ચોમાસામાં અપનાવો લાઇટવેઇટ સ્કિનકૅર

03 July, 2026 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવામાં વધતા ભેજની સાથે તમારું સ્કિનકૅર રૂટીન પણ બદલવાની જરૂર છે. ભારે ક્રીમ્સને બદલે જેલ અને વૉટર-બેઝ્ડ પ્રોડક્ટ્સ કેવી રીતે તમારી ત્વચાને ફ્રેશ અને હેલ્ધી રાખશે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

ચોમાસાનો વરસાદ ભલે ઉનાળાની ગરમીથી રાહત આપતો હોય, પણ એની સાથે આવતો ભેજ આપણી ત્વચા માટે નવી મુશ્કેલીઓ લઈને આવે છે. આ દિવસોમાં સ્કિનકૅર પ્રોડક્ટ્સ લગાવતાં જ ચહેરો ઑઇલી અને ડલ દેખાવા લાગે છે. એનું મુખ્ય કારણ બદલાતા વાતાવરણની સાથે આપણે આપણું સ્કિનકૅર રૂટીન ન બદલવાનું છે. હેવી ક્રીમ-બેઝ્ડ પ્રોડક્ટ્સ ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં ત્વચાનાં પોર્સ બ્લૉક કરી શકે છે. એને કારણે એક્ને, બ્લૅકહેડ્સ અને બ્રેકઆઉટ્સની સમસ્યા વધી જાય છે. આ સીઝનમાં સ્કિનને હેવી નરિશમેન્ટની નહીં પણ લાઇટવેઇટ હાઇડ્રેશનની જરૂર હોય છે.

કેવી પ્રોડક્ટ્સ પસંદ કરવી?
જેલ અથવા ફોમિંગ ક્લેન્ઝર : ચોમાસામાં ક્રીમ કે લોશન-બેઝ્ડ ક્લેન્ઝર વાપરવાને બદલે સાલિસિલિક ઍસિડ અથવા 
ટી-ટ્રી ઑઇલવાળાં જેલ-બેઝ્ડ ક્લેન્ઝર પસંદ કરો. એ ત્વચાના વધારાના ઑઇલને કન્ટ્રોલ કરશે અને પોર્સને અંદરથી ડીપ ક્લીન રાખશે.
વૉટર-બેઝ્ડ અથવા જેલ મૉઇશ્ચરાઇઝર : સ્કિન ગમે એટલી ઑઇલી લાગે, એને હાઇડ્રેશનની જરૂર તો હોય જ છે. ક્રીમ મૉઇશ્ચરાઇઝરની જગ્યાએ હાઇઅલુરૉનિક ઍસિડ ધરાવતું લાઇટવેઇટ જેલ કે વૉટર-બેઝ્ડ મૉઇશ્ચરાઇઝર વાપરો. એ સ્કિનને ચીકણી કર્યા વગર હાઇડ્રેશન પૂરું પાડે છે.

મેટ-ફિનિશ સનસ્ક્રીન : વાદળછાયા વાતાવરણમાં પણ સૂર્યનાં હાનિકારક UV કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે. તેથી સનસ્ક્રીન સ્કિપ ન કરો, પરંતુ ચોમાસા માટે જેલ-બેઝ્ડ અને મેટ-ફિનિશ 
સનસ્ક્રીન બેસ્ટ છે જે સ્કિન પર બિલકુલ હેવી નથી લાગતી અને પરસેવા સાથે વહી જતી નથી.

લાઇટવેઇટ ફેસ સિરમ : ત્વચાનો ગ્લો જાળવી રાખવા અને ડલનેસ દૂર કરવા માટે વિટામિન C સિરમ અથવા ઑઇલ અને પોર્સને કન્ટ્રોલ કરવા માટે નિયાસિનામાઇડ સિરમ વાપરો. જે સ્કિનમાં સેકન્ડોમાં ઍબ્સૉર્બ થઈ જાય છે.

મૉન્સૂન સ્કિનકૅર રૂટીન 
 દિવસમાં બે વાર જેલ ક્લેન્ઝરથી ફેસવૉશ કરો.
 આલ્કોહોલ-ફ્રી ટોનર અથવા રૉઝ વોટર સ્પ્રેથી સ્કિનને ઇન્સ્ટન્ટ રિફ્રેશ કરો.
 કોઈ પણ લાઇટવેઇટ ફેસ સિરમની થોડી બૂંદો અપ્લાય કરો.
 વૉટર-બેઝ્ડ જેલ મૉઇશ્ચરાઇઝરથી સ્કિનને લાઇટ હાઇડ્રેશન આપો.
 ઘરની બહાર નીકળતાં પહેલાં મેટ-ફિનિશ સનસ્ક્રીન લગાવવાનું ચૂકશો નહીં.

healthy living skin care life and style lifestyle news