06 November, 2025 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘરમાં તાજગીનો અહેસાસ રાખવા ઍરફ્રેશનરનો ઉપયોગ વ્યાપક બન્યો છે, પણ ઘરમાં સુગંધ પ્રસરાવતી આ પ્રોડક્ટ તમારી તંદુરસ્તી માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ઘણાં ઍરફ્રેશનરમાં ઍસિટોન, એથનૉલ અને લેમોનેન નામનાં રાસાયણો હોય છે જે ઝડપી ગતિએ હવામાં પ્રસરીને સુગંધ આપે છે. જોકે એનો વધુ પડતો ઉપયોગ ફેફસાં, ગળા અને આંખો માટે નુકસાનકારક છે. ખાસ કરીને જ્યાં હવાની ઓછી અવરજવર હોય એવી રૂમમાં આવા રાસાયણયુક્ત રૂમ ફ્રેશનરનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.
કેટલીક પ્રોડક્ટ્સમાં થૅલેટ્સ (Phthalates) નામનું રસાયણ ઉમેરાય છે. એ સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવાનું કામ કરે છે, પણ હકીકતમાં એ આપણી હૉર્મોન સિસ્ટમને ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે એ જોખમી સાબિત થઈ શકે છે.
જે વ્યક્તિને અસ્થમા કે ઍલર્જીની સમસ્યા હોય તેને પણ ઍર ફ્રેશનર નુકસાન પહોંચાડે છે. એની સુગંધને લીધે ઉધરસ, શ્વાસ ફૂલી જવો અને છાતીમાં ભારેપણું લાગવું જેવાં લક્ષણો દેખાય છે. બહારનું પ્રદૂષણ જેટલું જોખમી છે એટલું જ જોખમ ઘરની અંદર પણ હોઈ શકે છે. પાલતુ પ્રાણીઓ માટે પણ ઍર ફ્રેશનર વધુ સેન્સિટિવ સાબિત થઈ શકે છે. એમને ચામડીની સમસ્યા કે શ્વસનની તકલીફ થઈ શકે છે. વાસ્તવમાં ઍરફ્રેશનર ખરાબ ગંધને દૂર કરવાને બદલે ફક્ત એને ઢાંકી દે છે. ઘરમાં ભેજ, ફૂગ કે પાલતુ પ્રાણીની ગંદકી ઢંકાઈ જાય છે જેને લીધે હવાની ગુણવત્તા વધુ ખરાબ થાય છે.
શું ધ્યાન રાખશો?