Mast Rahe Mann: શું છે જેન્ડર ડિસ્ફોરિયા? આવાં લક્ષણ દેખાય તો માનસિક રીતે અસ્વસ્થ રહેવા કરતાં શું કરવું?

11 February, 2025 06:56 AM IST  |  Mumbai | Dharmik Parmar

Mast Rahe Mann: એક જમાનો હતો જ્યારે વ્યક્તિ આવો લિંગ ભેદ અનુભવે તો તેને પોતાની જે શારીરિક સ્થિતિ મળી છે એ જ સ્વીકારવી પડતી, હવે નહીં.

તસવીર ડિઝાઇન: કિશોર સોસા

અમુક દાયકા પહેલાં ઍન્ગ્રી યંગ મેન માત્ર ફિલ્મોમાં જ જોવા મળતાં પણ હવે જમાનો બદલાતા આપણને બસમાં, ટ્રેનમાં કે રસ્તામાં દરરોજ આવા એકાદ પાત્રના દર્શન થાય છે. માત્ર એ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં તમને સિંઘમની જેમ ‘આતા માઝી સટકેલ’ કહેતા અને ‘એનિમલ’ના રણવિજય સિંહ જેવા પાત્રો પણ આજુબાજુ ફરતાં જોવા મળશે, થેન્સ ટુ આજની આધુનિક જીવનશૈલી, જે ત્રણ ટી (T)થી વણાયેલી છે. પહેલો ટી ટેકનોલોજીનો, બીજો ટી ટ્રાન્સફોર્મેશનનો અને આ બંને થકી સતત આગળ રહેવાની હોડમાં રહેતા લોકો માટે ત્રીજો ટી ટેન્શનનો. આ વાત સવાલ ઊભો કરવા કે કોઈના માથે માછલાં ધોવા માટે અમે કરી નથી, મુદ્દો છે જવાબ શોધવાનો... મગજને શાંત રાખવાનો... લાંબાગાળાની માનસિક બીમારી ટાળવાનો... અને મનને મસ્ત રાખવાનો! ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે એક વિશેષ પેશકશ ‘મસ્ત રહે મન’ (Mast Rahe Mann) જેમાં આપણે દર પખવાડિયે એક નવા પ્રશ્ન સાથે મળીશું સાયકોલોજિસ્ટને અને તેમની પાસેથી જાણીશું મનને મસ્ત કેવી રીતે રાખવું

આજે આપણે વાત કરી રહ્યા છીએ જેન્ડર ડિસ્ફોરિયા વિશે અને કઇ રીતે વ્યક્તિ તેને કારણે માનસિક તાણ અનુભવે છે. સૌથી પહેલા તો સમજી લઇએ કે આ છે શું? 

Mast Rahe Mann: જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાના જન્મથી જ નિર્ધારિત લિંગ અને પોતાની આંતરિક જેન્ડર ઓળખાણ સંબંધિત બાબતોને લઈને સતત મૂંઝવણમાર્યા કરે અને અસામંજસ્ય અનુભવે તેવી સ્થિતિમાં થાય છે એવું કે તે વ્યક્તિ સતત માનસિક રીતે ઘવાતો રહે છે. Diagnostic and Statistical Manual of Mental Disorders તરીકે તેને ઓળખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ જ્યારે જન્મ સાથે તેને જે લિંગની ભેટ મળી છે તેના કરતાં જુદા લક્ષણો અનુભવે છે ત્યારે સતત તેને કશુંક જુદાપણું મહેસુસ કર્યા કરતું હોય છે. આવી સ્થિતિમાં જે-તે વ્યક્તિનાં માનસિક સ્વાસ્થ્ય પર અસર પહોંચતી હોય છે. આત્મ-શંકા, તણાવ તરફ દોરી જાય છે. 

જોકે, એમ કહેવાય છે કે આ કોઈ માનસિક વિકૃતિ (Mast Rahe Mann) તો નથી જ, પણ તે તબીબી સારવાર કે કાઉન્સેલિંગ દ્વારા મટી શકે છે. સમાજ અને પરિવાર તરફથી જે પ્રકારે અમુક ચોક્કસ આશા બાંધવામાં આવે છે ત્યારે, ઘણીવાર આ પ્રકારની વ્યક્તિને અસ્વીકૃતિનો સામનો કરવો પડે છે. જે, તેના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. આમ, જેન્ડર ડિસ્ફોરિયાને કોઈ માનસિક વિકાર નહીં પરંતુ તબીબી સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. આ માટે લોકો તબીબી સહાય લઈ સારવાર લે તે ખૂબ જ જરૂરી છે. તો, આ જ વિષયને સમજાવવા ગુજરાતી મિડડે ડૉટ કૉમે મુંબઇનાં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ વિશાખા એન. પુંજાની સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓ સાયન હોસ્પિટલનાં મનોચિકિત્સા વિભાગમાં પ્રેક્ટિસ કરી રહ્યાં છે. તો આજના એપિસોડમાં આપણે એ જાણીશું કે જેન્ડર ડિસ્ફોરિયા શું છે અને તે કઇ રીતે માનસિક તાણ પેદા કરે છે?

આપણે તેના લક્ષણોની વાત કરીએ તો. મોટેભાગે છોકરો હોય તે છોકરી જેવું વર્તન કરતો હોય છે. તેમનાં જેવાં વસ્ત્રો પહેરવા કે પછી ચહેરા પરના દાઢી-મૂછ ન ગમવા જેવાં લક્ષણો જેન્ડર ડિસ્ફોરિયાને અંગુલિનિર્દેશ કરે છે. મોટેભાગે ટ્રાન્સજેન્ડર આ પ્રકારનો ભોગ બનતા હોય છે. 

વિશાખા એન. પુંજાની આ વિષયને સમજાવતાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવે છે કે, "પહેલા તે જેન્ડર ડિસઓર્ડર આઇડેન્ટિટી તરીકે ઓળખાતું હતું, હવે તે જેન્ડર ડિસ્ફોરિયા તરીકે (Mast Rahe Mann) ઓળખાય છે. વ્યક્તિને ડિસકમ્ફર્ટ થાય, ડિસ્ટ્રેસ થાય અને એંકઝાયટી પણ હોઇ શકે. જન્મ વખતે જે લિંગ હોય તેની સાથે વ્યક્તિ સુસંગત ન થાય કે એને તે ગમે જ નહીં ત્યારે જેન્ડર ડિસઓર્ડર કહેવાય છે. જેમ કે મને જન્મથી ફિમેલ ઑરગેન્સ છે. જેમ કે સ્તન, વજીના વગેરે પણ મને બ્રા પહેરવી નથી ગમતી કે મને સ્ત્રી બેસીને સુસુ કરે તે નથી ગમતું. મને મારી છાતી સપાટ જોઈએ છે. મારી છાતી પર મને વાળ જોઈએ છે. હાથ ઉપર વાળ જોઈએ છે. અવાજ પુરુષો જેવો જોઈએ છે. આ જ રીતે કોઈ પુરુષને, સ્ત્રીને શોભે એવી બાબતો કરવાનું મન થાય તેને જેન્ડર ડિસ્ફોરિયા કહેવાય છે. આવા લોકો જ્યારે મારી પાસે આવે છે ત્યારે તેઓ કહે છે કે મને અંદરથી બહુ જ વિરોધાભાસ લાગે છે. જેમ આપણને કોઈ કપડાં ન ગમતા હોય અને પરાણે પહેરવા પડે એવી જ રીતે જન્મજાત જે અંગ મળ્યા છે તેની સામે વ્યક્તિને વાંધો થાય છે. પોતાના શરીર સાથે ડિસ્કનેક્શન લાગ્યા કરે."

એક જમાનો હતો જ્યારે વ્યક્તિ આવો લિંગ ભેદ અનુભવે તો તેને પોતાની જે શારીરિક સ્થિતિ મળી છે એ જ સ્વીકારવી પડતી. પણ હવે ડોક્ટર્સની પણ માનસિકતા બદલાઈ છે, જેન્ડર ડિસ્ફોરિયા પીડિતની માનસિક અવસ્થાને પ્રાધાન્ય આપી, તેના શારીરિક સ્વરૂપને બદલવામાં આવે છે. જેથી વ્યક્તિ પોતાનું જીવન સરળ રીતે જીવી શકે. 

વાત કરીએ કે જેન્ડર ડિસ્ફોરિયા કેટલા પ્રકારના હોઇ શકે છે?

એક હોય છે બાળપણમાં થનાર જેન્ડર ડિસ્ફોરિયા. આમાં નાના બાળકોનો સમાવેશ થાય છે. ઘણીવાર કોઈ બાળક બાળપણમાં જુદાપણું મહેસુસ કરે પણ મોટા થઈને નોર્મલ થઈ જાય છે. વિશાખા એન. પુંજાની કહે છે કે, "આવા સમયે બાળકો માતા-પિતાને કહેતા અચકાય છે. એટલે ચૂપ રહીને માતા-પિતા જેમ કરાવે એમ જ કરે છે. આવા લોકો માટે સામાજિક ધોરણોને પચાવવું ખૂબ કપરું થઈ જતું હોય છે.`

બીજું હોય છે પુખ્ત વયમાં થતો જેન્ડર ડિસ્ફોરિયા. જોકે, આ જ ઉંમર છે જ્યારે તરુણો પોતાની જાતિ વિશે ઊંડાણથી રસ લે છે. સામાજિક રીતે પણ જેન્ડર ડિસ્ફોરિયા થઈ શકે છે. જેમાં કોઈ વ્યક્તિને તેના લિંગની ઓળખ અનુરૂપ ન ઓળખાવવતા ખોટા નામ સાથે બોલાવવામાંઆવે છે. વળી, શારીરિક ભાગ પણ ઘણીવાર તેના લિંગની ઓળખ સાથે મેચ ન થાય ત્યારે પણ વ્યક્તિ જેન્ડર ડિસ્ફોરિયાનો અનુભવ કરે છે. તો, ઘણીવાર કોઈપણ વ્યક્તિ થોડોક સમય પૂરતું જ જેન્ડર ડિસ્ફોરિયા અનુભવે છે તો કોઈકનાં મન પર ખાસા સમય સુધી તેનો પ્રભાવ રહે છે.

આ શા કારણે થાય છે તે વિશે વાત (Mast Rahe Mann) કરતાં વિશાખા એન. પુંજાની કહે છે, "હજી સુધી આની માટે કોઈ એક કારણ હોય એવું સાબિત થયું નથી. ઘણા લોકો આ માટે સોશિયલ મીડિયાને જ કારણભૂત માને છે. પણ એવું નથી. આ જેનેટિકલી પણ હોઇ શકે છે. કારણ, પહેલાનાં મા-બાપ તો આ વિશે બોલતા નહોતા. હાર્મોનલ ઇન્ફ્લુએન્સેસ પણ હોઇ શકે. સોશિયલ, કલ્ચરલ અને એન્વાયર્ન્મેન્ટલ કારણો પણ હોઇ શકે છે."

Mast Rahe Mann: મિત્રો, ટૂંકમાં કોઈ વ્યક્તિ આવું અનુભવે છે અને તેને લઈને સ્ટ્રેસ અનુભવે છે તો તે લોકો માટે વિશાખા એન. પુંજાની કહે છે કે, "ડર્યા કે સંકોચ કરવા કરતાં આવા લોકોએ ડોક્ટર્સની સલાહ લેવી જી. આવા દર્દી અમારી પાસે આવે ત્યારે અમે કાઉન્સેલિંગ કરીએ છીએ. પછી તેમના પેરેન્ટ્સ કે પાત્ર સાથે વાત કરીએ છીએ. તે લોકોને અમે ખૂબ જ સ્વીકૃતિ આપીએ અને રિસ્પેક્ટ આપીએ છીએ. જે ખૂબ જ જરૂરી છે. સાયકોલોજી ટેસ્ટ પણ લેવામાં આવે. ક્લિનિકલી પણ જોવામાં આવે અને બ્લડ હિસ્ટ્રી પણ લેવામાં આવે. ત્યારબાદ જે તે દર્દીને જો ખરેખર જેન્ડર ડિસ્ફોરિયા હોય તો હૉર્મોનલ ટ્રીટમેન્ટ સૂચવાય છે. આખરે દર્દીને `સારું` મહેસુસ થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. હવે તો એડમિનિસ્ટ્રેટિવ લેવલે પણ આધાર કાર્ડમાં પીડિતને તેમની મરજી મુજબનું લખવા દેવામાં આવે છે.

mast rahe mann mental health life and style gujaratis of mumbai dharmik parmar