મોબાઈલ રિચાર્જ થયું મોંઘું, એરટેલે વધાર્યું પ્રીપેડ ટેરિફ, હવે બીજી કંપનીઓનો વારો?

22 November, 2021 08:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોબાઈલ પર વાત કરવા સાથે નેટ સર્ફિંગ કરવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે.

પ્રતીકાત્મક તસવીર

મોબાઈલ ફોન રિચાર્જ હવે મોંઘુ થઈ ગયું છે. મોબાઈલ પર વાત કરવા સાથે નેટ સર્ફિંગ કરવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે મોબાઈલ ટેરિફમાં 20 થી 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો 26 નવેમ્બરથી અમલમાં આવશે.

આ સાથે, 28 દિવસની વેલિડિટી સાથે એરટેલના સૌથી સસ્તા પ્રીપેડ મોબાઇલ ટેરિફ પ્લાન માટે પહેલાં 79 રૂપિયા ચૂકવવાના હતા, પરંતુ ટેરિફ વધ્યા પછી તમારે 99 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, 28 દિવસની માન્યતા સાથે 149 રૂપિયાનો પ્રીપેડ પ્લાન, હવે તમારે 179 રૂપિયા ચૂકવવા પડશે.

ટેરિફમાં વધારાની જાહેરાત કરતી વખતે, ભારતી એરટેલે કહ્યું છે કે “અમે હંમેશા માનીએ છીએ કે મોબાઇલ એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર (ARPU) રૂપિયા 200 હોવી જોઈએ અને આગળ જતાં તે 300 રૂપિયા હોવી જોઈએ. જેના કારણે મૂડી રોકાણ પર વધુ સારું વળતર મળશે. અમે એમ પણ માનીએ છીએ કે આ સ્તરે મોબાઇલ એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર (ARPU) સાથે નેટવર્ક અને સ્પેક્ટ્રમમાં જરૂરી રોકાણ ઉપલબ્ધ થશે. આ સાથે ભારતી એરટેલ પણ દેશમાં 5જી સેવા શરૂ કરી શકશે. આ જ કારણ છે કે મોબાઇલ ટેરિફને રિવાઈઝ કરવા તરફ એરટેલનું આ પ્રથમ પગલું છે.”

હવે 219 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે 265 રૂપિયા ચૂકવવા પડશે, જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને દરરોજ 2 GB ડેટા ઉપલબ્ધ છે.

249 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે 299 રૂપિયા ચૂકવવા પડશે, જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને દરરોજ 1.5 GB ડેટા ઉપલબ્ધ છે.

298 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે તમારે 359 રૂપિયા ચૂકવવા પડશે, જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને દરરોજ 2 GB ડેટા ઉપલબ્ધ છે.

399 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે તમારે 479 રૂપિયા ચૂકવવા પડશે, જેની વેલિડિટી 56 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને દરરોજ 1.5 GB ડેટા ઉપલબ્ધ છે.

449 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે 549 રૂપિયા ચૂકવવા પડશે, જેની વેલિડિટી 56 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને દરરોજ 2 GB ડેટા ઉપલબ્ધ છે.

379 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે તમારે 455 રૂપિયા ચૂકવવા પડશે, જેની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને 6 GB ડેટા ઉપલબ્ધ છે.

598 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે તમારે 719 રૂપિયા ચૂકવવા પડશે, જેની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને દરરોજ 1.5 GB ડેટા ઉપલબ્ધ છે.

698 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે 839 રૂપિયા ચૂકવવા પડશે, જેની વેલિડિટી અવધિ 84 દિવસ છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS અને દરરોજ 2 GB ડેટા ઉપલબ્ધ છે.

tech news technology news airtel