શું કૅન્સરને ખોરાક દ્વારા રોકી શકાય?

30 March, 2026 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅન્સરના કોષોને ભૂખ્યા રાખવાની બાબતમાં એક સાયન્ટિફિક રિસર્ચ શું કહે છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

કૅન્સરને સામાન્ય રીતે જિનેટિક લૉટરી અથવા કિસ્મતનો ખેલ માનવામાં આવે છે, પરંતુ અમેરિકાની બૉસ્ટન યુનિવર્સિટીના બાયોલૉજીના પ્રોફેસર ડૉ. થૉમસ સેફ્રીડનો અભિપ્રાય અલગ છે. તેઓ કહે છે કે કૅન્સર એ જનીનોની ભૂલ નથી પણ એક મેટાબૉલિક બીમારી છે. કૅન્સરના કોષો ચોક્કસ પ્રકારના બળતણ પર જીવે છે અને જો આપણે એ સપ્લાય કાપી નાખીએ તો કૅન્સરના કોષોને વધતા રોકી શકાય છે.

ડૉ. સેફ્રીડના સંશોધન મુજબ કૅન્સરના કોષો મુખ્યત્વે બે વસ્તુઓ ખાઈને જીવે છે : ગ્લુકોઝ અને ગ્લુટામાઇન એટલે કે એક જાતનું અમીનો ઍસિડ. તંદુરસ્ત કોષો કીટોન બૉડીઝ એટલે કે ચરબીમાંથી મળતી ઊર્જા પર જીવી શકે છે, પરંતુ કૅન્સરના કોષો ચરબીને બાળી શકતા નથી. આ જ કૅન્સરની સૌથી મોટી નબળાઈ છે.

જો આપણે કીટોજેનિક ડાયટ લઈએ એટલે કે જે ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સ ખૂબ જ ઓછા અને હેલ્ધી ફૅટ વધુ હોય અથવા વૉટર-ફાસ્ટિંગ કરીએ તો શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઘટી જાય છે. આ સ્થિતિમાં તંદુરસ્ત કોષો ચરબી પર જીવવાનું શરૂ કરે છે, પરંતુ કૅન્સરના કોષોને ખોરાક મળતો બંધ થઈ જાય છે અને તેઓ ધીમે-ધીમે મરવા લાગે છે. કૅન્સરના કોષો લોહીની નળીઓ દ્વારા ઊર્જા ખેંચે છે. જો આપણે મેટાબૉલિક સ્વાસ્થ્ય સુધારીએ તો આ નળીઓ સંકોચાઈ જાય છે.

જોકે સાથે તેઓ એ પણ સ્પષ્ટ કરે છે કે આ સારવાર અત્યંત નિષ્ણાતની દેખરેખ હેઠળ જ થવી જોઈએ.

cancer healthy living health tips life and style lifestyle news columnists