25 February, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીઝી પીત્ઝા રાઇસ બાઉલ
સામગ્રી : ૧ વાટકો રાંધેલા બાસમતી ચોખા, અડધો વાટકો રેડ, ગ્રીન, યલો કૅપ્સિકમના ટુકડા, અડધો વાટકો બાફેલા કૉર્ન, કોથમીર, ૩ ચમચી પીત્ઝા સૉસ, ૨ ચમચી ટમૅટો કેચપ, અડધો કપ દૂધ, ૨ ચીઝ ક્યુબ, ૧ ચમચી લાલ મરચું, મીઠું, ચિલી ફ્લેક્સ, ઑરેગાનો, તેલ.
રીત : એક કડાઈમાં થોડું તેલ મૂકી એમાં રાંધેલા ભાત, બાફેલા કૉર્ન નાખીને હલાવવું. એમાં મીઠું, ચિલી ફ્લેક્સ, ઑરેગાનો અને કોથમીર નાખીને તૈયાર કરવું. બીજી કડાઈમાં થોડું તેલ મૂકીને એમાં રેડ, ગ્રીન, યલો કૅપ્સિકમ સાંતળવાં. પીત્ઝા સૉસ અને ટમૅટો કેચપ નાખીને હલાવવું. મીઠું, મરચું, દૂધ, ચીઝ ક્યુબ ખમણી નાખવું. ૪થી ૫ મિનિટ ગરમ કરવું પછી ગૅસ બંધ કરી દેવો . સર્વિંગ પ્લેટમાં વચ્ચે બનાવેલા રાઇસ મૂકવા. એની આજુબાજુ બનાવેલો સૉસ પોર કરીને સર્વ કરવું.