આજની રેસિપી: છોલે પાલક પુલાવ

23 February, 2026 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો છોલે પાલક પુલાવ

છોલે પાલક પુલાવ

સામગ્રી : ૧ કપ બાસમતી ચોખા, ૨ કપ તાજી પાલક, ૧ કપ બાફેલા કાબુલી ચણા, ૧ કપ બારીક સમારેલો કાંદો, ૨ લસણની કળી (ફૂટેલી),૧ ઇંચ આદું (કૂટેલું), ૧ ચમચી જીરું, ૧/૪ ચમચી હિંગ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી હળદર, ૨ ચમચા તેલ અથવા ઘી, ૧ તેજપત્તી, સ્વાદ અનુસાર મીઠું, પાણી.

રીત : સૌપ્રથમ ચોખાને સારી રીતે ધોઈને ૨૦ મિનિટ ભીંજવો. પાલકને બે મિનિટ ગરમ પાણીમાં બ્લાન્ચ કરો. ઠંડી થાય એટલે મિક્સરમાં એની ગ્રેવી કરો. પેનમાં ઘી ગરમ કરીને જીરું ઉમેરો. હિંગ અને તેજપત્તી નાખી, કાપેલી ડુંગળીને લાલ થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ લસણ અને આદું ઉમેરો. હવે બાફેલા કાબુલી ચણા ઉમેરો, પછી ગરમ મસાલા, હળદર અને મીઠું ઉમેરો. ભીંજવેલા ચોખા પૅનમાં નાખીને બે કપ પાણી નાખી ઉકાળવા દો, આંચ ધીમી કરી દો, ઢાંકીને રાંધો જ્યાં સુધી ચોખા નરમ ન થાય. ત્યાર બાદ એમાં પાલકની ગ્રેવી નાખીને, એકરસ થાય ત્યાં સુધી હલાવો. હવે પુલાવને મોલ્ડમાં નાખીને દબાવો. પ્લેટમાં અનમોલ્ડ કરી ચણા, તળેલી ડુંગળી અને દાડમના દાણાથી સજાવી ગરમાગરમ પીરસો.

food news indian food street food mumbai food life and style lifestyle news columnists