02 September, 2024 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હવે તમે એક જ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ઍડ્રેસનો ઉપયોગ એક કરતાં વધુ મોબાઇલમાં કરી શકશો. એ માટે સરકારે ‘UPI સર્કલ ડેલિગેટ પેમેન્ટ સર્વિસ’ ફીચર લૉન્ચ કર્યું છે. આ ફીચરના માધ્યમથી તમે ઍપ્લિકેશનમાં એક કરતાં વધુ વ્યક્તિઓ એનો ઉપયોગ કરી શકશે. જોકે આ સુવિધા થકી મહિનામાં વધુમાં વધુ ૧૫,૦૦૦ રૂપિયા સુધીનું જ ટ્રાન્ઝૅક્શન થઈ શકશે. UPI સર્કલ એક ડિજિટલ સૉલ્યુશન છે જેમાં તમે એક અકાઉન્ટમાંથી ચોક્કસ લિમિટ સાથે પરિવારજનોને ટ્રાન્ઝૅક્શન કરવાની મંજૂરી આપી શકો છો. જોકે સેકન્ડરી યુઝર પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરી શકે છે, પણ પેમેન્ટ ત્યારે જ થાય છે જ્યારે પ્રાઇમરી યુઝર UPI પિન નાખે.