આજની રેસિપી: બાજરીનાં વડાં

13 May, 2026 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેસીપી અહીં વાંચો...

બાજરીનાં વડાં

સામગ્રી : ૨ કપ સમારેલી મેથી, બાજરીનો લોટ દોઢ કપ, ૧/૪ કપ ઘઉંનો લોટ, ૧/૪ કપ રવો, ૧ ચમચી ચણાનો લોટ, ૧/૨ કપ દહીં, ૧/૨ ચમચી હળદર, મીઠું, ૧ ચમચી લાલ મરચું, ચપટી હિંગ, ૧/૨ ચમચી અજમો, ૧ ચમચી વરિયાળી, ૨ મોટા ચમચા તલ, ૩ ચમચા ગોળ, ૧/૨ ચમચી બેકિંગ સોડા, ૧ ચમચી લીંબુનો રસ, ૧/૨ કપ કોથમીર, ૧ ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, તેલ તળવા માટે, પાણી

રીત : દહીંમાં બે ચમચા તેલ અને બધા મસાલા તથા મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરો. હવે એમાં મેથી, કોથમીર, આદું-મરચાં-લસણની પેસ્ટ, બાજરીનો લોટ, ઘઉંનો લોટ, રવો, ચણાનો લોટ અને થોડું પાણી નાખીને મધ્યમ લોટ બાંધો. એક માપના લૂવા કરીને ભીના કપડાની વચ્ચે મૂકીને બધા લૂવા વાટકીથી દબાવો. એના પર થોડું પાણી લગાડીને સફેદ તલ દબાવો. હવે પેણીમાં તેલ ગરમ કરીને બધાં વડાં બેઉ બાજુ ધીમા તાપે લાલ થાય ત્યાં સુધી તળો. મિલેટનો આ બહુ જ ટેસ્ટી નાસ્તો ઑલ ટાઇમ ફેવરિટ છે.

food and drink food news indian food mumbai food health tips life and style lifestyle news