Google Doodle: આજનું ગૂગલ ડૂડલ છે લોકોમાં જાગૃતિ ફેલાવનારું...

06 April, 2021 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોમાં જાગૃકતા ફેલાવવા માટેની મોહિમમાં ગૂગલ પણ પાછળ નથી. આ વખતે ગૂગલે લોકોને જાગૃક કરવા માટે ખૂબ જ ખાસ ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલમાં ફરી એકવાર કોવિડ-19થી બચવાના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.

ગૂગલ (ફાઇલ તસવીર)

દેશમાં કોરોનાનું બીજું મોજું ફરી વળ્યું છે જે પહેલા કરતાં પણ વધારે ખતરનાક છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જે ખૂબ જ હેરાન કરનારું છે. એવામાં સરકાર દ્વારા લોકો આ પ્રત્યે જાગૃક કરવાની સાથે બચવાની રીત પણ જણાવવામાં આવી છે. સાથે જ અનેક રાજ્યોએ ફરીથી લૉકડાઉનની પણ શરૂઆત કરી દીધી છે સાથે જ કોરોના સાથે જોડાયેલી નવી ગાઈડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. તો લોકોમાં જાગૃકતા ફેલાવવા માટેની મોહિમમાં ગૂગલ પણ પાછળ નથી. આ વખતે ગૂગલે લોકોને જાગૃક કરવા માટે ખૂબ જ ખાસ ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલમાં ફરી એકવાર કોવિડ-19થી બચવાના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે.

ગૂગલે ડૂડલના માધ્યમોથી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ માસ્ક પહેરવાનું મહત્વ પણ જણાવ્યું છે. ગૂગલ હંમેશાં કોઇક મોટી હસ્તીઓના ખાસ અવસરને સેલિબ્રેટ કરવા માટે ડૂડલ બનાવે છે. જેને લોકો પણ ખૂબ જ પસંદ કરતા રહે છે. એવામાં ગૂગલે ફરી એકવાર ડૂડલ બનાવ્યું છે અને આ માધ્યમથી તે લોકોને કોવિડ-19થી બચવાની રીત જણાવે છે.

તમે ગૂગલ પર ક્લિક કરશો એટલે તમારી સામે કોવિડ-19 પ્રિવેન્શનનું એક પેજ ઓપન થશે. આ પેજમાં કોવિડ-19થી બચવાના ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. સાથે જ આ પેજ પર એ પણ માહિતી આપવામાં આવી છે કે ફેસ માસ્ક પહેરવું અને પોતાના હાથ સતત ધોતા રહેવા. સૌથી મહત્વની વાત એ છે કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવું. આ સિવાય એ પણ કહેવામાં આવ્યું છે ઉધરસ અને છીંક આવવા પર પોતાનું નાક અને મોઢું પોતાની કોણીથી ઢાંકી લેવું. જો અસ્વસ્થ લાગે તો બહાર ન નીકળવું જ બહેતર હશે.

technology news tech news google