✕

સેક્સ્યુઅલ ફૅન્ટસી : મનમાં આવતા વિચારોને પાર્ટનર સામે મૂકવાની પણ કળા હોવી જોઈએ

05 October, 2026 12:11 PM IST  |  Mumbai | Dr. Mukul Choksi

બેડરૂમમાં અને મનમાં આ વાતના સંકોચનો ભાર અસંખ્ય કપલના મનની મૂંઝવણ બની ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

હમણાં એક સેમિનારમાં મુંબઈ આવવાનું થયું. એ સેમિનારમાં સ્પીચ પછી પર્સનલ લેવલ પર વન-ટુ-વન ક્વેશ્ચન-આન્સરનું પણ સેશન હતું. એમાં પાંત્રીસેક વર્ષનો એક યુવાન મારી પાસે આવ્યો. તેણે અત્યંત નિખાલસતાથી સવાલ કર્યો કે વાઇફ સાથે ઇન્ટિમેટ સંબંધ બાંધતી વખતે મારા મનમાં કેટલીક ખાસ ફૅન્ટસીઓ આવે છે. તેણે ઉદાહરણ સાથે કહ્યું કે કોઈ અજાણ્યા લોકેશન પર અમે રિલેશનશિપ બાંધતાં હોઈએ, રોલ-પ્લે કરવો કે કોઈ ખાસ પ્રકારનાં કપડાં પહેરીને એકબીજા સાથે ઇન્ટ‌િમેટ થતાં હોઈએ. તે યંગસ્ટરનું કહેવું હતું કે ઘણી વાર આ કલ્પનાઓને વાસ્તવિકતામાં અજમાવવાની તીવ્ર ઇચ્છા થાય છે, પણ તેને સતત એવો ડર છે કે જો હું મારી વાઇફ સામે આ વાત કરીશ તો તે ક્યાંક વિકૃત માની લેશે. નવી જનરેશનના માત્ર પુરુષોમાં જ નહીં, સ્ત્રીઓમાં પણ આ પ્રશ્ન છે. મહિલાઓ એવું માને છે કે પોતે આવી વાત કે આવા વિચારો રજૂ કરશે તો હસબન્ડ કે બૉયફ્રેન્ડ મનમાં વિચારશે કે આ ફૅન્ટ્સી તેના મનમાં ક્યાંથી આવી?

બેડરૂમમાં અને મનમાં આ વાતના સંકોચનો ભાર અસંખ્ય કપલના મનની મૂંઝવણ બની ગઈ છે. આપણી સોસાયટીમાં સેક્સને પહેલેથી જ ટૅબૂ બનાવી દેવાયો હોવાથી ફૅન્ટસીને પાપ કે ગુનાહિત દૃષ્ટ‌િથી જોવામાં આવે છે.

સેક્સોલૉજી અને સાઇકોલૉજીની દૃષ્ટિએ સેક્સ્યુઅલ ફૅન્ટસી એ સંપૂર્ણપણે નૅચરલ, હેલ્ધી અને બાયોલૉજિકલ પ્રોસેસ છે. મન ક્યારેય સ્થિર નથી રહેતું. એ નવીનતા અને ઉત્તેજના ઝંખે છે. પ્રકૃતિએ માણસના મગજને એવી રીતે ઘડ્યું છે કે એ પોતાના આનંદને વધારવા માટે કલ્પનાઓનો સહારો લે છે.

ફૅન્ટસી એ સાથી પ્રત્યેનો પ્રેમ ઓછો થયાનું પ્રમાણપત્ર નથી, એ રિલેશનશિપમાં નવું જોમ અને રોમાંચ ઉમેરવાની માનસિક પ્રક્રિયા છે. કોઈ ખાસ કલ્પના આવવી એ કૅરૅક્ટરલેસ હોવાની વાત છે જ નહીં એટલે સૌથી પહેલાં તો જાતને ગિલ્ટ આપવી નહીં. કલ્પના કરવી એ મનની સ્વતંત્રતા છે, પણ એને વ્યવહારમાં લાવવા માટે પરસ્પર આદર અને સંવાદની જરૂર પડે એ પણ જરૂરી છે. પરંપરાગત ઇન્ટિમેટ રિલેશનશિપ સિવાયની તમારી જે કોઈ ફૅન્ટસી હોય એને ક્યારેય બેડરૂમમાં અચાનક થોપવી ન જોઈએ. ધીમે-ધીમે એ દિશામાં આગળ વધીને પાર્ટનરને મનથી ફ્રી કરતા જવું જોઈએ અને જ્યાં પણ પાર્ટનરને ખચકાટ થાય ત્યાં તેની સાથે સમજાવટથી વાત કરવી જોઈએ. જરૂરી નથી કે દરેક વ્યક્તિ તરત મોટા પ્રયોગો સ્વીકારવા તૈયાર હોય. જો અચાનક ખૂબ બોલ્ડ 
ફૅન્ટસી સામે આવી જાય તો પાર્ટનર સંકોચમાં આવી શકે છે. એટલે નાની-નાની વાતોથી શરૂઆત કરો અને ધીમે-ધીમે રિલેશનશિપમાં ઓપનનેસ ઉમેરો.

healthy living health tips columnists