વર્ક ફ્રૉમ હોમમાં એકાગ્રતા ન રહેતી હોય તો આ ગૅજેટ તમારા માટે છે

26 March, 2021 09:54 PM IST  |  Mumbai | Aparna Shirish

વર્ક ફ્રૉમ હોમ કે પછી સ્ટડી ફ્રૉમ હોમના કન્સેપ્ટમાં સૌથી મોટી અડચણ કોઈ હોય તો એ છે કામમાં કે ભણવામાં મન એકાગ્ર ન રહેવું. એ માટે યોગ અને મેડિટેશન જેવી ચીજો જ વધુ અકસીર છે, પરંતુ હવે તો એ માટે ડિવાઇસ પણ આવી ગયાં છે.

ન્યુરોસિટી નામની એક કંપનીએ બનાવેલું આ ગૅજેટ તમને મન એકાગ્ર કરી કામની પ્રોડક્ટિવિટી વધારવામાં મદદ કરશે

વર્ક ફ્રૉમ હોમ કે પછી સ્ટડી ફ્રૉમ હોમના કન્સેપ્ટમાં સૌથી મોટી અડચણ કોઈ હોય તો એ છે કામમાં કે ભણવામાં મન એકાગ્ર ન રહેવું. એ માટે યોગ અને મેડિટેશન જેવી ચીજો જ વધુ અકસીર છે, પરંતુ હવે તો એ માટે ડિવાઇસ પણ આવી ગયાં છે.

ન્યુરોસિટી નામની એક કંપનીએ બનાવેલું આ ગૅજેટ તમને મન એકાગ્ર કરી કામની પ્રોડક્ટિવિટી વધારવામાં મદદ કરશે. મોબાઇલ સાથે કનેક્ટ કરીને માથા પર પહેરી શકાય એવું આ ગૅજેટ મગજની તરંગોમાંથી ડેટા કૅપ્ચર કરે છે. ઇલેક્ટ્રૉડ્સની મદદથી મિલીસેકન્ડ્સની અંદર ડેટા કૅપ્ચર કરીને તમને તમારું માઇન્ડ કેટલું અને કઈ ગતિવિધિઓમાં ફોકસ્ડ છે તેમ જ કેટલું શાંત છે એનો સ્કોર બતાવે છે, જેના લીધે આવેલી સભાનતાથી તમે જાતે પોતાની પ્રોડક્ટિવિટીનું માપન કરી શકો છો અને એને ચોક્કસ જગ્યાએ ડાઇવર્ટ કરી શકો. એ સિવાય તમે જ્યારે એકાગ્ર થઈ કામ કરતા હો ત્યારે તમને એમાં મદદ કરવા માટે આ ગૅજેટ મ્યુઝિક અને લાઇટિંગ પણ ઍડ્જસ્ટ કરી આપે છે. જોકે એકાગ્રતામાં મદદ કરતું આ ડિવાઇસ ગજવા પર ભારે પડે એવું છે.

ખાસ શું?

 મગજમાં કેટલું ઘમસાણ ચાલે છે એ કહી આપશે આ ડિવાઇસ

 ઍડ્જસ્ટેબલ લાઇટિંગથી અલર્ટનેસ વધે છે

 કામમાં મદદ થાય એવું મ્યુઝિક પણ વગાડે છે

ક્યાં મળશે? 

https://neurosity.co/

columnists technology news