12 March, 2026 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોયા ચંક્સ-બીટરૂટ ફ્રૅન્કી
સામગ્રી: ૧ બાઉલ ઘઉંનો લોટ, ૧ બીટ બાફીને પ્યુરી કરેલું, ૧ બાઉલ સોયા ચંક્સ બાફીને કટ કરેલા, ૧ બાઉલ પનીર (છીણેલું), ૧ ડુંગળી ઝીણી સમારેલી, ૧ કૅપ્સિકમ ઝીણું સમારેલું, ૨ ચમચી મેયોનીઝ, ૨ ચમચી ટમૅટો સૉસ, ૨ ચમચી તેલ, ૧ ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ ચીઝ ક્યુબ, ૨ ચમચી કોબીજનું છીણ, ૨ ચમચી બટર.
રીત : લોટ તૈયાર કરવો : એક બાઉલમાં ઘઉંનો લોટ લો. એમાં મીઠું અને થોડું તેલ (મોણ) ઉમેરો. હવે બીટની પ્યુરી ઉમેરી નરમ લોટ બાંધી લો. ૧૦-૧૫ મિનિટ ઢાંકીને મૂકી દો.
સ્ટફિંગ તૈયાર કરવું : પૅન ગરમ કરીને એમાં ૧ ચમચી તેલ ઉમેરો. એમાં ડુંગળી અને કૅપ્સિકમ સાંતળો. હવે સોયા ચંક્સ ઉમેરો. મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરો. મિશ્રણ ઠંડું થાય પછી એમાં પનીર, મેયોનીઝ અને ચીઝ ઉમેરી મિક્સ કરો.
ફ્રૅન્કી બનાવવી : બાંધી રાખેલા લોટમાંથી રોટલી વણી લો. રોટલીને અડધી શેકી લો (કાચી-પાકી). રોટલી પર ટમૅટો સૉસ લગાવો. વચ્ચે સ્ટફિંગ પાથરો. ઉપર કોબીજનું છીણ પાથરો.
હવે બન્ને બાજુથી ફોલ્ડ કરીને રોલ બનાવી લો. બટર લગાવી તવા પર શેકી લો. ફૉર્ક અથવા બટર પેપરથી પૅક કરી ગરમાગરમ સર્વ કરો. તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી સોયા ચંક્સ-બીટરૂટ ફ્રૅન્કી.