મૂકી હોય તો ખણખણાટ પણ જરાય નહીં. ઑલમોસ્ટ સાઇલન્ટ ચાવીઓનો ઝૂડો સમજી લો.

બીજું શું-શું છે એમાં?  |  એમાં ફ્લૅશલાઇટ પણ છે જે ઇમર્જન્સીમાં ટૉર્ચની ગરજ સારે છે

બૉટલ ઑપનર પર એમાં છે અને ટચૂકડી છરી પણ છે જે નાની મોટી ચીજ કાપવામાં કામ લાગે છે.

એમાં ટચૂકડું સ્ક્રૂ-ડ્રાઇવર પણ સમાયેલું છે જે અચાનક કોઈ નાનીમોટી ચીજના સ્ક્રૂ ઢીલા કે ફિટ કરવા કામ લાગશે.

બ્લુ-ટૂથ ટ્રૅકર અને પૉકેટમાં ફિક્સ કરીને રાખી શકાય એવું હૂક પણ છે.

શું કિંમત?  |  ૪૦ ડૉલર્સ એટલે કે લગભગ ૩૦૦૦ રૂપિયાની કિંમત છે જે બે વર્ષની વૉરન્ટી સાથે આવે છે.

ક્યાંથી મળશે?  |  amazon અને aliexpress પર

columnists fashion