આજની રેસિપી: ખજૂર-ચિયા ઠંડાઈ

14 May, 2026 07:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેસીપી અહીં વાંચો...

ખજૂર-ચિયા ઠંડાઈ

સામગ્રી : ૫૦૦  મિલીલીટર દૂધ, ૧૫ ખજૂર બિયાં કાઢીને દૂધમાં પલાળી રાખવાં, ૪ ચમચી ઠંડાઈ પાઉડર, ૪ ચમચી ચિયા સીડ્સ પાણીમાં પલાળેલા, બરફના ટુકડા

રીત : દૂધમાં પલાળેલાં ખજૂરને મિક્સરમાં ક્રશ કરો. પછી એમાં દૂધ ઉમેરો. હવે એમાં ઠંડાઈ પાઉડર અને બરફ ઉમેરીને ક્રશ કરો. ગ્લાસમાં પલાળેલા ચિયા સીડ્સ ઉમેરી એમાં ખજૂર-ઠંડાઈનું મિશ્રણ ઉમેરો. ઉપરથી પણ ચિયા સીડ્સ ઉમેરો. નો શુગર અને ગરમીમાં એકદમ ઠંડક આપે એવી હેલ્ધી ખજૂર ઠંડાઈ તૈયાર છે.

food and drink food news health tips life and style lifestyle news