તમારું બ્લડ પ્રેશર માપો, સચોટ રીતે નિયંત્રણમાં રાખો અને લાંબું જીવો

17 May, 2021 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાઈ બ્લડ પ્રેશર મગજ, હૃદય, કિડની અને રક્તવાહિનીઓને મોટું નુકસાન કરી શકે છે. જો વહેલાસર નિદાન અને ઉચિત સારવાર કરાવવામાં ન આવે, તો આ સ્ટ્રોક, હાર્ટ ફેઇલ્યોર અને કિડની ફેઇલ્યોર સહિત હૃદયરોગનો હુમલા તરફ દોરી શકે છે. 

પ્રતીકાત્મક તસવીર

જ્યારે બ્લડ પ્રેશર અનિચ્છનિય સ્તરે વધી જાય છે, ત્યારે હાયપરટેન્શન કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પેદા થાય છે. આ રક્તવાહિનીની દિવાલો પર લોહીના દબાણમાં વધારો છે. સામાન્ય બ્લડ પ્રેશર 120/80 mmHg છે. વિવિધ માર્ગદર્શિકા મુજબ, હાઈ બ્લડ પ્રેશરની પરિભાષા આ છે – બ્લડ પ્રેશર 130/80 mmHg અથવા 140/90 mmHgથી વધારે થઈ જવું. આ બિમારી સાયલન્ટ કિલર તરીકે જાણીતી છે. હાઈ બ્લડ પ્રેશર મગજ, હૃદય, કિડની અને રક્તવાહિનીઓને મોટું નુકસાન કરી શકે છે. જો વહેલાસર નિદાન અને ઉચિત સારવાર કરાવવામાં ન આવે, તો આ સ્ટ્રોક, હાર્ટ ફેઇલ્યોર અને કિડની ફેઇલ્યોર સહિત હૃદયરોગનો હુમલા તરફ દોરી શકે છે. 

ભારતમાં હાયપરટેન્શનના દર્દીઓની સંખ્યા બહુ વધારે છે. અહીં 60 વર્ષથી વધારે વય ધરાવતી દર ત્રણ પુખ્ત વયની વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ હાયપરટેન્શનથી પીડિત છે.   એક અંદાજ મુજબ, આપણા દેશમાં પુખ્ત વયના 29.8 લોકો હાયપરટેન્શનથી પીડિત છે.  એના પરથી આપણે સમજી શકીએ છીએ કે, હાયપરટેન્શનની સારવાર અને વ્યવસ્થાપન સમયસર કરવું કેટલું મહત્વપૂર્ણ છે. હાઈ બ્લડ પ્રેશરના વહેલાસર નિદાનની સાથે હાયપરટેન્સિવ લોકોમાં બીપીને સચોટ રીતે માપવું અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે એનાથી કાર્ડિયોવાસ્ક્યુલર જોખમનું સ્પષ્ટ ચિત્ર મળે છે. વળી બ્લડ પ્રેશર ધરાવતા ઘણા લોકો હાયપરટેન્શન બોર્ડરલાઇન પર ધરાવે છે અને બ્લડ પ્રેશર માપવામાં નાની ભૂલ પણ ઉચિત નિદાન અને યોગ્ય ઉપચાર સાથે સારવારથી દૂર કરી શકે છે. બીજી તરફ, બ્લડ પ્રેશર માપવામાં થોડા mm Hgનો ફરક વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશર ધરાવવા હોવાનું લેબલ લગાવી શકે છે, જેથી વ્યક્તિ બિનજરૂરી દવા લે એવી શક્યતા ઊભી થાય છે.

સામાન્ય રીતે હાયપરટેન્શિવ લોકો ક્લિનિકમાં હેલ્થકેર પ્રોવાઇડર દ્વારા, બ્લડ પ્રેશર માપવાની સેવા આપતા ફાર્મસીમાં બ્લડ પ્રેશર ચેક કરાવે છે અથવા બીપી મોનિટર પર ઘરે ચેક કરે છે. બ્લડ પ્રેશર માપવું સામાન્ય પ્રક્રિયા છે, પણ એમાં ઘણી વાર ખોટું રીડિંગ આવવાની શક્યતા છે. આ વિશે ઇન્ડિયન સોસાયટી ઓફ હાયપરટેન્શનના પ્રેસિડન્ટ, વર્લ્ડ હાયપરટેન્શન લીગના બોર્ડ મેમ્બર ડૉ. એસ એન નારાસિંગન બીપી માપવાની શ્રેષ્ઠ પદ્ધતિ પર ભાર મૂકીને થોડી ટિપ્સ આપે છે, જેથી બીપીનું સચોટ રીડિંગ્સ મળશે. 

•    ખુલ્લા હાથ પર બીપી કપને યોગ્ય રીતે ફીટ કરવાની જરૂર છે, વસ્ત્રો પર બીપી કપ રાખવાથી રીડિંગ વધારે આવી શકે છે
•    કિડની કે બ્લેડર ખાલી હોય એ મહત્વપૂર્ણ છે, ભરેલા બ્લેડર સાથે બીપી રીડિંગ વધારે આવી શકે છે
•    દર્દી અને કેરટેકરે બીપી માપતી વખતે વાત કરવાનું ટાળવું જોઈએ
•    હાથને હૃદયના સ્તર સુધી લઈને ટેકો આપવો જોઈએ
•    પીઠના ટેકે બેસવું જોઈએ
•    પગ એકબીજા પર વળેલા ન હોવા જોઈએ એટલે પગ એકબીજાથી ખુલ્લાં હોવા જોઈએ અને ફ્લોર પર હોવા જોઈએ
•    બીપી માપવાના 30 મિનિટ અગાઉ ભોજન, કેફિન, ધુમ્રપાન અને શરાબનું સેવન ટાળવું જોઈએ
•    હોમ બ્લડ પ્રેશર મોનિટરિંગ (એચબીપીએમ)ના કેસમાં ઓછામાં ઓછા ત્રણ રીડિંગ રેકોર્ડ કરવા જોઈએ અને છેલ્લાં બે રીડિંગની સરેરાશને બ્લડ પ્રેશર ગણી શકાશે

ડૉ. એસ એન નારાસિંગન, પ્રેસિડન્ટ, ઇન્ડિયન સોસાયટી ઓફ હાયપરટેન્શન, બોર્ડ મેમ્બર, વર્લ્ડ હાયપરટેન્શન લીગના જણાવ્યા અનુસાર
 
આ નિયમોનું પાલન સરળ છતાં જરૂરી છે અને લાંબા ગાળે દર્દીને તૈયાર કરી શકે છે તથા ક્લિનિકમાં અને એની બહાર બીપી સચોટ રીતે માપવા ફિઝિશિયન, દર્દીઓ અને સાધારણ જનતાને મદદરૂપ થશે. અત્યારે મહામારીમાં ફિઝિશિયન્સ કન્સલ્ટેશન માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. એટલે દરેક હાયપરટેન્સિવ દર્દી માટે એચબીપીએમ ફરજિયાત બની ગયું છે, જે ફિઝિશિયન્સને બીપી અસરકારક રીતે નિયંત્રણમાં રાખવા અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમો ઘટાડવા સક્ષમ બનાવશે. 

health tips