એપલ આઇફોન 12, આઇફોન 12 મીની સાથે ફ્રી આપશે એરપોડ્સ, જાણો વિગત

03 October, 2021 09:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

“આઇફોન 12 અથવા આઇફોન 12 મીની ખરીદો અને અમારા એરપોડ મેળવો.” કંપનીએ પેજ પર લખ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

તહેવારોની સીઝન પહેલા, એપલ ભારતમાં આઇફોન 12 અને આઇફોન 12 મીનીની ખરીદી પર મફત એરપોડ્સ ઓફર કરી રહ્યું છે. એપલે તેના ઇન્ડિયા સ્ટોર પેજ પર તહેવારની ઓફરની વિગતો પ્રકાશિત કરી છે. તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ઓફર 7 ઓક્ટોબરથી શરૂ થશે.

“આઇફોન 12 અથવા આઇફોન 12 મીની ખરીદો અને અમારા એરપોડ મેળવો.” કંપનીએ પેજ પર લખ્યું હતું. 5.4-ઇંચનો આઇફોન 12 મીની, 6.1-ઇંચનો આઇફોન 12 64 જીબી, 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ બ્લૂ, ગ્રીન, બ્લેક, વાઇટ અને રેડ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેની કિંમત અનુક્રમે 79,900 અને 69,900 રૂપિયા હતી.

બંને મોડેલોમાં અદ્યતન ડ્યુઅલ-કેમેરા સિસ્ટમ છે જે કોમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી સુવિધાઓ અને સ્માર્ટફોનમાં ઉચ્ચતમ ગુણવત્તાવાળા વિડિયો આપે છે. A14 બાયોનિક સૌથી ઝડપી ચિપ આઇફોન 12 છે, તેથી ફોનનું પરફોર્મન્સ દમદાર છે. તે બેટરી લાઈફને પણ અસરકારક રીતે સંચાલિત કરે છે.

આઇફોન 12 એ ડોલ્બી વિઝન સાથે એચડીઆર વીડિયો શૂટ કરનારો પહેલો કેમેરો ધરાવે છે અને એન્ડ-ટુ-એન્ડ ડોલ્બી વિઝન અનુભવને સક્ષમ કરવા માટે વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ડિવાઇસ છે.

તાજેતરમાં, કંપનીએ iPhone 13 શ્રેણી લોન્ચ કરી છે, જેમાં એક નાનો નોચ, રિપોઝિશન કરેલા પાછળના કેમેરા અને સુધારેલ પરફોર્મન્સ છે.

iPhone 13 128GB વેરિએન્ટથી શરૂ કરીને ત્રણ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તે 256GB અને 512GB સ્ટોરેજ વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે.

life and style technology news apple iphone