નકામી ફાઇલ્સને ડિલીટ કેવી રીતે કરવી?

29 October, 2021 02:11 PM IST  |  Mumbai | Harsh Desai

ઍન્ડ્રૉઇડમાં ઍપ્લિકેશન ટેમ્પરરી ફાઇલ્સ અથવા તો સપોર્ટ ફાઇલ્સ ક્રીએટ કરે છે એને ડિલીટ કરવાથી ડિવાઇસનો પર્ફોર્મન્સ ઇમ્પ્રૂવ થઈ શકે છે

મોટા ભાગની બિનજરૂરી ફાઇલ્સ cacheમાં સ્ટોર થતી હોય છે. આ ફાઇલ્સનું કોઈ મહત્ત્વ નથી હોતું.

કોઈ પણ ઍન્ડ્રૉઇડ યુઝર્સ માટે સૌથી મોટો પ્રશ્ન સ્ટોરેજનો છે. સ્ટોરેજ ફુલ થઈ જતાં ફોનના પર્ફોર્મન્સમાં ફરક પડે છે. મોબાઇલ ગમે એટલો સ્માર્ટ કેમ ન હોય, એ ધીમો અને ગરમ થતો થઈ જાય છે. યુઝર્સે મોબાઇલમાં એક્સટર્નલ સ્ટોરેજ એટલે કે મેમરી કાર્ડ ગમે એટલા ગીગાબાઉટ્સનું કેમ ન રાખ્યું હોય, પરંતુ એ ફુલ થતાં એની અસર જોવા મળે છે. ઘણી વાર જરૂરી સમયે જ ફોટો ક્લિક નથી કરી શકાતો અને સ્ટોરેજ ફુલનો મેસેજ આવી જાય છે. આપણે ઘણી વાર સ્ટોરેજ કેવી રીતે ક્લિયર કરવું એ જોઈ ગયા છીએ, પરંતુ આજે બિનજરૂરી ફાઇલ્સને કેવી રીતે ડિલીટ કરવી એ વિશે જોઈશું. 
Cache ફાઇલ્સને ડિલીટ કરવી | મોટા ભાગની બિનજરૂરી ફાઇલ્સ cacheમાં સ્ટોર થતી હોય છે. આ ફાઇલ્સનું કોઈ મહત્ત્વ નથી હોતું. એ ફક્ત એપ્લિકેશનના પર્ફોર્મન્સને વધુ સારો બનાવવામાં સપોર્ટ કરે છે. જોકે એને ડિલીટ કરવાથી એ ઍપ્લિકેશન કામ કરતી બંધ થઈ જશે એવું નથી. Cache ડેટા ક્લિયર કરવાથી સમય અને સ્ટોરેજ બન્ને બચાવી શકાય છે. ઉદાહરણ તરીકે ફેસબુકની ઍપ્લિકેશનનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે એ ઑફલાઇન ડેટા માટે એની ફાઇલ્સને cacheમાં સ્ટોર રાખે છે તેમ જ ઇન્સ્ટાગ્રામ પણ ફોટોના ડેટાને cacheમાં સ્ટોર રાખે છે. આથી આ ડેટાને ડિલીટ કરતાં ઘણી સ્પેસ મળી શકે છે. આ માટે સેટિંગ્સમાં જઈને ઍપ્લિકેશન સેટિંગ્સમાં જઈને cacheને ક્લિયર અથવા તો ડિલીટ કરવું પડશે.
ઈ-મેઇલ અટૅચમેન્ટ્સ | ઈ-મેઇલ અટૅચમેન્ટ્સ અથવા તો ડાઉનલોડ કરેલી ફાઇલ્સને ડિલીટ કરવાથી પણ સ્ટોરેજ ફ્રી થઈ શકે છે અને મોબાઇલ સારો પર્ફોર્મન્સ આપે છે. આ સાથે જ મેઇલ ઍપ્લિકેશન પણ પહેલાં કરતાં વધુ સ્પીડમાં પર્ફોર્મ કરશે. આ માટે ઈ-મેઇલ્સને ડિલીટ કરવી પડે છે. જો ઈ-મેઇલ્સમાં આવેલા ફોટોને ડાઉનલોડ કર્યા હોય તો ફાઇલ મૅનેજરમાં જઈને ડાઉનલોડ ફોલ્ડર્સમાંથી તમામ ફાઇલને ડિલીટ કરી શકાય છે. જે-તે ઈ-મેઇલનું કામ પૂરું થયા બાદ એ ઈ-મેઇલ અથવા તો એ ફોટો અથવા અન્ય મોટી ફાઇલની જરૂર ન હોવાથી એને ડિલીટ કરવી એ યોગ્ય ઉપાય છે.
જન્કને રેગ્યુલર ડિલીટ કરવું | ગૂગલ દ્વારા આપવામાં આવેલી ફાઇલ્સ દ્વારા જન્કને સમય-સમયે ક્લિયર કરતા રહેવું. નકામી અથવા તો ઍપ્લિકેશનને સપોર્ટ કરવા માટે બનેલી ટેમ્પરરી ફાઇલ્સ ઘણી વાર જન્કમાં સ્ટોર થાય છે. આ ઍપની મદદથી યુઝર્સે શું ક્લિયર કરવું એની પણ તેમને જાણ થશે. કમ્પ્યુટરની જેમ મોબાઇલમાં પણ જે-તે ફાઇલને ઓપન કરવા અથવા તો ઍપ્લિકેશન શરૂ કરવા માટે ટેમ્પરરી ફાઇલ બને છે. કમ્પ્યુટરમાં એ ટેમ્પ ફોલ્ડરમાં હોય છે, પરંતુ મોબાઇલમાં એ જન્કમાં હોય છે. આથી ફાઇલ્સ દ્વારા એને ડિલીટ કરતા રહેવું જોઈએ.
ફ્રી સ્પેસ | સેટિંગ્સમાં ડિવાઇસ મેઇન્ટેનન્સમાં સ્ટોરેજમાં ફ્રી-અપ સ્પેસ ઑપ્શન હોય છે. ઘણાં ઍન્ડ્રૉઇડ ડિવાઇસમાં ડિવાઇસ મેઇન્ટેનન્સને ડિવાઇસ કૅર તરીકે આપવામાં આવ્યું છે તેમ જ ફ્રી-અપ સ્ટોરેજ સ્પેસ અથવા તો ફ્રી-અપ સ્પેસ ઑપ્શન હોય છે. આ ઑપ્શન પર ક્લિક કરવાથી એક પ્રોસસ શરૂ થાય છે. આ પ્રોસેસમાં બૅકઅપ લેવાઈ ગયેલી એટલે કે નકામી ફાઇલ્સને ઑટોમેટિક ડિલીટ કરવામાં આવશે.

tech news technology news harsh desai columnists