Google Doodle: 73મા પ્રજાસત્તાક દિવસે ગૂગલે બનાવ્યું આ ખાસ ડૂડલ

26 January, 2022 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

26 જાન્યુઆરીના વિશ્વ ભારતની સંસ્કૃતિ વારસો, સૈન્ય દળ અને વિકાસની ઝલક દેખાય છે અને ભારતીય માટે એક ગર્વવાળી વાત હોય છે. ગૂગલે આને ખાસ બનાવતા ડૂડલે ઉંટ, હાથી, ઘોડા, ઢોલક સહિત તિરંગા તરીકે રજૂ કર્યું છે.

તસવીર સૌજન્ય (ગૂગલ સ્નિપ)

Google Doodle: 73મા ગણતંત્ર દિવસે ગૂગલે ખાસ ડૂડલ બનાવીને ભારતની સંસ્કૃતિ અને વારસાની ઝલકનું પ્રદર્શન કર્યું છે. 26 જાન્યુઆરીના વિશ્વ ભારતની સંસ્કૃતિ વારસો, સૈન્ય દળ અને વિકાસની ઝલક દેખાય છે અને ભારતીય માટે એક ગર્વવાળી વાત હોય છે. ગૂગલે આને ખાસ બનાવતા ડૂડલે ઉંટ, હાથી, ઘોડા, ઢોલક સહિત તિરંગા તરીકે રજૂ કર્યું છે.

ગૂગલે ગયા વર્ષે 72મા ગણતંત્ર દિવસના અવસરે ડૂડલમાં દેશની અનેક સંસ્કૃતિઓની ઝાંખી આપી રજૂ કર્યો હતો. તો, 71મા ગણતંત્ર દિવસે પણ ભારતીય સંસ્કૃતિની ઝાંખી બતાવતા રંગબેરંગી ડૂડલ બનાવીને રજૂ કર્યું હતું. સાથે જ છેલ્લા વર્ષોમાં બનાવેલા ડૂડલમાં રાષ્ટ્રીય પક્ષી મોર, કળા સહિત નૃત્ય પણ જોવા મળ્યું છે.

જાોણો અહીં કેવી રીતે ઉજવવામાં આવશે આજનો દિવસ
રાજધાની દિલ્હીમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ રાજપથ પર દેશની તાકત અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આની સાથે-સાથે ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવશે. આ અવસરે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રક્ષા મંત્રી અને અન્ય ગણમાન્ય વ્યક્તિ પણ હાજર રહેશે. સવારે 10.05 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વૉર મેમોરિયલ એટલે કે રાષ્ટ્રીય સમર સ્મારક પહોંચીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

10.26 પર ધ્વજારોહણ અને રાષ્ટ્રગાન થયું. આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી. 10.28 મિનિટ પર રાષ્ટ્રપતિ સલામી મંચ પર જમ્મૂ કાશ્મીર પોલીસના એએસઆઇ બાબૂ રામને મરણોપરાંત અશોક ચક્ર પ્રદાન કરશે. તેમની પત્ની રીતા રાની શાંતિ કાળમાં વીરતાનો સૌથી મોટું પદક ગ્રહણ કરશે. 10.30 વાગ્યે વાયુસેનાના ચાર મી17વી5  હેલીકૉપ્ટર રાજપથના આકાશમાં પહોંચશે. આ હેલીકૉપ્ટરમાંથી એક પર તિરંગો લાગેલો હશે અને બાકી ત્રણ સેનાના ત્રણેય અંગ (થલસેના, વાયુસેના અને નૌસેના)ના ઝંડા હશે. આ બધા હેલીકૉપ્ટર આકાશમાંથી ફૂલોનો વરસાદ પણ કરશે દર્શકો પર. આની સાથે જ 26 જાન્યુઆરીની પરેડની શરૂઆત થઈ જશે. રાજપથ પર સૌથી પહેલા દેશના પરમવીર ચક્ર વિજેતા અને અશોક ચક્ર વિજેતા ખુલી જિપ્સી સાથે પહોંચશે અને રાષ્ટ્રપતિને સલામી આપશે.

technology news google