BGMIની રાહ જોઈ રહેલા એપલ યૂઝર્સ માટે ખુશખબર! હવે ડાઉનલોડ માટે અવેલેબલ છે આ રમત

18 August, 2021 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ રમત હવે એપલ એપ સ્ટોર પર પણ ડાઉનલોડ માટે અવેલેબલ છે. એન્ડ્રોઈડ માટે BGMIને 2 જુલાઈના જ અવેલેબલ કરાવી દેવામાં આવી હતી.

તસવીર સૌજન્ય મિડ-ડે

Battlegrounds Mobile India (BGMI)ના iOS વર્ઝનની રાહ જોતા યૂઝર્સનો ઇંતેજાર હવે ખતમ. BGMIને હવે iOS માટે પણ રિલીઝ કરી દેવામાં આવી છે. આ રમત હવે એપલ એપ સ્ટોર પર પણ ડાઉનલોડ માટે અવેલેબલ છે. એન્ડ્રોઈડ માટે BGMIને 2 જુલાઈના જ અવેલેબલ કરાવી દેવામાં આવી હતી.

એન્ડ્રોઈડ ડિવાઇસ પર અત્યાર સુધી આને 50 મિલિયન વાર ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે. હવે આ રમત જ્યારે એપલ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવી છે ત્યારે આશા છે કે આ આંકડો હજીપણ વધશે. એપલ એપ સ્ટોર પર આ ગેમની સાઇઝ 1.9 જીબી છે.

એપ સ્ટોર પર ગેમને લઈને કહેવામાં આવ્યું છે કે આ ગેમ રમવા માટે iOS 11.0 કે તેનાથી વધારે હોવું જોઈએ. આ સિવાય રમત iPad અને iPod touch પર રમી શકાશે. iPod પર આ રમત રમવા માટે iPadOS 11.દ અથવા તેનાથી અપગ્રેટેડ વર્ઝન હોવું જરૂરી છે.

Battlegrounds Mobile India ફક્ત ભારતમાં અવેલેબલ છે. એટલે તે તમે એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી આ ગેમ ત્યારે જ ડાઉનલોડ કરી શકશો જ્યારે તમે ભારતમાં હશો. iOS માટે આ ગેમની રાત યૂઝર્સ ઘણાં દિવસથી જોઈ રહ્યા હતા. જો કે, તાજેતરમાં જ પબ્લિશરે હિંટ આપી હતી કે આ ટૂંક સમયમાં જ iOS માટે રિલીઝ કરવામાં આવશે.

આને લઈને Kraftonએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સથી 7 ઑગસ્ટના iOS રિલીઝ ટીઝ કરી હતી. કંપનીએ જણાવ્યું કે હવે iOS પ્લેટફૉર્મ પર પણ પ્લેયર્સ લેગ-ફ્રી એક્સપીરિએન્સ માણી શકશે. આવનારા Battlegrounds Mobile India Series (BGIS 2021) સીરિઝમાં પણ પ્લેયર્સ હવે iOS ડિવાઇસથી ભાગ લઈ શકશે.

technology news tech news