રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

17 May, 2022 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે વાંચો આ ત્રણ રેસિપી

પ્રતીકાત્મક તસવીર

મૈસૂર ઢોકળાં પીત્ઝા

ચેતના મિહિર ઠક્કર, મુલુંડ-વેસ્ટ

સામગ્રી : ઢોકળાં માટેઃ ૩ વાટકી ચોખા, ૧ વાટકી અડદની દાળ પાંચથી ૬ કલાક પલાળવી. પછી ગ્રાઇન્ડ કરીને આથો આપવા રાતે રાખી દેવું. 
મૈસૂર ચટણી  : ૧/૪ કપ ચણાની દાળ, ૧/૪ કપ નાળિયેરનું ખમણ, પાંચથી ૬ લાલ સૂકાં મરચાં, ૧ ચમચી આમલીનું પાણી, મીઠું, કાંદા, ટમેટાં
રીત : ૧ ચમચી તેલમાં ચણાની દાળ, મરચાં બધું શેકી લેવું. પછી મિક્સરમાં શેકેલી દાળ, મરચાં અને ઉપરની બધી સામગ્રી મિક્સ કરીને ચટણી બનાવવી. 
મૈસૂર શાક : કાંદા, ટમેટાં, (બટેટા, ફણસી, ગાજર, બીટ, વટાણા) બાફેલાં મિક્સ શાક, મીઠું, મસાલો.
રીત : તેલમાં કાંદા-ટમેટાં સાંતળીને એમાં ધાણા-જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરી એમાં બાફેલાં શાક નાખી બધું સ્મૅશ કરી મૈસૂર શાક બનાવી લેવું. 
ઢોકળાં : ઢોકળાંની થાળી ઉતારીને એને વાટકીથી રાઉન્ડ કાપવા.
રીત : ગોળ આકારનાં ઢોકળાંને તવા પર બન્ને બાજુએથી બટરમાં કડક કરવાં. એના પર મૈસૂર ચટણી લગાવવી, મૈસૂર શાક મૂકી એના પર ચીઝ ખમણીને કોથમીરથી ડેકોરેટ કરવું. 
ટેસ્ટી મૈસૂર ઢોકળાં પીત્ઝા તૈયાર. 

 

પાત્રા રોલદે

સુરેશ સાવલા, ચિંચપોકલી

સામગ્રી : ૧ પાત્રા રોલ
પૂરણ માટે : ૧૫૦ ગ્રામ લીલા વટાણા, ૧૦૦ ગ્રામ ખમણેલું કોપરું, આદુ-મરચાંની પેસ્ટ, તેલ, લીંબુ, સાકર, કોથમીર, ગરમ મસાલો
ચટણી માટે : અડધો કપ ફુદીનાનાં પાન, અડધો કપ કોથમીર, ૨ ચમચી આમલીની પેસ્ટ, ૧ કપ ગોળના ટુકડા, ૩ થી ૪ લીલાં મરચાં.
રીત : પૂરણ બનાવવા માટે લીલા વટાણાને મિક્સરમાં ક્રશ કરો. એક તવામાં તેલ લઈને એમાં લીલા વટાણા સાથે પૂરણ માટેની સામગ્રી નાખી સાંતળી લો. ત્યાર બાદ પાત્રાના રોલને પાતળી સ્લાઇસમાં કાપીને બરાબર શેકી લો. એની ઉપર પૂરણ નાખીને ઉપરથી ચટણી ભભરાવી દો. 
ગાર્નિશ માટે : તૈયાર થયેલી પાત્રાની પ્લેટ પર દાડમ, કોથમીર અને સેવ નાખીને સર્વ કરો. 

 

ચૉકલેટ પિસ્તા કેક

જીલ કિશોર ભટ્ટ, બોરીવલી-વેસ્ટ

life and style indian food mumbai food