22 July, 2021 04:58 PM IST | Mumbai | Partnered Content
દેશી ઘી, દેશી ગાયના દૂધમાંથી બનાવાય છે કારણકે તે સ્વસ્થ હોય છે અને તેમાં એ2 બેટા કેસિન હોય છે જે માનાં દૂધમાં પણ હોય છે.
ભારતીયો માટે તેમના ભાણામાં ઘીનું બહુ જ મહત્વ છે અને તેની સુવાસ હંમેશા એ મીઠી યાદો પાછી લાવે તેવી હોય છે કારણકે તે માના હેતની યાદ અપાવે છે. દાયકાઓથી ઘી પોષણનો બહુ જ અગત્યનો હિસ્સો રહ્યું છે અને આપણા મોટાભાગના પેરન્ટ્સ અને દાદા-દાદીએ અનેક રીતે પોતાના ડાયેટમાં ઘી ખાધું છે કારણકે તેનાથી ભૂખ ઉઘડે છે અને વિચારોમાં હકારાત્કમતા આવે છે. એ2 દેશી ઘી સૌથી શુદ્ધ પ્રકારનું ઘી છે જે સરળતાથી પચે છે અને મિ. મિલ્ક પાસે સર્વોચ્ચ ગુણવત્તાવાળું ઘી છે જે પારંપરિક વલોણા પદ્ધતીથી બનાવવામાં આવ્યું છે. એ2 દેશી ગાયના દૂધમાંથી બનેલું ઘી બીજા કોઇ પણ ઘી કરતાં સ્વસ્થ પસંદ છે અને તેમાં ભેંસના દૂધના ઘી કરતાં ઓછી કેલરીઝ હોય છે.
મિત્તલ ડેરી ફાર્મનું દેશી ઘી બહુ કાળજીથી પારંપરિક વલોણા પદ્ધતિથી બનાવવામાં આવે છે જેમાં ગાયનું દૂધ ગરમ કરીને ઠારવામાં આવે છે. દૂધ ઠરે પછી તેમાં એક ચમચી દહીં ઉમેરવામાં આવે છે અને આખી રાત રૂમ ટેમ્પરેચર પર તેને રખાય છે. ત્યાર પછી દહીંને વલોવી દૂધમાંથી માખણ કઢાય છે અને માખણને ગરમ કરાય છે જેથી તેનું પાણી ઉડી જાય અને માત્ર શુદ્ધ ઘી જ બચે. આ બધું મશીનના ઉપયોગ વિના કરાય છે. મિ. મિલ્ક માને છે કે આ રીતે બનેલું ઘી ખાવું ઉત્તમ છે કારણકે તેમાં કોઇ પ્રક્રિયાઓ નથી કરાઇ અને તે ઘી ખાવાનું શુદ્ધ સ્વરૂપ છે.
દેશી ઘી, દેશી ગાયના દૂધમાંથી બનાવાય છે કારણકે તે સ્વસ્થ હોય છે અને તેમાં એ2 બેટા કેસિન હોય છે જે માનાં દૂધમાં પણ હોય છે. મિ. મિલ્કનું એ2 દેશી કાઉ મિલ્ક પણ તાજું, પોષણક્ષમ અને કુદરતી રીતે હોઇ શકે તેટલું અણિશુદ્ધ હોય છે. એ2 દૂધમાં પુરતું ઓમેગા – ફેટ્ટી એસિડ હોય છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે અને આવા સંજોગોમાં જ્યારે દરેક સ્વસ્થ રહેવા માટે યોગ્ય પ્રમાણમાં પોષણ લેવા માટે સતર્ક હોય છે ત્યારે લોકોની તંદુરસ્ત માટે તે જરૂરી હોય છે.
આપણામાંથી ઘણાં તંદુરસ્ત જીવન શૈલી અપનાવી રહ્યા છે અને એવું ડાયટ ફોલો કરીએ છીએ જેથી સ્વસ્થ જીવન રહે ત્યારે ઘી આપણા ડાયટમાં હજી પણ હાજર છે. ડાયટિશ્યન્સ પણ ભોજનમાં ઘી હોવુ જોઇએ તેવું સૂચવે છે કારણકે ઘીમાં ભરપુર ઓમેગા 3 હોય છે ને તેનાથી વજન ઉતરવામાં પણ મદદ થાય છે. ઘી ચરબના કોષને મોબિલાઇઝ કરે છે જેથી ઉર્જા માટે તે બળે અને આમ વજન પણ ઉતરે. જો તમારું શરીરી જલ્દી ચરબી બનાવતુ હોય તો ઘીમાં રહેલા એસેન્શિયલ એમિનો એસિડ ચરબીના કોષને સંકોચે છે, આમ ઘી તમને વજન ઉતારવામાં મદદરૂપ થાય છે મિ. મિલ્ક દેશી ઘીમાં કોઇ પ્રિઝર્વેટિવ્ઝ કે હોર્મોન્સ નથી હોતા અને ગાયું દૂધ કાઢવાની પ્રક્રિયા ઓટોમેટેડ હોવાથી પ્રોડક્ટને માણસના હાથનો સ્પર્શ નથી લાગતો.
વ્યક્તિ યોગ્ય ઘી ખાય છે તેની ખાતરી કરવા મિ.મિલ્ક દૂધ કાઢ્યાના 24 કલાકમાં જ ઘીની ડોરસ્ટેપ ડિલીવરીની ખાતરી આપે છે. ઘી આખા ભારતમાં મિ. મિલ્કની વેબસાઇટ અને એમેઝોન પરતી મળી શકે છે જેથી વ્યક્તિ પોતાના ઘરે બેઠા જ દેશી ઘીનો ઓર્ડર આપી શકે.