08 July, 2026 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીઝી ઍલપીનો પૉપર્સ
સામગ્રી : તાજાં ઍલપીનો દસથી ૧૨
સ્ટફિંગ માટે : મોઝરેલા ચીઝ ૨ ચમચી, પ્રોસેસ્ડ ચીઝ ૨ ચમચી, બારીક સમારેલાં શિમલાં મરચાં લાલ, પીળાં અને લીલાં મિક્સ ૨ ચમચી, કાળી મરી પાઉડર પા ચમચી, સ્વાદ મુજબ મીઠું
બૅટર માટે : મેંદો ૧ કપ, મકાઈનો લોટ ૧ ચમચી, સ્વાદ મુજબ મીઠું, કોટિંગ માટે બ્રેડના ક્રમ્બ્સ
બનાવવાની રીત : ઍલપીનો મરચાં ધોઈને સાફ કરો અને કાપી નાખો. એક બાઉલમાં સ્ટફિંગની સામગ્રી મિક્સ કરો. એક બાઉલમાં લોટના મિશ્રણમાં જરૂર મુજબ પાણી ઉમેરીને બેટર બનાવો. એક પ્લેટમાં બ્રેડના ટુકડા કાઢી લો. મરચાંમાં સ્ટફિંગ ભરો. એને બેટરમાં બોળીને બ્રેડના ક્રમ્બ્સથી કોટ કરો અને એક કલાક માટે ફ્રીઝરમાં રાખો. પછી ગરમ તેલમાં લાઇટ બ્રાઉન તળી લો. તમારી પસંદગીની ચટણી સાથે ગરમાગરમ પીરસો.