ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

26 April, 2025 07:59 PM IST  |  Surat | Bespoke Stories Studio

તેમના નેતૃત્વમાં શેલ્બી હોસ્પિટલનું સ્પાઈન સર્જરી વિભાગ ભારતમાં શ્રેષ્ઠ કેન્દ્રોમાં સ્થાન પામ્યું છે. અહીં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મિનિમલી ઇન્વેસિવ ટેક્નોલોજી અને વ્યક્તિગત કાળજી માટે -Spine Navigator- કાર્યક્રમ કાર્યરત છે.

ડોં ખંડેલવાલે પોતાની કુશળતા અને જ્ઞાનનો સિક્કો જમાવ્યો છે

સુરત, એપ્રિલ 26:  શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ  દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે અત્યાર સુધીમાં 7,000 થી વધુ સ્પાઈન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમને હાલ જ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 

તેઓએ એમ.એસ. (ઓર્થોપેડિક્સ), ડી.એન.બી. (ઓર્થોપેડિક્સ), એમ.એન.એ.એમ.એસ., એફ.આઈ.એસ.એસ. અને એફ.એન.બી. (સ્પાઈન સર્જરી) જેવી પ્રતિષ્ઠિત ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. સાથે જ તેમણે મુંબઈ, કોઇમ્બતૂર, પુણે, બેંગલુરૂ અને જર્મની જેવી જગ્યાઓમાંથી માઈક્રો ઇન્વેસિવ અને એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરીની ખાસ ટ્રેનિંગ લીધી છે.

ડૉ. ખંડેલવાલ ભારતમાં ઉપલબ્ધ તમામ આધુનિક સ્પાઈન સર્જરીમાં નિપુણ છે – જેમાં પર્ક્યુટેનિયસ એન્ડોસ્કોપી, એમઆઈએસ સપાઈન સર્જરી, ડિસ્ક રિપ્લેસમેન્ટ, લેઝર સપાઈન સર્જરી, રોબોટિક સપાઈન સર્જરી, સ્કોલિયોસિસ કરેકશન અને કોમ્પ્લેક્સ સપાઈન રિકન્સ્ટ્રક્શન્સનો સમાવેશ થાય છે.

તેઓ ભારતમાં એવા સ્પાઈન સર્જનોમાંથી એક છે જેમણે નેશનલ બોર્ડમાંથી સ્પાઈન સર્જરીમાં એફ.એન.બી. મેળવી છે. ગુજરાતમાંથી તેઓ એકમાત્ર સર્જન છે જેમણે ગંગા હોસ્પિટલ, કોઇમ્બતૂરમાંથી એફ.એન.બી. (સ્પાઈન સર્જરી) કર્યું છે. તેમના રીસર્ચને આંતરરાષ્ટ્રીય સ્તરે “The Spine Journal” અને “European Spine Journal” જેવી પ્રતિષ્ઠિત સામયિકોમાં સ્થાન મળ્યું છે.

તેમના નેતૃત્વમાં શેલ્બી હોસ્પિટલનું સ્પાઈન સર્જરી વિભાગ ભારતમાં શ્રેષ્ઠ કેન્દ્રોમાં સ્થાન પામ્યું છે. અહીં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મિનિમલી ઇન્વેસિવ ટેક્નોલોજી અને વ્યક્તિગત કાળજી માટે -Spine Navigator- કાર્યક્રમ કાર્યરત છે. ઉપરાંત, સ્પાઈનલ ડિફોર્મિટી કરેકશન માટે વિશિષ્ટ કેન્દ્ર તથા તબીબો માટેના તાલીમ કાર્યક્રમ પણ અહીં ચાલે છે.

ડૉ. ખંડેલવાલનો મંત્ર છે, “પરફેક્શન કોઈ અંતિમ લક્ષ્ય નથી, તે એક સતત યાત્રા છે. અમારું ધ્યેય છે કે દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર આપવી અને દરરોજ  અમારા ધોરણોને વધુને વધુ ઊંચા લાવવાના પ્રયાસ કરવા.”

તેઓ હમેશા દર્દીને જ ફોકસમાં રાખે છે જેને કારણે દર્દીઓ ઝડપથી સાજા થાય છે અને સારવારથી ખુશ પણ રહે છે. દર્દીઓ તેમના દયાળુ સ્વભાવ, ટેકનિકલ કુશળતા અને ધ્યાનથી સાંભળવાના ગુણ બદલ ખાસ વખાણ કરે છે. તેમના દર્દીઓ પણ ડો. ખંડેલવાલને મળેલા સન્માન બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. 

ડૉ. ખંડેલવાલે તેમના જ્ઞાન અને અનુભવને વૈજ્ઞાનિક મંચો પર વહેંચ્યું છે અને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પેપર્સ રજૂ કર્યા છે. તેઓ સ્પાઈન સર્જરીના નવા પ્રવાહો અને સંશોધન અંગે મીડિયા અને સામાયિકોમાં નિયમિત રીતે પોતાના પ્રતિભાવો આપે છે.

સામાજિક જવાબદારીની ભાવનાથી તેઓ ચેરિટી કાર્યક્રમો, નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને આરોગ્ય જાગૃતિ અભિયાનમાં પણ ભાગ લે છે.

તેમની આ આગવી સફર દર્શાવે છે કે તબીબી ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે નિષ્ઠા, લગન અને નવીનતા પ્રત્યેની ઝંખનાની જરૂર છે. ખંડેલવાલ જે રીતે સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં પોતાના કાર્યોને ફેલાવી રહ્યા છે, સ્પાઇનના દર્દીઓ અને તબીબી જગત માટે આશાસ્પદ ભવિષ્યનું સર્જન કરી રહ્યા છે.

life and style health tips gujarat news surat bhupendra patel