04 June, 2025 06:59 AM IST | Wellington | Gujarati Mid-day Online Correspondent
લૌરા મેક્લયોર સંસદમાં ફોટો બતાવતા (તસવીર સૌજન્ય: મિડ-ડે)
ન્યુઝીલેન્ડમાં એક મહિલા સાંસદના નિર્ણયની ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે તે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલા પોતાના નકલી નગ્ન ફોટા સાથે સંસદમાં પહોંચી હતી. વાસ્તવમાં, તે બતાવવા માગતી હતી કે કોઈની નકલી તસવીર તૈયાર કરવી કેટલી સરળ છે અને તેનાથી કેટલું નુકસાન થઈ શકે છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તેના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કાયદાઓની માગ કરી રહી છે. સોશિયલ મીડિયા પર મેક્લયોરે એક પોસ્ટ શૅર કરતા કહ્યું કે કોઈપણ વ્યક્તિને ડીપફેક ટેક્નૉલોજી (Deep Fake Technology) નો શિકાર બનવું ન જોઈએ. તેમણે જણાવ્યું કે ડીપફેક જેવા ટેકનિકલ હુમલાઓ વ્યક્તિગત પરિચય, વિશ્વસનીયતા અને જીવન પર ગંભીર અસર કરી શકે છે. મેક્લયોરે એ પણ સ્પષ્ટ કર્યું કે હાલમાં જે કાયદા છે, તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artifical Intelligence) અને ડીપફેક સંબંધિત ટેક્નૉલોજી સામે લડવા માટે પૂરતા કે આધુનિક નથી. તેમના મતે, ડીપફેકનું દુરુપયોગ અટકાવવા માટે માત્ર ટેકનિકલ સાધનો નહીં, પરંતુ કાયદાકીય સંરચનામાં પણ મોટા ફેરફારની જરૂર છે
ફોટો લઈને સાંસદ પહોંચ્યા
મીડિયા અહેવાલ અનુસાર, એસીટી પાર્ટીના સાંસદ લૌરા મેક્લયોર પોતાનો એક ફોટો લઈને સાંસદ પહોંચ્યા. તેમણે કહ્યું, `આ મારો નગ્ન ફોટો છે, પણ તે વાસ્તવિક નથી.` તેમણે કહ્યું, `મારી જાતનો ડીપફેક બનાવવામાં મને 5 મિનિટથી પણ ઓછો સમય લાગ્યો.` તેમણે ખુલ્લેઆમ સંસદમાં પોતાનો ફોટો બતાવ્યો અને વિરોધ નોંધાવ્યો.
સોશિયલ મીડિયા પર શૅર કર્યો વીડિયો સંદેશ
સોશિયલ મીડિયા પર શૅર કરેલા એક વીડિયો સંદેશમાં, તેમણે કહ્યું, "હું સંસદના અન્ય સભ્યોનું ધ્યાન દોરવા માગતી હતી કે આ કરવું કેટલું સરળ છે અને તેનાથી કેટલું નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને આપણી યુવા પેઢી પર કેટલું અસર પડે છે." તેમણે કહ્યું, "ટેકનૉલોજી કોઈ સમસ્યા નથી, પરંતુ સમસ્યા એ છે કે તેનો દુરુપયોગ લોકોને હેરાન કરવા માટે થઈ રહ્યો છે. પરંતુ આપણે ટેકનૉલોજીના અસરકારક ઉપયોગ માટે કાયદા બનાવવાની જરૂર છે"
કરી રહ્યા હતા ટેક્નૉલોજી બિલનું સમર્થન
તે ડીપફેક ડિજિટલ હાર્મ એન્ડ એક્સપ્લોઇટેશન (Harm and Exploitation) બિલને સમર્થન આપી રહી છે. એવું કહેવાય છે કે તે રીવેન્જ પોર્ન અને ખાનગી ક્ષણોના રેકોર્ડિંગ અંગેના હાલના કાયદાઓમાં સુધારો કરશે અને સંમતિ વિના ડીપફેક બનાવવા અને શૅર કરવાને ગુનો બનાવશે. આ ઉપરાંત, આ કાયદા હેઠળ, પીડિતોના કૉન્ટેન્ટને દૂર કરવા અને ન્યાય મેળવવાનો માર્ગ પણ સ્પષ્ટ થશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કાયદા જરૂરી
બીજી પોસ્ટમાં, મેક્લયોરે લખ્યું, `કોઈ પણ વ્યક્તિ ડીપફેકનું ભોગ ન બનવું જોઈએ.` તેમણે કહ્યું કે આપણા કાયદા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે અપ-ટુ-ધ-માર્ક અને યોગ્ય નથી અને આ વસ્તુ બદલવી પડશે.