તરત મળશે ચોરાયેલ એન્ડ્રૉઈડ ફોન, સ્વિચ ઑફ થયા પછી પણ જોઈ શકાશે લાઈવ લોકેશન

14 November, 2022 07:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે સ્માર્ટફોન ખોવાઈ જાય છે. પણ, તમે ચોરાયેલ ફોનને સરળતાથી ટ્રેક કરી શકો છો. ફોન સ્વિચ ઑફ થયા પછી પણ તેને ટ્રેક કરવામાં મુશ્કેલી નડે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

સ્માર્ટફોન્સનો (Use of Smart Phones) ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્માર્ટફોન વગર આપણાં કામ અટકી જાય છે. મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે સ્માર્ટફોન ખોવાઈ જાય છે. પણ, તમે ચોરાયેલ ફોનને સરળતાથી ટ્રેક કરી શકો છો. ફોન સ્વિચ ઑફ થયા પછી પણ તેને ટ્રેક કરવામાં મુશ્કેલી નડે છે.

પોલીસને પણ તમે તમારું ફોન ટ્રેક કરવા માટે રિક્વેસ્ટ કરી શકો છો. અનેક કેસમાં પોલીસ ફોન ટ્રેક કરી આ ફોન જેનો છે તેને સોંપી દે છે. જો કે, તમે પહેલાથી કેટલીક સેફ્ટી ટિપ્સ અપનાવીને સરળતાથી તમારા ફોનને ટ્રેક કરી શકો છો. આ માટે અનેક એપ્સ સરળતાથી મળી જશે.

ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે આ એપ
અમે અહીં Track it EVEN if it is offની વાત કરી રહ્યા છીએ. આને અન્ડ્રોઈડ યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. આની રેટિંગ પણ ઘણી સારી છે. આને Hammer Securityએ ડેવલપ કરી છે. આનું સેટઅપ પ્રોસેસ પણ સરળ છે.

એપ ડાઉનલોડ કર્યા પછી તમારે ઓપન કરીને કેટલીક પરમિશન આપવાની હોય છે. આમાં એક ફીચર ડમી સ્વિચ ઑફ અને ફ્લાઈટ મોડનો પણ છે. આથી પોનને સ્વિચ ઑફ કર્યા પછી પણ તે ઑફ ન થાય જ્યારે ચોરને એવું લાગે કે ફોન ઑફ થઈ ગયો છે.

લોકેશનની પડશે ખબર
આ તમારા ડિવાઈસની બધી એક્ટિવિટી જેમ કે લોકેશન, જેના હાથમાં ફોન છે તેની સેલ્ફી અને અન્ય ડિટેલ્સ તમે પ્રોવાઈડ કરેલા ઇમરજન્સી નંબર પર મોકલતો રહે છે. આ એપ ફોનની લાઇવ લોકેશન પણ સેન્ડ કરે છે.

આ પણ વાંચો : આઇફોનમાં 5Gનો ઉપયોગ કરવા માટે શું કરશો?

આથી આ ફોનને ટ્રેક કરવું ખૂબ જ સરળ થઈ જાય છે. જો તમે પણ એન્ડ્રોઈડ ફોન વાપરો છો તો તમારે માટે આ ખૂબ જ કામની એપ્લિકેશન છે. આને ગૂગલ પ્લે સ્ટોર પર ખૂબ જ સારી રેટિંગ પણ આપવામાં આવી છે. ફોન ચોરી થવાની સ્થિતિમાં તમને આ ખૂબ જ કામ લાગશે. એવામાં તમે આ ટ્રાય પણ કરી શકો છો.

technology news tech news