અર્લી પ્યુબર્ટીને કારણે શું તકલીફ થઈ શકે?

24 December, 2021 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારી દીકરી ૮ વર્ષની છે. હમણાં ગયા અઠવાડિયે જ તેનું માસિક શરૂ થઈ ગયું છે. આ  ઉંમરે માસિક શરૂ થયું હોવાથી હું ખૂબ ચિંતામાં છું. પ્યુબર્ટી પિરિયડ જલદી શરૂ થઈ ગયો છે એનાથી બીજી કોઈ તકલીફ ઊભી થઈ શકે?

મિડ-ડે લોગો

મારી દીકરી ૮ વર્ષની છે. હમણાં ગયા અઠવાડિયે જ તેનું માસિક શરૂ થઈ ગયું છે. આ  ઉંમરે માસિક શરૂ થયું હોવાથી હું ખૂબ ચિંતામાં છું. પ્યુબર્ટી પિરિયડ જલદી શરૂ થઈ ગયો છે એનાથી બીજી કોઈ તકલીફ ઊભી થઈ શકે?

પ્યુબર્ટી આવવાની ઉંમર છોકરીઓમાં ૯થી લઈને ૧૪ વર્ષ સુધીની હોય છે. ૨૦ વર્ષ પહેલાં નૉર્મલ છોકરીઓમાં ૧૫-૧૬ વર્ષે પ્યુબર્ટીની શરૂઆત થતી હતી. આજે ઍવરેજ ૧૦-૧૧ વર્ષે આ શરૂઆત થાય છે. જો ૮ વર્ષે છોકરીઓમાં અને ૧૦ વર્ષે છોકરાઓમાં પ્યુબર્ટીનાં ચિહનો જોવા મળે તો એને અર્લી પ્યુબર્ટી કહે છે. તમારી દીકરી ૮ વર્ષની છે અને તેને એક વખત માસિક આવ્યું એનો અર્થ એમ કે તેનો પ્યુબર્ટી પિરિયડ શરૂ થઈ ગયો છે જે માટે અમુક વસ્તુઓ તમારે સમજવી જરૂરી છે.  
જો બાળકમાં પ્યુબર્ટી જલદી આવી જાય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે બાળકનો પ્યુબર્ટી પિરિયડ શરૂ થાય ત્યારે થોડા સમય બાદ તેનો શારીરિક ગ્રોથ ખાસ કરીને હાઇટ વધવાનું અટકી જાય છે. હાઇટ વધવી એટલે હાડકાંનું બંધારણ અને સ્નાયુઓ મજબૂત થવાનું મુખ્ય કાર્ય. પ્યુબર્ટી સમય કરતાં જલદી આવે તો બને કે બાળકનો વિકાસ થવો જોઈએ એટલો થાય નહીં. ખાસ કરીને હાડકાં અને સ્નાયુઓનું બંધારણ નબળું રહે એવું બની શકે. ખાસ કરીને છોકરીઓમાં જ્યારે અર્લી પ્યુબર્ટી આવે ત્યારે તેને તેની આખી જિંદગી દરમિયાન વધુ એસ્ટ્રોજન હૉર્મોનનો સામનો કરવો પડે છે. એને કારણે તેને બ્રેસ્ટ-કૅન્સર થવાની શક્યતા ઘણી વધારે રહે છે. ઘણાં રિસર્ચ મુજબ આવાં બાળકો આગળ જતાં લાંબા ગાળે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ કે હાર્ટ-પ્રૉબ્લેમ્સના શિકાર પણ બનતાં હોય છે. પ્યુબર્ટીની શરૂઆત હોય ત્યારે માસિક રેગ્યુલર થતાં એકથી ત્રણ વર્ષ જેવો સમય લાગી શકે છે. અનિયમિતતાને કારણે ક્યારેક એકદમ હેવી બ્લીડિંગ પણ થઈ શકે છે. આ બધી કન્ડિશન ખૂબ નાની ઉંમરમાં સહન કરવી પડે અને વધુ બ્લીડિંગ થઈ જાય તો છોકરી એનીમિક પણ બની શકે છે. ખાસ કરીને આ બાળકોને કૅલ્શિયમ, વિટામિન-ડી, હીમોગ્લોબિન, આયર્ન, ફોલિક ઍસિડ અને વિટામિન-બી૧૨ યુક્ત ડાયટ આપવી. જરૂર પડે તો ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ્સ પણ આપી શકાય. નહીંતર તેમના ગ્રોથને ખૂબ અસર થઈ શકે છે.

life and style health tips