ટેક્નૉલૉજી અને ગૅજેટ્સે લાઇફને સરળ, પરંતુ બૉડીને હાર્ડ બનાવી

07 September, 2021 05:18 PM IST  |  Mumbai | Rashmin Shah

જાણીતા સિંગર અને લોકગાયક પ્રફુલ્લ દવેની દીકરી અને ગુજરાતી મ્યુઝિકની ન્યુ જનરેશનમાં જેનું નામ સૌથી ટૉપ પર લખાય છે એ ઈશાની દવેની આ માન્યતામાં જરા પણ અતિશિયોક્તિ નથી

ઈશાની દવે

ગૅજેટ્સને લીધે લાઇફમાં રિલૅક્સેશન આવ્યું પણ એ રિલૅક્સેશનની સાથોસાથ લાઇફ કૉમ્પિટિટિવ બનતાં સ્ટ્રેસ પણ ખૂબ વધ્યું. આજે તમે જુઓ કે બધાની લાઇફમાં ટેન્શન છે. કૅન વી ઇમૅજિન ધૅટ કે દેખાવે આટલો ફિટ એવો ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લ સવારે જાગશે નહીં! સ્ટ્રેસ અને ટેન્શન પોતાનું કામ કરતાં જ હોય છે એટલે માત્ર ફિટ રહેવા માટે જ નહીં પણ લાઇફમાં સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી અને ટેન્શનને ટક્કર આપી શકીએ એની માટે પણ વર્કઆઉટ ઇમ્પોર્ટન્ટ છે. માણસને પોતાને ખબર નથી હોતી પણ તેને આ બધી ઉપાધિઓને લીધે નેગેટિવ અસર સહન કરવી જ પડે છે.

હવે લાઇફ પહેલાં જેટલી ઈઝી લાઇફ નથી. પહેલાં જીવનમાં નિરાંત હતી પણ હવે એવું નથી રહ્યું. મેં મારા પપ્પા પ્રફુલ્લ દવે પાસેથી પહેલાંની જે વાતો સાંભળી છે એ સાંભળીને આપણને ખરેખર નવાઈ લાગે કે એ સમયની દોડધામ પછી પણ શાંતિ હતી અને આજે ગૅજેટ્સ અને ટેક્નૉલૉજી આવી ગયા પછી પણ શાંતિ નથી.

મારું વર્કઆઉટ વર્લ્ડ...|  મારી વર્કઆઉટ ઍક્ટિવિટીમાં યોગ, જિમ વર્કઆઉટ, સ્કિપિંગ અને સાઇક્લિંગ જેવી બધી ઍક્ટિવિટી આવે છે. દિવસમાં હું મારી જાત માટે એકથી દોઢ કલાક ફાળવું છું. માઇન્ડ વેલ, હું મારા માટે આ ટાઇમ ફાળવું છું, મારી બૉડી માટે કે પછી મારા લુક માટે નહીં. ઝીરો ફિગર મારા માટે જરા પણ ઇમ્પોર્ટન્ટ નથી. ના, પણ કોર સ્ટ્રેંગ્થ બહુ મહત્ત્વની છે. મેં જોયું છે કે મારા પપ્પા પાંચ-પાંચ, છ-છ કલાકના ડાયરાઓ કર્યા પછી પણ લોકો સાથે એક કલાક ઊભા રહીને વાત કરતા, તેમની એનર્જીમાં કોઈ ફરક પડે નહીં. નાનપણથી એ જોયું હતું એટલે જ આજે શો વખતે સતત ચાર-પાંચ કલાક ઊભા રહીને એકધારું સિન્ગિંગ કરીને પણ હું ફ્રેશ રહું એવું વર્કઆઉટ હું પ્લાન કરું છું.

મેં ઘરે વર્કઆઉટ માટે ટ્રેડમીલ સહિત અમુક ઇક્વિપમેન્ટ્સ રાખ્યાં છે જેથી જિમ સેશન મિસ થાય તો હું ઘરે પણ વર્કઆઉટ ઈઝીલી કરી શકું. લૉકડાઉન સમયે મને એ ઇક્વિપમેન્ટ્સ કામ પણ લાગ્યાં. ઘરે વર્કઆઉટમાં પુશ-અપ્સ, પુલ-અપ્સ, જમ્પિંગ, સ્ક્વોટ્સ અને સ્કિપિંગ જેવી ઍક્ટિવિટી કરું છું તો લૉકડાઉન પછી હું યોગ ક્લાસ ઑનલાઇન કરું છું.

જિમ મારા માટે બૉડીનો ખોરાક છે તો યોગ અને મેડિટેશન માઇન્ડ માટેનું ફૂડ છે. હું કહીશ કે મેડિટેશન અને પ્રાણાયામને પ્રમોટ કરવા માટે ગવર્નમેન્ટે એને સબ્જેક્ટ તરીકે સ્કૂલમાં જ ઇન્ટ્રોડ્યુસ કરી દેવા જોઈએ.

ઓછામાં ઓછી આઉટડોર સ્પોર્ટ્સ હવે રહી છે. પહેલાંના સમયમાં કબડ્ડી, ક્રિકેટ, ટેનિસ, ફુટબૉલ જેવી કેટલી રમતો હતી જે આપણે રમતાં પણ હવે એ બધું બંધ થઈ ગયું છે. એક વખત દોડીને જુઓ તમે. હવે આપણે દોડી પણ શકતા નથી. હું કહીશ કે સ્પોર્ટ્સ લાઇફમાંથી નીકળી છે એનાથી બહુ મોટું નુકસાન થયું છે. હું કહીશ કે વર્કઆઉટ શરૂ ન થાય તો ઍટ લીસ્ટ દર સન્ડે સ્પોર્ટ્સ ઍક્ટિવિટી શરૂ કરી દો. એકથી બે વીકમાં બૉડીની સ્ટ્રેંગ્થ પણ મપાઈ જશે અને રિયલાઇઝ થઈ જશે કે તમે બૉડીને કેવી જડ બનાવી દીધી છે. સાઇક્લિંગ પણ એનો જ ઑપ્શન છે.

ફૂડ માટે બનો જાગૃત |  દિવસ દરમિયાન હું પાંચ મીલ લઉં છું. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર અને આ ત્રણ મીલ વચ્ચે બે વખત લાઇટ સ્નૅક્સ, જેમાં ફ્રૂટ્સ કે ડ્રાયફ્રૂટ જ હોય. ચા-કૉફી પીવાની મને આદત નથી પણ ગ્રીન ટી પીતી હોઉં છું. ગોલ્ડ-મિલ્ક પણ મને ચાલે.

હું ઘઉંને બદલે બાજરી પસંદ કરુ છું તો રાઇસને બદલે મને ખીચડી વધારે જોઈએ. ભૂખ લાગે ત્યારે એક પણ પ્રકારના નાસ્તાને બદલે હું ફ્રૂટ્સ કે ડ્રાયફ્રૂટ્સ વધારે પસંદ કરું. લંચ અને ડિનરમાં ધારો કે હું ચારસો ગ્રામ ફૂડ લેતી હોઉં તો એમાંથી બસો ગ્રામ મેં વેજિટેબલ્સ લીધાં હોય. હું કહીશ કે જેટલું સાદું અને સાત્ત્વિક ખાશો એટલાં જ તન-મન હેલ્ધી રહેશે.

ગોલ્ડન વર્ડ્સ

એક્સરસાઇઝ મહત્ત્વની નથી, ઍક્ટિવિટી મહત્ત્વની છે અને હવે ઍક્ટિવિટી ઓછી થઈ ગઈ છે એટલે એક્સરસાઇઝ પર ફોકસ કરવાનું છે.

columnists Rashmin Shah