આજની રેસિપી

28 July, 2026 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લીચીની મીઠાશ, ઘરેલુ રસગુલ્લા અને ક્રીમી કસ્ટર્ડનું અનોખું કોમ્બિનેશન આ ડેઝર્ટને ખાસ બનાવે છે. મહેમાનો હોય કે પરિવાર સાથેની મીઠી પળો, આ સરળ અને સ્વાદિષ્ટ લીચી રસગુલ્લા ડિલાઇટ દરેકને પસંદ આવશે.

આજની રેસિપી : લીચી કસ્ટર્ડ વિથ રસગુલ્લા

સામગ્રી : ૫૦૦ ગ્રામ દૂધ, ૧૫ લીચી, એક ચમચી કસ્ટર્ડ પાઉડર, ૩ ચમચી સાકર, ચમચી મિલ્ક પાઉડર, ૧/૪ ચમચી એલચી, કેસર, પિસ્તા
રસગુલ્લા : ૫૦૦ ગ્રામ દૂધ ગરમ કરવું. એમાં લીંબુનો રસ અને પાણી મિક્સ કરીને ધીમે-ધીમે ફાડવું. એમાંથી પનીર અલગ તારવીને ધોઈ લેવું. એ પછી એને ખૂબ મસળીને નાના ગુલ્લા બનાવવા. ૩ કપ પાણીમાં ૩ ચમચી સાકર નાખીને ઉકાળવું. એમાં પનીરના ગુલ્લા નાખવા. રસગુલ્લા પાકીને ઉપર આવી જાય ત્યાં સુધી ઉકાળવા.
રીત : દૂધ ઊકળવા મૂકવું. બરાબર ઊકળે એટલે કસ્ટર્ડ પાઉડરને એક કપ દૂધમાં ઓગાળીને નાખીને હલાવતા રહેવું. એ પછી મિલ્ક પાઉડર ઓગાળીને નાખવો. પાંચ મિનિટ ઊકળે એટલે ઉતારી લેવું. લીચી‍ને ફોલીને એને ચર્ન કરવી. દૂધ મિક્સ કરીને બ્લેન્ડરથી ચર્ન કરી લેવું. બનાવેલા કસ્ટર્ડ દૂધમાં રસગુલ્લા અને બીજી લીચીના નાના ટુકડા કરીને નાખવા. એને ઠંડું કરવા ફ્રિજમાં મૂકવું અને પછી ઉપયોગમાં લેવું.                   

lifestyle news life and style food and drink food news indian food