05 December, 2025 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજુકતરી શૉટ્સ અને લાલ મરચાંના ટુકડાની રેસિપી
સામગ્રી : સાતથી આઠ કાજુકતરીના પીસ, બે કપ દૂધ (સાકર જરૂર હોય તો જ નાખવી), બદામ-પિસ્તાંનો અધકચરો ભૂકો, કેસર, ગુલાબની પાંદડી.
રીત : કાજુકતરીના ટુકડા કરવા. દૂધ અને કાજુકતરીના ટુકડાને મિક્સરમાં ક્રશ કરવા. ગ્લાસમાં રેડીને ઉપર બદામ-પિસ્તાંનો ભૂકો, કેસર અને ગુલાબની પાંદડી નાખીને સર્વ કરવું.
સામગ્રી : લાલ મરચાંના ટુકડા એક વાટકી, ગોળ (બારીક સમારેલો) અડધી વાટકી, ૨ ચમચી વરિયાળી, ૨ ચમચી જીરું, ચપટી હિંગ, મીઠું, ૨ ચમચી તેલ.
રીત : વરિયાળી, મીઠું અને જીરું મિક્સરમાં ક્રશ કરીને ચાળી પાઉડર તૈયાર કરવો. હવે મિક્સર જારમાં લાલ મરચાંના ટુકડા, ગોળ, તૈયાર કરેલો વરિયાળી-જીરાનો પાઉડર અને તેલ ઉમેરો. એમાં ૨-૩ ચમચી પાણી નાખીને બધું એકસાથે પીસી લેવું (હિંગ નાખવાની પણ હોય તો આ સ્ટેજ પર નાખવી). આ પીસેલા મિશ્રણને સૂપની ગળણી (બારીક ચાળણી) વડે ચાળી લેવું જેથી મરચાંનો કૂચો અલગ થઈ જાય અને માત્ર સ્મૂધ પેસ્ટ/ પ્રવાહી મળે. આ ગાળેલા પ્રવાહીને ગૅસ પર મૂકીને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. જ્યારે એ ઠંડું થશે ત્યારે એ વધુ ઘટ્ટ થઈ જશે. આ ચટણી મરચાંના મુરબ્બા જેવી લાગે છે જે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે.
- પુનિતા શેઠ