લો, આવી ગયો છે મોસ્ટ ડ્યુરેબલ આઇફોન 

17 September, 2021 07:19 PM IST  |  Mumbai | Harsh Desai

ગઈ કાલે જ લૉન્ચ થયેલા આઇફોન-13ને સ્માર્ટફોનમાં સૌથી ડ્યુરેબલ ગણવામાં આવી રહ્યો છે અને એની સ્ક્રીનનો ગ્લાસ ખૂબ જ સ્ટ્રૉન્ગ અને ટકાઉ છે, પરંતુ પ્રાઇસમાં ખૂબ મોંઘો છે : આઇવૉચ-7 પણ ડસ્ટ અને વૉટરની સાથે ક્રૅક રેઝિસ્ટન્ટ છે

પ્રતીકાત્મક તસવીર

ઍપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં એની નવી પ્રોડક્ટની જાહેરાત કરે છે. ઍપલે હાલમાં આઇફોન-13, આઇપૅડ અને આઇવૉચ-7 લૉન્ચ કર્યા છે. આઇફોનની ડિઝાઇન આઇફોન-12 જેવી જ રાખવામાં આવી છે છતાં એના પર્ફોર્મન્સથી લઈને ડિસ્પ્લે અને કૅમેરામાં ભરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે જ આઇવૉચ-7માં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ વિશે ડિટેઇલમાં જોઈએ...
આઇફોન-૧૩માં શું છે નવું?
આઇફોન-13નાં ૪ મૉડલ લૉન્ચ કરવામાં આવ્યાં છે; આઇફોન-13, 13 મિની, 13 પ્રો, 13 પ્રો મૅક્સ. આ ચારેય મૉડલની સ્ક્રીન-સાઇઝ અને ડિઝાઇન આઇફોન-12 જેવી જ છે. ફક્ત કૅમેરાનું પ્લેસમેન્ટ બદલવામાં આવ્યું છે. આઇફોન-13માં કૅમેરા સેન્સરની સાઇઝ મોટી કરવામાં આવી છે જેથી પહેલાં કરતાં વધુ શાર્પ અને ડિટેઇલ્સ કૅપ્ચર કરી શકાય તેમ જ દરેક કૅમેરા હવે નાઇટમોડને સપોર્ટ કરે છે. આઇફોન-13ના ડિસ્પ્લેનો ગ્લાસ અત્યાર સુધીના તમામ સ્માર્ટફોનમાં સૌથી મજબૂત છે તેમ જ આ આઇફોનમાં A15 બાયોનિક ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચિપ અને એના એન્જિનિયરિંગને કારણે ફોનના પર્ફોર્મન્સ અને બૅટરી-લાઇફમાં ખૂબ વધારો થયો છે. ડિસ્પ્લેમાં જ્યારે વધુ ગ્રાફિક્સની જરૂર હશે ત્યારે જ ગ્રાફિક્સનો ઉપયોગ થશે અને એ મુજબ જ બ્રાઇટનેસ ઍડ્જસ્ટ થશે. એથી આઇફોનની બૅટરી-લાઇફ અને પર્ફોર્મન્સમાં વધારો થાય છે તથા મોબાઇલ ગરમ પણ ઓછો થશે. આની સાથે જ આઇફોન પ્રો મૉડલ્સમાં સિનેમૅટિક વિડિયો રેકૉર્ડિંગ મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મોડની મદદથી ફિલ્મની ક્વૉલિટી જેવા વિડિયો રેકૉર્ડ કરી શકાશે. ઍપલ દ્વારા ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મોબાઇલનો ઉપયોગ કરવામાં આવે એ તરફ પ્રયાણ કરવામાં આવ્યું છે. આ મોડની મદદથી રેકૉર્ડ કર્યા બાદ પણ ફોકસને બદલી શકાય છે, જે અત્યાર સુધી ઉપલબ્ધ નહોતું. આ સાથે જ ડિસ્પ્લેનો વધુ ઉપયોગ કરી શકાય એ માટે કૅમેરા અને ફેસ-સેન્સરનો જે નોચ આવે છે એને વધુ નાનો કરવામાં આવ્યો છે. આઇફોનના બેઝિક મૉડલમાં પણ હવે સ્ટોરેજ 128GB કરી દેવામાં આવી છે, જે પહેલાં 64GB હતી તથા 256GB વર્ઝનનો ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. આઇફોન-13 મિની 128 GB ૬૯,૯૦૦, 256GB ૭૯,૯૦૦, 512GB ૯૯,૯૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. આઇફોન-13 128GB ૭૯,૯૦૦, 256GB ૮૯,૯૦૦, 512GB  ૧,૦૯,૯૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. આઇફોન-13 પ્રો 128GB ૧,૧૯,૯૦૦, 256GB  ૧,૨૯,૯૦૦, 512GB ૧,૪૯,૯૦૦ અને 1TB ૧,૬૯,૯૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. આઇફોન-13 પ્રો મૅક્સ 128 GB ૧,૨૯,૯૦૦, 256 GB ૧,૩૯,૯૦૦, 512GB ૧,૫૯,૯૦૦ અને 1TB ૧,૭૯,૯૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે. પ્રી-બુકિંગ આજથી શરૂ થઈ રહ્યું છે. આઇફોન-13 અને આઇફોન-13 મિનીમાં પ્રો મૉડલ્સમાં નવા બ્લુ કલરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આઇવૉચ-7માં શું છે નવું? 
ઍપલે એની દરેક પ્રોડક્ટની સ્ક્રીનમાં ઘણા ફેરફાર કર્યા છે. ઍપલ વૉચ-7ને એણે અત્યાર સુધીનો સૌથી સ્ટ્રૉન્ગ અને ડ્યુરેબલ ડિસ્પ્લે બનાવ્યો છે તેમ જ આ મૉડલમાં અત્યાર સુધીની સૌથી મોટી સ્ક્રીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વૉચની ડિઝાઇન એજ-ટુ-એજ બનાવવામાં આવી છે. આથી યુઝર્સને સ્ક્રીનમાં વધુ સ્પેસ મળી રહે છે. આ વૉચને 41MM અને 45MM સાઇઝમાં રજૂ કરવામાં આવી છે અને એમાં પાંચ નવા ઍલ્યુમિનિયમ કલર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વૉચમાં બ્લડ, ઑક્સિજન અને ઈસીજી ગમે તે જગ્યાએ ચેક કરી શકાય છે. પાણીની અંદર, ટ્રેકિંગ દરમ્યાન કે સર્ફિંગ કરતી વખતે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે જ પહેલી વાર આઇવૉચમાં ફુલ કીબોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી હવે આઇવૉચ દ્વારા મેસેજ પણ ટાઇપ કરી શકાશે. વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટની સાથે આ વૉચ ક્રૅક રેઝિસ્ટન્ટ પણ છે. આ વૉચમાં હેલ્થને લઈને ઘણાં ઇમ્પ્રૂવમેન્ટ્સ કરવામાં આવ્યાં છે. 

29500
આ વૉચની કિંમત આટલા રૂપિયાથી શરૂ થાય છે જે ૨૦૨૧ના અંત સુધીમાં માર્કેટમાં આવશે.

apple iphone technology news