શું છે ઇન્સ્ટાગ્રામની નોટ્સ?

30 September, 2022 05:18 PM IST  |  Mumbai | Harsh Desai

આ નવા ફીચરમાં યુઝર્સ 60 કૅરૅક્ટરમાં પોતાના વિચાર શૅર કરી શકે છે : જોકે અન્ય યુઝર્સ દ્વારા એ વિચારને જાણવા કે ન જાણવા તેની ચૉઇસ ન હોવાથી એની ટીકા પણ કરવામાં આવી રહી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

 આ ફીચર અને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી વચ્ચે કોઈ ખાસ તફાવત નથી. ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં વધુ શબ્દોનો સમાવેશ કરી શકાય છે, જ્યારે અહીં એ લિમિટેડ છે.

ઇન્સ્ટાગ્રામ માર્કેટમાં રહેવા માટે એની ઍપ્લિકેશનને સતત અપડેટ કરતી રહું છે. આ અપડેટમાં સિક્યૉરિટી અપડેટ અને અન્ય ઇશ્યુ સૉલ્વ કરવાની સાથે નવાં ફીચર પણ આપવામાં આવે છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા એક નવું નોટ્સનું ફીચર આવ્યું છે. આ ફીચરની કોઈ આગોતરી જાણ નહોતી કરવામાં આવી. ઇન્સ્ટાગ્રામ દ્વારા અચાનક જ એને લૉન્ચ કરવામાં આવી છે. આ ફીચર શું છે? કામનું છે કે નહીં?

શું છે નોટ્સ ફીચર?

ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ ડાયરેક્ટ મેસેજ ટૅબમાં નોટ્સ ફીચર ઍડ થયું છે. આ નોટ્સમાં યુઝર 60 કૅરૅક્ટરમાં તેના વિચારને રજૂ કરી શકે છે. કોઈ ક્વોટ્સ કે પછી ઇન્સ્પિરેશનલ લાઇનનો ઉપયોગ કરી શકાય છે. તેમ યુઝર પોતે ખુશ છે કે નહીં, આજે કયા શહેરમાં છે, ફિલ્મ જોવાની ઇચ્છા છે કે પછી ડિનર માટે કોઈ ચોક્કસ જગ્યાએ જવાનો મૂડ છે વગેરે જેવી બાબત તે આ નોટ્સમાં શૅર કરીને જણાવી શકે છે.

ઇન્સ્ટા સ્ટોરીથી કેટલું અલગ?

આ ફીચરનો લોકો ઉપયોગ તો કરી રહ્યા છે, પરંતુ લોકોને એની જરૂર છે ખરી? આ ફીચર અને ઇન્સ્ટાગ્રામની સ્ટોરી વચ્ચે કોઈ ખાસ તફાવત નથી. ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં વધુ શબ્દોનો સમાવેશ કરી શકાય છે, જ્યારે અહીં એ લિમિટેડ છે. સ્ટોરીમાં જે રીતે સ્ટિકર અને મ્યુઝિક અને ફોટોનો સમાવેશ કરી શકાય છે તેમ જ ટૅગ કરી શકાય છે એ રીતે નોટ્સમાં કંઈ નથી થતું. નોટ્સમાં ફક્ત અને ફક્ત શબ્દોનો જ ઉપયોગ થાય. જોકે પ્લસ પૉઇન્ટ એ છે કે કોઈ પણ નોટ્સ શૅર કરે તો એનું નોટિફિકેશન નથી આવતું. તેમ જ આ નોટ્સ પણ સ્ટોરીની જેમ ૨૪ કલાક માટે જ રહે છે.

કોની સાથે શૅર કરાય નોટ્સ?

ઇન્સ્ટા સ્ટોરીને રિસ્ટ્રિક્ટ કરવા માટે ઑપ્શન આપ્યા છે પરંતુ નોટ્સ પહેલેથી જ રિસ્ટ્રિક્ટ છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક હોય તો કોઈ પણ વ્યક્તિ સ્ટોરી જોઈ શકે છે. જોકે આ સ્ટોરીને ક્લોઝ ફ્રેન્ડ સાથે અથવા તો કોઈ વ્યક્તિથી છુપાવવી હોય તો એ છુપાવી શકાય છે. જોકે નોટ્સમાં બે જ ઑપ્શન છે. પહેલો, તમને ફૉલો કરી રહેલા માણસોમાંથી તમે જેટલાને ફૉલો કરતા હશો તેને નોટ્સ દેખાશે. આ નોટ્સ પબ્લિક નથી હોતી.

બંધ કરવાનો ઑપ્શન નથી

ઇન્સ્ટાગ્રામ એમનું ઍલ્ગરિધમ ચેન્જ કરવાને કારણે ખૂબ જ ક્રિટિસાઇઝ થયું હતું. જોકે હવે તેને ફરી ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામની ડાયરેક્ટ મેસેજ ટૅબમાં આ ફીચર આવતાં લોકોને એ નથી પસંદ પડ્યું, યુઝરનું કહેવું છે કે ઇન્સ્ટાની વૉલ પર તો સ્ટોરી અને ફોટો દેખાય છે પછી ડાયરેક્ટ મેસેજ ટૅબમાં એનો સમાવેશ કરવાનું કામ નહોતું. આ એક પ્રાઇવેટ પ્લેસ હતી અને ત્યાં લોકોના વિચાર જાણવામાં તેમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. જોકે યુઝર્સ પાસે આ નોટ્સ બંધ કરવાનો પણ કોઈ ઑપ્શન નથી અને તેમણે જબરદસ્તી લોકોની નોટ્સ પર નજર કરવી જ પડે છે. આથી ઘણા યુઝર્સ આ નોટ્સને બંધ કરવા માટેના ફીચરની પણ ડિમાન્ડ કરી રહ્યા છે.

columnists technology news tech news harsh desai instagram