કિચનમાં હોઉં તો મને એવું લાગે કે જાણે હું સાયન્ટિસ્ટ છું

06 April, 2021 03:18 PM IST  |  Mumbai | Rashmin Shah

ગુજરાતી રંગભૂમિ, સિરિયલ અને ફિલ્મોની જાણીતી ઍક્ટ્રેસ રિદ્ધિ દવે માને છે કે રૉ-મટીરિયલમાંથી ટેસ્ટી આઇટમ તૈયાર કરી બતાવે એ સાયન્ટિસ્ટ જ કહેવાય

રિદ્ધિ દવે

આખા દિવસનું કામ કરીને રાત્રે ઘરે આવું એટલે ઘરમાં દાખલ થતાં વેંત મને ખીચડી યાદ આવે. ખીચડી મારી ફેવરિટ, દર બીજા દિવસે રાતે જમવામાં ખીચડી હોય. તમે માનશો નહીં પણ મને ભૂખ લાગે ત્યારે પણ સૌથી પહેલાં ખીચડી યાદ આવે. ગુજરાતી ક્વિઝીન મને બધું ભાવે. આપણી ગુજરાતી થાળીમાં બધાં સત્ત્વ અને સ્વાદ આવી જાય. દાળ, ભાત, શાક, રોટલી, પાપડ, છાશ, સૅલડ. આટલી ડીટેલ્ડ થાળી જગતમાં બીજા કોઈ ક્વિઝીનની નહીં હોય એ હું ખાતરી સાથે કહી શકું.

ફૂડની બાબતમાં મારા કેટલાક નિયમો છે, જેમાંનો પહેલો અને અગત્યનો નિયમ; બને ત્યાં સુઘી ઘરનું જ જમવું. બીજો નિયમ, ફ્રૂટ્સ ખાવા પર વધારે જોર આપી સીઝનલ ફ્રૂટ્સ ખાવાનાં જ ખાવાનાં.

ધ ડે પ્લાન

સવારથી સાંજ સુધીનું બધું ફૂડ મારા ઘરેથી જ આવે, પણ ડિનર ઘરે જ કરવાનું એવો મારો નિયમ છે. બ્રેકફાસ્ટમાં બનાના અને થિક શેક હોય સાથે પૌંઆ કે ઉપમા. લંચમાં આપણું ટિપિકલ ગુજરાતી ટિફિન જેવું જ ફૂડ હોય અને ઘરના ફૂડમાં કોઈ જાતનાં બંધનો નહીં. હા, રોટલી ઓટ્સની કે જવની હોય અને દહીંનું પ્રમાણ જમવામાં વધારે હોય. સાંજે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં ફ્રૂટ, ડ્રાયફ્રૂટ હોય અને બનાના તો હોય જ. બનાના મારું ફેવરિટ ફ્રૂટ છે. દિવસમાં હું બેથી ત્રણ કેળાં આરામથી ખાતી હોઈશ. સીઝનલ ફ્રૂટ્સ પણ ખાવાનું હું રાખું. સીઝનલ ફ્રૂટ્સ જે-તે સીઝનમાં ટકી રહેવાનું પોટેન્શ્યલ ધરાવતાં હોય છે એટલે એ તો બધાએ ખાવાં જ જોઈએ.

ખાવાપીવાની બાબતમાં મારી એક મારી આદત એવી છે જેને તમે ખરાબ ગણાવી શકો. મને દિવસ દરમ્યાન ચારેક કપ ચા જોઈએ. કામ વધારે હોય તો ચા વધી જાય. મારા ચાના કપની સાઇઝ નાની નથી હોતી, મને મોટો મગ ભરીને ચા પીવા જોઈએ. ચા મારી ફેવરિટ છે. પણ હા, મારી ચા બનાવવાની રીત થોડી અલગ છે. ચાની પત્તીમાં ગ્રીન પત્તી વાપરવાની, એમાં શુગર હોય પણ સાવ થોડી અને ક્રીમ બે સ્પૂન. બસ. ઇંગ્લિશ ટી હોય એવી મારી ચા હોય છે. સામાન્ય રીતે મને સ્વીટ્સનું ક્રેવિંગ હોતું નથી પણ હમણાં-હમણાં થાય છે. ચૉકલેટ, કેક, કુકીઝ જોઈને હું મારી જાતને રોકી નથી શકતી એટલે હું બને ત્યાં સુધી શૉપિંગ કરવા નથી જતી. જો હું શૉપિંગ પર જાઉં તો મૅક્સિમમ સ્વીટ્સ અને ચૉકલેટ્સ લઈને જ આવી જઉં.

લૉકડાઉન બ્લેસિંગ્સ

હું ફૂડી ખરી પણ કુકિંગ મેં લૉકડાઉનમાં શરૂ કર્યું. ઘરે કુક

એટલે એ જ બનાવતો પણ લૉકડાઉનમાં હાઉસ-હેલ્પ બંધ થઈ એટલે મને દાદી પદ્માબહેન, નાની સરિતાબહેન અને મમ્મી કેતકીબહેન પાસેથી જે કંઈ શીખવા મળ્યું એ બધાનો અમલ મેં ચાલુ કર્યો. મેં દાળથી કુકિંગની શરૂઆત કરી, હવે તો પીત્ઝા અને પીત્ઝાનો બેઝ સુધ્ધાં ઘરે બનાવું છું. હું જ્યારે પણ અટકું ત્યારે મમ્મીને ફોન કરું. જો મેં કોઈ ગોટાળો કર્યો હોય તો મમ્મી ખિજાય જ. કુકિંગ દેખાવે બહુ ઈઝી ટાસ્ક છે, પણ એવું છે નહીં. કુકિંગ માટે પૂરતું ફોકસ જોઈએ. શરૂઆતમાં તો મને એવું લાગતું કે હું આ શું કરું છું. એક બાજુ દાળ બનતી હોય, બીજી બાજુ શાક બનાવતી હોઉં. ફટાફટ રોટલી તૈયાર કરું અને ત્યાં સુધીમાં ભાત બની ગયા હોય. આ બધું કરતાં મને એમ જ લાગે કે હું જાણે સાયન્ટિસ્ટ છું, હવે જ્યારે નિરાંતે વિચારું છું ત્યારે મને થાય છે કે ખરેખર આપણી બધી લેડીઝ એ રીતે સાયન્ટિીસ્ટ જ છે કે રૉ-મટીરિયલમાંથી આટલું સરસ ફૂડ ઇન્વેન્ટ કરે છે.

બ્લન્ડર બબલ્સ

મારાં બ્લન્ડર એવાં ઇન્ટરેસ્ટિંગ નથી કે તમને હસવું આવે પણ હા, મેં માર્યાં છે ખરાં. છેલ્લી ઘડી સુધી મારાથી સરખી રોટલી ન થાય એટલે પછી હું મારી રીતે રોટલીને બદલે જાડી કુકીઝ જેવું બનાવી લઉં કે પછી દાળ બનાવતી વખતે મસાલા નાખવાનું જ ભૂલી ગઈ હોઉં અને પછી એ મારે ઉપરથી ઍડ કરવા પડ્યા હોય. ભાત બનાવવા મૂક્યા હોય અને પછી ખબર પડે કે કુકરમાં પલાળેલા ચોખાનો બાઉલ તો મૂકવાનો રહી ગયો છે! પણ હા, એ બધાની એક મજા છે.

columnists Rashmin Shah