ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન, હજારો યુઝર્સે ટ્વિટર પર કરી ફરિયાદ

22 September, 2022 11:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હજારો લોકોને આ સોશિયલ નેટવર્ક ઍક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હતી

પ્રતીકાત્મક તસવીર

મેટા પ્લેટફોર્મનું ઇન્સ્ટાગ્રામ (Instagram Down) ગુરુવારે હજારો વપરાશકર્તાઓ માટે થોડા સમય માટે ડાઉન થઈ ગયું હતું. આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ Downdetector.com પર હજારો યુઝર્સે ફોટો અપલોડ ન થતો હોવાનું કહ્યું હતું.

હજારો લોકોને આ સોશિયલ નેટવર્ક ઍક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. તો કેટલાક લોકોએ લૉગિન કરવા, ફોટો અપલોડ કરવા અને મેસેજ ન જતો હોવાનું પણ નોંધ્યું હતું. 
ઇન્સ્ટાગ્રામની પીઆર ટીમ તરફથી ટ્વીટ કરી કહેવામાં આવ્યું છે કે “અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને Instagram ઍક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે શક્ય તેટલી ઝડપથી વસ્તુઓ સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ. અસુવિધા માટે માફ કરશો. #instagramdown”

ઇન્સ્ટાગ્રામ ડાઉન જતાં ટ્વિટર પર ગણતરીની મિનિટોમાં જ #instagramdown ટ્રેન્ડ થવા લાગ્યું હતું. નેટિઝન્સે કેટલાક મીમ્સ પણ શૅર કર્યા હતા.

technology news tech news instagram