આજની રેસિપી: દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ-ફૂડ - રામ લડ્ડુ

05 June, 2026 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ-ફૂડ - રામ લડ્ડુ

દિલ્હીનું ફેમસ સ્ટ્રીટ-ફૂડ - રામ લડ્ડુ

સામગ્રી : મગની દાળ એક કપ, ચણાની દાળ અડધો કપ, અળદની દાળ ત્રણથી ચાર ચમચી, મીઠું, આદું-મરચાની પેસ્ટ, જીરું, થોડાં મૂળાનાં પાન (બારીક કટ કરેલાં), મૂળાનું છીણ, કોથમીર, મૂળાની ચટણી બે ચમચી, આમલીની ચટણી, તેલ તળવા માટે, ચાટ મસાલો

નોંધ : કોથમીરની ચટણી બનાવીએ ત્યારે એમાં થોડાં મૂળાનાં પાન અને ફુદીનો નાખીને ચટણી પહેલાં જ બનાવી લેવી. આ ચટણી દાળ પીસીએ ત્યારે બેટરમાં નાખવી.

બનાવવાની રીત : મગની, ચણાની અને અળદની દાળ અલગ-અલગ ચારથી પાંચ કલાક પલાળી રાખવી. પછી અલગ-અલગ જ પીસીને એક બાઉલમાં કાઢી લેવી. એમાં આદું-મરચાંની પેસ્ટ, મીઠું, જીરું, મૂળાનાં પાન અને મૂળાનાં પાનની ચટણી બેથી ૩ ચમચી નાખીને બેટરને ખૂબ ફીણવું. એકદમ હલકું બેટર થઈ જશે. હવા ભરાશે એવી રીતે ફીણવું. એનાં ગરમ તેલમાં ધીમા તાપે એકસરખાં ગોલ્ડન કલરનાં વડાં ઉતારવાં. એક પ્લેટમાં વડાં મૂકીને ઉપરથી મૂળાનું છીણ, મૂળાનાં બારીક પાન, મૂળાવાળી ગ્રીન ચટણી, આમલીની ચટણી અને ચાટ મસાલો નાખીને સર્વ કરવું.

food and drink food news street food indian food life and style lifestyle news columnists