Jio network down: સવારથી જિયોના નેટવર્કમાં સમસ્યા આવતા ઈન્ટરનેટ યુઝર્સ થયા ઘાંઘા, જાણો વિગત

06 October, 2021 01:44 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની રિલાયન્સ જિયો (Jio)ના હજારો યુઝર્સ નેટવર્ક ડાઉનની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની રિલાયન્સ જિયો (Jio)ના હજારો યુઝર્સ નેટવર્ક ડાઉનની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. હકીકતે અત્યાર સુધી ચાર હજારથી વધુ યુર્ઝસે Jio નું નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદ કરી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ નેટવર્ક સમસ્યા એક વિસ્તારમાં આવી છે કે અન્ય વિસ્તારોમાં, પરંતુ યુઝર્સ તેનાથી પ્રભાવિત થયા છે.

ડાઉનડેક્ટર મુજબ, હજારો Jio યુઝર્સ હાલમાં કેટલીક નેટવર્ક સમસ્યા અનુભવી રહ્યા છે. આશરે 4,000 થી વધુ યુઝર્સે જિયો નેટવર્ક સમસ્યાઓ વિશે ફરિયાદ કરી છે, જેમાં 40 ટકાએ કોઈ સંકેતનો અનુભવ કર્યો નથી. યુઝર્સ ટ્વિટરના માધ્યમથી નેટવર્ક સમસ્યા અંગે જાણકારી આપી રહ્યાં છે. 

ટ્વિટર મુજબ આ નેટવર્ક મુદ્દે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અન્ય શહેરોમાં યુઝર્સને અસર થઈ હોવાનું જણાય છે. આ ઉપરાંત, આ સમસ્યા ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના અબજો યુઝર્સ માટે બંધ થયાના એક દિવસ પછી આવી છે. 

આ સમસ્યા જાહેર થતાં થોડા જ સમયમાં  #jiodown એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્રેન્ડ થયું છે. આ દરમિયાન હજારો યુઝર્સે જિયોનું નેટવર્ક ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. કેટલાક યુઝર્સે લખ્યું કે Jio નું નેટવર્ક કેટલાક કલાકો સુધી કામ કરી રહ્યું નથી. કેટલાક યુઝર્સે લખ્યું કે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ બાદ હવે જિયોનું નેટવર્ક પણ ડાઉન છે. રિલાયન્સ જિયો @jiocareનું સત્તાવાર કસ્ટમર કેર હેન્ડલ યુઝર્સની ફરિયાદોથી ભરાઈ ગયું છે.

technology news tech news reliance social networking site