આ વાંચીને જાણી શકશો કે ક્યાં નાસ્તો, જમણવાર કરવા માટે બ્રેક લેવો, ક્યાં શું ઓર્ડર કરવું, ક્યાં ચીલ કરવું અને ક્યાં કૉફી પીવી વગેરે. તાજી સામગ્રીઓમાંથી બનેલી વાનગીઓ ખાવાની મજા અલગ જ હોય છે. આ અનુભવ ખરેખર જલસા કરાવે તેવો બની શકે છે.
અહીં તાજી સામગ્રીમાંથી બનેલી વાનગીઓ પૉપ્યુલર છે
ગ્રેટર પામ સ્પ્રિંગ્સમાં પ્રવાસે જાવ ત્યારે ત્રણ દિવસના સ્વાદિષ્ટ સાહસોનો આનંદ માણો. આ એક જીવંત ક્યુલિનરી ડેસ્ટિનેશન છે, જે ફાર્મ-ટુ-ટેબલની તાજગીથી લઈને અદભૂત ક્યુલિનરી અનુભવ માટે નવીન વાનગીઓ સુધી બધું જ પ્રદાન કરે છે.
દિવસ ૧: ઇન્ડિયો (Indio) અને લા કિન્ટા (La Quinta) માં
- બ્રેકફાસ્ટ : તમારા દિવસની શરૂઆત `ચુલા આર્ટિસન ઇટરી` (Chula Artisan Eatery) ખાતે ફાર્મ-ટુ-ટેબલ વાનગીઓ સાથે કરો, જ્યાં તાજી, મોસમી વાનગીઓ સ્થાનિક રીતે રોસ્ટ કરાયેલી જોશુઆ ટ્રી કોફી કંપનીની કોફી સાથે અદભૂત રીતે મેચ થાય છે. ફાર્મ-ટુ-ટેબલ ડાઇનિંગના વધુ વિકલ્પો માટે, `બ્યુટીફુલ ડે` (Beautiful Day) ઉચ્ચ ગુણવત્તાવાળા ઓર્ગેનિક ઘટકોથી બનેલી નાસ્તાની ઉત્તમ વાનગીઓ પ્રદાન કરે છે. આનાથી તમને લા કિન્ટા કોવ (La Quinta Cove) માં હાઇકિંગ પર જવા માટે ઊર્જા મળશે. જો તમારી પાસે હજુ પણ વધુ ઊર્જા હોય, તો નજીકના ઇન્ડિયોમાં આવેલા `શીલ્ડ્સ ડેટ ગાર્ડન્સ` (Shield’s Date Gardens) ની માહિતીપ્રદ મુલાકાત લેવાનું વિચારો, જ્યાં તમે બગીચાની મુલાકાત લઈ શકો છો અને ખજૂર (Dates) પર આધારિત ટૂંકી ફિલ્મ જોઈ શકો છો.
- લંચ : અત્યાર સુધીમાં તમને ચોક્કસ ભૂખ લાગી ગઈ હશે. ત્યાં જ આવેલા `ધ કેફે એટ શીલ્ડ્સ ડેટ ગાર્ડન્સ` (The Café at Shield’s Date Gardens) માં સરસ સલાડનો વિકલ્પ પસંદ કરો, અથવા જો તમે ઓમેગા-3 નો સારો ડોઝ લેવાનું પસંદ કરતા હો, તો હાઇવે 111 પર થોડા માઇલ આગળ સ્થાનિક માલિકીના `પોકેહાના લા કિન્ટા` (Pokehana La Quinta) તરફ જાઓ, જ્યાં તમારી પસંદગી મુજબ ગ્લુટેન-ફ્રી અને વેગન પોકે (poke) ના વિકલ્પો સાથે ઉચ્ચ ગુણવત્તાવાળી માછલી મળે છે. લા કિન્ટા રિસોર્ટ એન્ડ ક્લબમાં આવેલું `મોર્ગન્સ ઇન ધ ડેઝર્ટ` (Morgan’s in the Desert) એ એવોર્ડ વિજેતા ફાર્મ-ટુ-ટેબલ સ્પોટ છે, જ્યાં તમે સ્થાનિક સ્રોતોના તાજા સ્વાદ માણી શકો છો.
- ડિનર : ઓલ્ડ ટાઉન લા કિન્ટામાં તાજા અને સંતુલિત ભોજનના વિકલ્પ માટે, `આરડી આરએનએનઆર` (RD RNNR) ક્રાફ્ટ અમેરિકન વાનગીઓ હેલ્થ-કોન્શિયસ (સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત) રીતે પીરસે છે. સ્થાનિક સ્તરેથી મેળવેલા ફાર્મ-ટુ-ટેબલ ઘટકો પર ભાર મૂકવા સાથે, આ મેનૂમાં એવા સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ થાય છે જે પૌષ્ટિક અને સંતોષકારક બંને હોય, અને આ બધું એક જીવંત, હળવાશભર્યા વાતાવરણમાં પીરસવામાં આવે છે.
દિવસ ૨: પામ ડેઝર્ટ (Palm Desert) અને કેથેડ્રલ સિટી (Cathedral City) માં
- બ્રેકફાસ્ટ : બીજા દિવસની શરૂઆત હળવા નાસ્તા સાથે કરો. પામ ડેઝર્ટમાં આવેલ `ધ ક્રોસ` પર હાઇકિંગ પર જતાં પહેલાં `ફ્રેશ જ્યુસ બાર` (Fresh Juice Bar) માંથી ફ્રેશ-પ્રેસ્ડ જ્યુસ અથવા પ્રોટીન શેક એકદમ પરફેક્ટ રહેશે. પિટાહાયા બાઉલ (pitaya bowl), જેમાં બેરી અને ગ્લુટેન-ફ્રી ગ્રેનોલા હોય છે, તે પણ એક હેલ્ધી ઓપ્શન છે. તદુપરાંત, `શેફ તાન્યાઝ કિચન` (Chef Tanya’s Kitchen) પ્લાન્ટ-બેઝ્ડ (વનસ્પતિ આધારિત) ટ્વિસ્ટ સાથે નાસ્તાના વધુ વિકલ્પો આપે છે, જેમ કે બેગલ સેન્ડવિચ પર ટોફુ બેકન, ઓર્ગેનિક ચા અને એવોકાડો ટોસ્ટ.
- લંચ : લંચ અને રિફ્રેશમેન્ટ માટે `પોર્ટા વિયા` (Porta Via) જાવ, અને તેમના વિવિધ પ્રકારના સલાડ અને સુશી ટ્રાય કરો.
- ડિનર: સારી ભૂખ લગાડીને આવો અને કેથેડ્રલ સિટીમાં એક નાનકડા ખૂણામાં આવેલા `સેન્ટોરિની ગાયરો` (Santorini Gyro) ખાતે મેડિટેરેનિયન (ભૂમધ્ય સમુદ્ર) ના ઉમામી (umami) સ્વાદનો આનંદ માણો. તમારી બધી મનપસંદ ગ્રીક વાનગીઓના સ્વાદિષ્ટ સ્વાદ માણો!
દિવસ ૩: પામ સ્પ્રિંગ્સમાં
- બ્રેકફાસ્ટ : પામ સ્પ્રિંગ્સના આઇકોનિક શહેરમાં, તમે પામ કેન્યોનનો નજારો જોતા આધુનિક `લુલુ કેલિફોર્નિયા બિસ્ટ્રો` (Lulu California Bistro) ખાતે સવારનો આનંદ માણવા ઈચ્છશો. તેમના એવોર્ડ વિજેતા બ્રેકફાસ્ટ/બ્રંચ મેનૂમાંથી ભોજનનો આનંદ લો અથવા તેમના પુષ્કળ વિકલ્પો ધરાવતા ગ્લુટેન-ફ્રી મેનૂ માટે પૂછો. જો તમે કાર્બોહાઇડ્રેટ્સ ખાવાના મૂડમાં હોવ, તો ગ્લુટેન-ફ્રી બેગેટ (baguette) ઓર્ડર કરવાનું ભૂલતા નહીં, કારણ કે તે આશ્ચર્યજનક રીતે ખૂબ જ સરસ હોય છે.
- કોફી બ્રેક: સ્થાનિક રીતે રોસ્ટ થયેલી ઓર્ગેનિક કોફીના કપ માટે `કોફી` (Koffi) પર જાઓ. પાંચ લોકેશન - ચાર પામ સ્પ્રિંગ્સમાં અને એક રેંચો મિરાજમાં - સાથે, આ સ્થાનિક ફેવરિટ સ્પોટ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ મિલ્ક અલ્ટરનેટિવ્સ (દૂધના વિકલ્પો) ઓફર કરે છે, પરંતુ તેમની હોમમેડ વ્હીપ્ડ ક્રીમ અદભૂત છે. અથવા તો વેગન અને વેજિટેરિયન વિકલ્પો `ગ્રેબ એન્ડ ગો` (સાથે લઈ જવા) માટે `નેચર્સ હેલ્થ ફૂડ એન્ડ કેફે` (Nature`s Health Food and Café) ની મુલાકાત લો.
- લંચ : `ફાર્મ પામ સ્પ્રિંગ્સ` (FARM Palm Springs) દરરોજ બ્રેકફાસ્ટ અને લંચ તેમજ શુક્રવારથી મંગળવાર સુધી ડિનર પીરસે છે. તેઓ માત્ર તાજા ઘટકોનો ઉપયોગ કરીને દક્ષિણ ફ્રાન્સની ઓર્ડર-મુજબની પરંપરાગત વાનગીઓ તૈયાર કરે છે. અહીંનું વાતાવરણ આકર્ષક છે અને તે તમને સરળતાથી ફ્રાન્સના ગ્રામીણ વિસ્તારની અનુભૂતિ કરાવશે. વેગન લોકો `લ્યુસિયસ લોરેન્સ ઓર્ગેનિક જ્યુસ એન્ડ ફૂડ બાર` (Luscious Lorraine’s Organic Juice and Food Bar) પર જઈ શકે છે, જે ઓર્ગેનિક મેનૂ ઓફર કરે છે.
- ડિનર : જો તમે વિગન ડિનર શોધી રહ્યા છો, તો `નેટિવ ફૂડ્સ` (Native Foods) તમારા માટે યોગ્ય જગ્યા છે. તેમના બર્ગર ટ્રાય કરો જે સ્વાદમાં અદ્ભુત છે, અથવા સલાડ માટેના તેમના વિવિધ વિકલ્પો અજમાવો. તેમના હાઉસ-મેડ પાર્ફેટ્સ (parfaits) સાથે ડેઝર્ટ (મીઠાઈ) ખાવાનું ક્યારેય ચૂકશો નહીં.
સર્ટિફાઇડ ગ્રેટર પામ સ્પ્રિંગ્સ ફાર્મર્સ માર્કેટમાંથી સીધા ખેતરના તાજા સ્વાદ સાથે તમારા શરીરને પોષણ આપો, અથવા `ડેઝર્ટ ટેસ્ટી ટૂર્સ` (Desert Tasty Tours) પર સ્થાનિક રેસ્ટોરન્ટ્સની ૩ કલાકની ટેસ્ટિંગ ટૂર પર જઇ શકાય.