06 May, 2026 05:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૂના મગનો ઉપયોગ કરવાના આઇડિયાઝ
જૂના મગનો ઉપયોગ તમે સેન્ટેડ કૅન્ડલ્સ તરીકે કરી શકો છો. જો કૉફીના કોઈ મગનું હૅન્ડલ તૂટી ગયું હોય અથવા એનો રંગ ઝાંખો થઈ ગયો હોય તો એમાં વૅક્સ અથવા જૂની મીણબત્તીના ટુકડા ઓગાળીને ભરી દો. વચ્ચે એક વાટ મૂકી દો. વૅક્સ ઓગાળતી વખતે એમાં થોડી કોફી અથવા એલચીનો પાઉડર નાખશો તો ઘરમાં કુદરતી સુગંધ ફેલાશે.
એનો ઉપયોગ તમે બર્ડ-ફીડર તરીકે પણ કરી શકો છો. મગને આડો રાખીને એને એક મજબૂત દોરીથી ઝાડની ડાળી કે ગૅલરીના સળિયા સાથે બાંધી દો. મગના હૅન્ડલનો ઉપયોગ કરીને એને લટકાવી શકાય છે. મગની અંદર પક્ષીઓ માટે ચણ (દાણા) નાખી શકો છો.
એ સિવાય ડેસ્ક પર પેન, પેન્સિલ, કાતર અને સ્કેલ રાખવા માટે મગ સૌથી બેસ્ટ છે. જો મગ સાદો હોય તો એના પર તમે ચોકબોર્ડ પેઇન્ટ લગાવી શકો છો જેના પર રોજેરોજ તમારું ‘ટુ ડૂ લિસ્ટ’ અથવા કોઈ મોટિવેશનલ લાઇન લખી શકો.