આજની રેસિપી: રાજ કચોરી

25 June, 2026 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અહીં શીખો રાજ કચોરી

રાજ કચોરી

સામગ્રી : કચોરીના લોટ માટે (બહારનું કવર) : ૧૦૦ ગ્રામ મેંદો, ૨૦૦ ગ્રામ જાડો રવો, પાંચ ગ્રામ મીઠું, બે ગ્રામ હળદર, ૧૩૦-૧૫૦ મિલીલીટર ગરમ પાણી (કઠણ લોટ માટે), તળવા માટે તેલ
પીઠી (બેસનની અંદરનું લેયર) માટે : ૫૦ ગ્રામ બેસન, પાંચ ગ્રામ લાલ મરચાંનો પાઉડર, બે ગ્રામ હળદર, બે ગ્રામ કાળા મરીનો પાઉડર, બે ગ્રામ મીઠું, એક ગ્રામ બેકિંગ સોડા, ૨૫-૩૦ મિલીલીટર પાણી

ફિલિંગ માટે : ૨૫૦ ગ્રામ બાફેલા અને મસળેલા બટાટા, ૧૦૦ ગ્રામ બાફેલા કાબુલી ચણા, ૧૦૦ ગ્રામ બાફેલા મગ, પાંચ ગ્રામ મીઠું, ૩ ગ્રામ લાલ મરચાંનો પાઉડર, ૩ ગ્રામ શેકેલા જીરાનો પાઉડર, પાંચ ગ્રામ ચાટ મસાલો, પાંચ ગ્રામ કાળું મીઠું, પાંચ ગ્રામ કસૂરી મેથી (ભૂકો કરેલી), ૧૦ ગ્રામ સમારેલી કોથમીર

ટૉપિંગ માટે : ૨૫૦ ગ્રામ ઘટ્ટ દહીં (૧૦ ગ્રામ ખાંડ અને ચપટી મીઠું ઉમેરીને), ૬૦ ગ્રામ લીલી ચટણી, ૬૦ ગ્રામ ખજૂર-આમલીની મીઠી ચટણી, ૮૦ ગ્રામ ઝીણી સેવ, ૪૦ ગ્રામ દાડમના દાણા, ૨૦ ગ્રામ આદુંની ઝીણી કતરણ, ૨૦ ગ્રામ બીટની ઝીણી કતરણ, ૨૦ ગ્રામ કોથમીર, ૩ ગ્રામ લાલ મરચાંનો પાઉડર, ૩ ગ્રામ શેકેલા જીરાને પાઉડર, પાંચ ગ્રામ ચાટ મસાલો

બનાવવાની રીત : લોટ તૈયાર કરો : મેંદો, રવો, મીઠું અને હળદર ભેળવીને ગરમ પાણીથી કઠણ લોટ બાંધો. એને ૨૦ મિનિટ ઢાંકી રાખો.

બેસનની પીઠી બનાવો : બેસનમાં મસાલા અને સોડા ઉમેરીને થોડા પાણીથી ઘાટું ખીરું બનાવો.

કચોરી તૈયાર કરો : લોટના નાના લૂઆ વણીને કપ જેવો આકાર આપો. અંદર બેસનનું પાતળું લેયર લગાવો અને બંધ કરો. મધ્યમ-ધીમા તાપે કચોરીઓને સોનેરી અને કરકરી થાય ત્યાં સુધી તળો. ઠંડી થવા દો.

ફિલિંગ બનાવો : બટાટા, ચણા, મગ અને બધા મસાલા ભેળવીને તૈયાર રાખો.

રાજ કચોરી અફસેમ્બલ કરો : કચોરીની ઉપર નાનું છિદ્ર કરો. એમાં તૈયાર ફિલિંગ ભરો.

ટૉપિંગ કરો : દહીં, લીલી ચટણી, મીઠી ચટણી ઉમેરો. ઉપર સેવ, દાડમ, આદું, બીટ, કોથમીર, ચાટ મસાલો, જીરાનો પાઉડર અને લાલ મરચું ભભરાવો. તરત જ પીરસો અને કરકરી રાજ કચોરીનો આનંદ માણો.

food and drink food news indian food mumbai food street food life and style lifestyle news columnists