ફેસ્ટિવલ મોડમાં બૅટલગ્રાઉન્ડ

03 December, 2021 08:20 PM IST  |  Mumbai | Harsh Desai

ધૂમ મચાવી ચૂકેલી આ ગેમની નવી અપડેટમાં માઉન્ટન બાઇક, વેપન્સ બૅલૅન્સ અને ક્રિસમસ થીમ ઉપરાંત ઘણુંબધું નવું આવ્યું છે એ જાણી લો

ફેસ્ટિવલ મોડમાં બૅટલગ્રાઉન્ડ

ગેમ વર્લ્ડમાં સતત પ્લેયરોને આકર્ષવા માટે દરેક ગેમને વારતહેવારે અપડેટ કરતા રહેવું પડે છે. દુનિયાભરમાં મોબાઇલ ગેમિંગમાં PUBG ખૂબ જ ફેમસ છે. એક સમયે બહુ ચર્ચિત થયેલી આ ગેમને ભારત ‌સહિત ઘણા દેશોએ બૅન પણ કરી હતી, પરંતુ એના ચાહકો એટલા હતા કે એનું કમબૅક થયું બૅટલગ્રાઉન્ડ ઇન્ડિયાના નામે. બૅટલગ્રાઉન્ડ ઇન્ડિયાની નવી અપડેટ 15.1માં ઘણાં નવાં ઍડિશન અને થીમ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે વેપન્સમાં પણ સુધારો કર્યો છે. આ નવી અપડેટમાં શું-શું હશે એ જોઈએ.
વેહિકલ | મૅપમાં એક લોકેશન પરથી બીજા લોકેશન પર જવા માટે વેહિલની જરૂર પડે છે. અત્યાર સુધી બાઇક, ડાસિયા, બગી અને યુએઝેડ જેવાં ઘણાં વેહિકલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ તમામ વેહિકલમાં ગૅસની જરૂર પડે છે. ઝોનમાં જતી વખતે ગૅસ પતી ગયો તો વેહિકલ રસ્તામાં છોડીને બચવા માટે ભાગવું પડે છે. જોકે હવે આ ગેમમાં માઉન્ટન બાઇક એટલે કે સાઇકલનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાઇકલ મૅપમાં ફોલ્ડ કરીને મૂકેલી હોય છે જેથી પ્લેયર એને પોતાની બૅગમાં પણ મૂકી શકે જેથી અન્ય પ્લેયર લઈ ન શકે. આ સાઇકલમાં એન્જિન ન હોવાથી એ સાઇલન્ટ રહેશે અને અન્ય પ્લેયરને એ જાણ નહીં થાય કે તેમની પાસેથી અન્ય કોઈ પ્લેયર ટ્રાવેલ કરી રહ્યો છે. જોકે સાઇકલનો ઉપયોગ કર્યા બાદ ફરી એને ફોલ્ડ કરી ઇન્વેન્ટરીમાં મૂકી શકાશે. સાઇકલમાં સ્પીડોમીટર ન આપ્યું હોવાથી એની સ્પીડ વિશે જાણ નહીં થઈ શકે. જોકે એની મૅક્સિમમ સ્પીડ ૫૦ કિલોમીટરની હશે જે અન્ય વેહિકલ કરતાં અડધી છે. અન્ય વેહિકલને ડિસ્ટ્રૉય કરી શકાય છે, પરંતુ આ સાઇકલને ડિસ્ટ્રૉય નહીં કરી શકાય.
નિશાન વધુ શાર્પ થશે | બૅટલગ્રાઉન્ડ ઇન્ડિયામાં ઘણાં વેપન્સને બૅલૅન્સ કરવામાં આવ્યાં છે. P90માં વર્ટિકલ અને હૉરિઝોન્ટલ રીકોઇલને કન્ટ્રોલ કરવામાં આવ્યું છે. આથી હવે નિશાન વધુ ઍક્યુરેટ રહેશે. શૉર્ટગન્સમાં ડૅમેજ કન્ટ્રોલ પર ફોકસ કરવામાં આવ્યું છે. તેમ જ રેન્જ પણ વધારવામાં આવી છે. હવે યુઝર્સને શૉર્ટગન્સમાં પહેલાં કરતાં થોડા મીટર્સ વધુની રેન્જ મળશે. તેમ જ એ હવે શૉર્ટ રેન્જમાં વધુ ડૅમેજ કરી શકશે. લાઇટ મશીનગન્સમાં ક્રાઉચ અને સ્ટૅન્ડિંગ પોઝ‌િશનમાં જે રીકોઇલ આવતું હતું એના પર કન્ટ્રોલ કરવામાં આવ્યું છે. ખાસ કરીને M249 અને MG3માં લાઇટ મશીનગન્સનું બૉડી ડૅમેજ 1.0થી વધારીને 1.05 કરવામાં આવ્યું છે. M249નું ડૅમેજમાં એકનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે MG3ના ડૅમેજમાં બે પૉઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. MG3નું હૉરિઝન્ટલ રીકોઇલ પણ ઓછું કરવામાં આવ્યું છે જેથી ફુલ મોડમાં ફાયર કરતી વધતે વધુ ઍક્યુરસીથી નિશાન લાગે.
થીમ ઇવેન્ટ | ક્રિસમસ નજીક હોવાથી હવે આ ગેમમાં થીમ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાકાઓ ફ્રેન્ડ્સ લૅન્ડનો મૅપમાં સમાવેશ થશે. ડાયનોલૅન્ડને હવે કાકાઓ ફ્રેન્ડ્સ લૅન્ડમાં રૂપાંતર કરવામાં આવ્યો છે. આ માટે ઘણાં બૅનર્સ અને હોલ્ડિંગ્સ પણ દેખાશે. તેમ જ કાકાઓ ફ્રેન્ડ્સ ઑર્નામેન્ટ્સ પણ ઉમેરાયાં છે, જેને બૅગ પર લગાવી શકાશે. આ સાથે જ ડાયનોલૅન્ડ, કૅસલ અને વાઇનરીમાં ક્રિસમસ થીમ અને વેધરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્લેયર્સ હવે આ સ્પૉટ પર ફેસ્ટિવલની ઝલકની સાથે થોડી મસ્તી પણ કરી શકશે અને ત્યાં તેમને લૂંટનો માલ પણ વધુ મળશે.

harsh desai columnists tech news technology news