​ડિજિટલ ડોસા ટ્રાય કરવા છે?

20 April, 2024 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મસાલા ડોસા માટે ઑપરેટર મસાલો લઈને એકદમ યોગ્ય સમયે તવા પર રાખે છે. જો પ્લેન ડોસા બનાવવા હોય તો આ મશીનમાં કોઈ માનવીય હસ્તક્ષેપની જરૂર પડતી નથી

ઑટોમૅટિક ડોસા-મેકિંગ મશીન

ડોસા દેખાવે ભલે સૉફ્ટ અને પાતળા હોય, પણ એને પર્ફેક્શન સાથે બનાવવા એ એક કળા છે. ડોસાના બૅટરને યોગ્ય કન્સિસ્ટન્સી સાથે ગ્રાઇન્ડ કરવાથી લઈને એને ગરમ તવા પર રેડવું, ડોસાને ધ્યાનપૂર્વક રોલ કરીને પ્લેટમાં મૂકવો એ દરેક સ્ટેપ જાણે પરંપરા છે. જો આમાંથી એક પણ સ્ટેપમાં સ્કિલ ઓછી પડે તો પર્ફેક્ટ ડોસા ન બની શકે. જોકે બોરીવલીમાં ‘ડોસા અન્ના’ નામના ફૂડ-આઉટલેટમાં ઑટોમૅટિક ડોસા-મેકિંગ મશીન મૂકવામાં આવ્યું છે જે દિવસમાં ૨૦૦૦ જેટલા ડોસા બનાવી શકે છે.

‘ડોસા અન્ના’માં લગભગ માણસ જેટલી ઊંચાઈ ધરાવતું મશીન સંપૂર્ણપણે ઑટોમેટેડ છે જે આજુબાજુના વિસ્તારોમાં અને અહીં આવતા ગ્રાહકોમાં નવાઈ સર્જે છે. કેટલાકે આ મશીન-મેડ ડોસાને ‘ડિજિટલ ડોસા’, ‘નો-ટચ ડોસા’ અને ‘ડોસા પ્રિન્ટર’ જેવાં નામ આપ્યાં છે.

મશીનમાં ટેમ્પરેચર-કન્ટ્રોલ્ડ તવા પર નોઝલમાંથી બૅટર રેડવામાં આવે છે. એકદમ ચોકસાઈ સાથે અને ક્લૉકવર્કની જેમ રોલર ફરે છે અને ખીરું તવા પર રેડાય છે. 
મસાલા ડોસા માટે ઑપરેટર મસાલો લઈને એકદમ યોગ્ય સમયે તવા પર રાખે છે. જો પ્લેન ડોસા બનાવવા હોય તો આ મશીનમાં કોઈ માનવીય હસ્તક્ષેપની જરૂર પડતી નથી. ડોસામાં મસાલા, પોડી કે ચૉપ્ડ વેજિટેબલ્સ નાખવાં હોય તો એ કામ સ્ટાફે જ કરવું પડે છે. 

- દેવાશિષ કાંબલે

ડોસા અન્ના
ક્યાં - લોટસ બિલ્ડિંગ, પ્રણયનગર, વઝીરા, 
બોરીવલી-વેસ્ટ.
સમય - સવારે ૮થી રાતે ૧૦ વાગ્યા સુધી, દરરોજ

street food mumbai food borivali